કથા-સપ્તાહ - જોબન-જલન (જવાની ઝૂમ કે ગાએ - ૨)

Published: 30th December, 2014 05:25 IST

ચાંદની આભારસૂચક સ્મિત ફરકાવી કારમાં ગોઠવાઈ.અન્ય ભાગ વાંચો

1  |  3  |


‘માયસેલ્ફ આસવ શાહ.’

આ જુવાન પાર્ટીમાં નહોતો એટલું તો ચોક્કસ. મે બી લાઉન્જમાં હશે, ન પણ હોય.

‘હું ચાંદની.’

બેઉ એકમેક તરફ મલક્યાં. એમાં જોકે ઔપચારિકતા વધુ હતી.

‘ક્યાં રહો છો?’ પૂછીને આસવે ઝડપથી ઉમેર્યું હું વસોર્વા રહું છું - તમારે એ તરફ જવાનુ હોય તો...’

‘થૅન્ક્સ. મને શૉપસર્‍ સ્ટૉપ ઉતારી દેજો.’

થોડી ચૂપકીદી. કાર હવે મુખ્ય સડક પર દોડતી હતી.

‘કેટલું દોડધામભર્યું છે આ શહેર’ આસવ બોલ્યો, ‘આની સરખામણીએ દૂન તો સ્વગર્‍ જેવું ગણાય. કુદરતના ખોળે જીવવાનુ. ઓહ, આઇ મિસ ધોઝ ડેઝ-’ પછી ફોડ પાડ્યે, ‘મારું સ્કૂલિંગ ત્યાં થયું છે. બહુ નાની ઉંમરથી બોર્ડિંગમાં રહ્યો છું, બલકે ગયા વર્ષે સાયન્સમાં Ph.D. કરી મેં ત્યાંની કૉલેજમાં જૉબ પણ મેળવી લીધી, પણ પછી પપ્પાનુ અચાનક ડેથ થતા પાછલા ૯ મહિનાથી મુંબઈમાં છું. તેમના કારોબાર ઉપરાંત પણ ઘણું બધું સભાળવાનુ છે મારે.’

મને સારા ઘરની ધારીને આસવ નિખાલસ વાતો કરી રહ્યો છે. ચાંદની સહેજ સકોચાઈ. થયું કે પહેલાં મારે ખુલાસો કરી લેવો ઘટે કે... 

‘હું કેબરે ડાન્સર છું.’

‘ઓ...હ’ આસવને હવે ગડ બેઠી. ચાંદનીને સમજાયું નહીં કે આમાં આઘાત હતુ કે અચરજ.

‘અંગમરોડના ખેલથી પુરુષોના દિલ બહેલાવવાનો પેશો છે મારો.’

‘હું તો માનુ છું ચાંદની કે ભીખ માગવા કરતા દેહનો સોદો કરીને ભૂખ ભાંગવી ઉત્તમ છે. ગમે તેમ તોય એ હકનુ ગણાય, હરામનુ નહીં.’

‘અને આ માત્ર મારું મન રાખવા નથી કહેવાયું...’ આસવની વિચારસ્પષ્ટતાથી ચાંદની પ્રભાવિત થઈ.

‘જોકે આવું કામ તમે રાજીખુશીથી તો નહીં જ કરતા હો.’ આસવના અનુમાને સમત થતી ચાંદનીએ માથું ધુણાવી ‘હા...’ પોતે પરિવાર ખાતર અળખામણી પળો વેઠી લે છે એનો ઢોલ પીટવાની ચાંદનીને ટેવ નહોતી એવો અંતરંગ સબધ પણ કોઈ જોડે નહોતો છતા કોણ જાણે કેમ આસવ સમક્ષ આપોઆપ જીવનકિતાબ ઉઘાડી બેઠી. એમાં આયાસ નહોતો. સામી વ્યક્તિની સહાનુભૂતિ જીતવાની ગણતરી તો સૂઝે એમ પણ નહોતી. ‘સ્વગર્‍ કહો કે નર્ક, આ જ મારું જીવન છે અને મને કોઈ ફરિયાદ નથી. નો રિગ્રેટ્સ ઈવન.’ ચાંદનીએ ગરદન ટટ્ટાર કરી, ‘કાદવમાં પડવા છતા મારું ચારિhય જાળવી શકી છું.’

‘યા, એ તો મેં જોયું...’ આસવ હવે મુદ્દા પર આવ્યો, ‘હોટેલની લાઉન્જમાં તમે આવી વાતે ભડકી પેલા જુવાનને તમાચો માર્યો, રાઇટ?’

તો આસવે એ દૃશ્ય જોયું છે છતા મને લિફટ આપી? કે પછી એટલે જ મને લિફટ આપી. કદાચ મને ફોસલાવી શકશે એવું માન્યું હોય, મને ફસાવી લેશે એમ ધાર્યું હોય... અંહ, આસવ એવા લાગતા તો નથી.

‘હું એક બિઝનેસ-મીટિંગ માટે ત્યાં આવેલો, વી જસ્ટ એન્ડેડ, અને આ બન્યું...’

‘હી વૉઝ વિરાટ. હોસ્ટનો ફ્રેન્ડ’ ચાંદનીએ શ્વાસ ઘૂંટ્યો, ‘મારા ડાન્સથી તે ઘેલો બન્યો. પાછો અમીરજાદો એટલે માની લીધું કે રૂપિયા વેરી મારી કાયા ખરીદી શકશે... ચેન્જ-રૂમમાં હું ન માની તો લાઉન્જ સુધી પાછળ આવ્યો. આસપાસનો ખ્યાલ કર્યા વિના જોશભેર મને રાત ગાળવાનુ ઇજન આપે છે, પછી શું? મારોય પિત્તો હટ્યો. ઠોકયો તમાચો. તેની બત્રીસી હાલી ગઈ હશે.’

‘મારે આટલું જ કન્ફર્મ કરવું હતુ કે મને ધોખો નથી થયો.’ ચાંદનીને પોતાનુ આ કથન ન સમજ્યાનુ જાણી આસવે ભેદ ખોલ્યો, ‘વિરાટ મારો ભાઈ છે, સાવકો.’

‘ઓહ!’

‘ત્યારે તો બે ભાઈઓમાં રામ-રાવણ જેવું અંતર છે.’ ચાંદની બોલી પડી.

‘સસાર આમેય રામાયણ જેવો હોય છે - સારાં, ખરાબ તત્વોથી ભરેલો...’ ચાંદની તરફ દૃષ્ટિપાત કરી આસવે વાગોળ્યું, ‘હું માંડ ચાર વર્ષનો હતો ત્યારે માનો દેહાંત થયો.. પપ્પાએ બીજાં લગ્ન કર્યા...’

ઘરભંગ થયેલા ધીરેન્દ્ર શાહ ખરેખર તો દીકરાને મા મળી રહે એ માટે જ ફરી પરણ્યા હતા. ગૃહસ્વામિની તરીકે પ્રવેશ કરનારી મનોરમા પાસે આગોતરું વચન લીધેલું કે તે આસવને કદી માની ખોટ વતાર્‍વા નહીં દે... એ વાત જુદી કે મનોરમા કયારેય એ વચન પાળવાની નહોતી. સાવકો દીકરો કણાની જેમ ખટકતો. ખરેખર તો સપત્તિ જોઈને પોતે બીજવરને પરણી હતી અને થોડાક મહિનામાં વરને મુઠ્ઠીમાં કરી તેણે આસવની ઉપેક્ષા કરવા માંડી. ધાકમાં રાખે, ખાવાનુ ન આપે અને આસવ પિતાને ફરિયાદ કરવાનો થાય તો મગરના આંસુ સારીને ધીરેન્દ્રને ભ્રમિત કરી મૂકે...

‘હું ખૂબ રડ્યો છું, ચાંદની...’ આસવ પણ પહેલી જ વાર કોઈને અંગત જખમ દેખાડી રહ્યો હતો, ‘મા આવી હોય? પિતાની હાજરીમાં કાંઈ ઑર, પિતાની ગેરહાજરીમાં કંઈ ઑર.... પછી સમજાયું કે મા આગળ સાવકી શબ્દ લાગે એટલે તેના માતૃત્વની વ્યાખ્યા પણ બદલાઈ જતી હોય છે... અને મા એકલાં નહોતા, દાયજામાં શકુનિમામા જેવા સદાનદ મામાને પણ લેતા આવેલાં. ભાઈ વેપારમાં કબજો જમાવે અને બહેન ઘરમાં એવો તેમનો પ્લાન હતો. આમ તો બધું તેમનુ જ હતુ, છતા ધ્રાસકો રહેતો કે રખેને ધીરેન્દ્ર બધું આસવના નામે કરી દે તો! સ્વાર્થી માણસમાં અસુરક્ષા પ્રવેશે ત્યારે તે કપટી બની જતો હોય છે. મા-મામા મને મારવા જેટલાં ઘાતકી નહીં બની શક્યાં હોય એટલે મને ઘરથી દૂર કરવાના ઇરાદે બોર્ડિંગમાં મૂક્યો - અલબત્ત, એથી મારો સર્વાંગી વિકાશ થશે એના બણગા પપ્પા સમક્ષ ફૂંકીને. મારું દિલ દુખ્યું પણ પછી મેં મન મનાવી લીધું, જ્યાંથી પ્યાર સાપડવાનો જ નથી ત્યાં એની ઉમ્મીદ જ શું કામ રાખવી? ત્યાર પછી મા-મામાની કોઈ ચાલ મને વિચલિત કરી શકી નથી. આઇ વૉઝ હૅપી ઇન માય વર્લ્ડ.’

આસવે દૂનને સ્વગર્‍ સાથે શું કામ સરખાવેલું એ હવે ચાંદનીને સમજાયું.

‘મારા બોર્ડિંગમાં ગયા બાદ વિરાટ જન્મ્યો. મારા જ પિતાનુ સતાન છતા માએ કદી મને તેની જોડે ભળવા ન દીધો. અતિ લાડપ્યારમાં પોતે જ દીકરાને બગાડી રહ્યા છે એય માને ન સમજાયું. વર્ષ બે-ચાર દિવસ પૂરતો પપ્પાને મળવા અહીં આવતો એમાં મારી નજરે વિરાટની જુગાર અને શરાબની લત ચડતી એનાથી મા અજાણ ન જ હોય છતા હું તેમને સાવધ કરતો તો તઓ બબડતા - મારો વિરાટ તારા કરતા વધુ સ્માર્ટ છે એની તને જલન થાય છે. માણસ પોતે સ્વીકારેલાં સત્યોની પટ્ટી પહેરી લે પછી બીજું કાંઈ જ જોઈ શકતો નથી. મને માની દયા આવતી. મામા મને ધમકાવતા-ખબરદાર, વિરાટ વિરુદ્ધ કાનભંભેરણી કરી છે તો...’

ચાંદનીને થયું કે સુખી-શ્રીમંત ગણાતા પરિવારમાંય ઊંડાં દુખ-દર્દ છુપાયાં હોય છે.

‘મામાની ધમકીની મને પરવાહ નહોતી. મને ચિંતા રહેતી પપ્પાની. બે-ચાર વાર આડકતરી રીતે તેમનેય કહી જોયું, પણ તેઓ બધાથી ઘેરાઈ ચૂકયા હતા. જાણીને અજાણ રહેવા માગતા હોય એમ લાગ્યું ત્યારે અહીંની માયા સમેટીને મેં દૂનમાં મનગમતી જૉબ લઈ લીધી. માને હરખ થયેલો કે હવે બધો વારસો વિરાટનો. મને એનો વાંધો નહોતો. સ્નેહ વિના સપત્તિનુ મને મૂલ્ય નહોતુ...’

ચાંદની અંજાઈ.

‘ત્યાં કશુક અણધાર્યું બન્યું. ઘોડાની રેસમાં વિરાટે મોટી રકમ ગુમાવી. આમ તો મા-મામા પિતાથી છાની તેની ખોટ સરભર કરતા રહેતા, પણ આ વખતે તો આંકડો તેમની પહોંચ બહારનો હતો એટલે વાત પપ્પા સુધી પહોંચી. ડોનેશનનુ બહાનુ ગળે ન ઊતરતા તેમણે દબાણ કર્યું અને વિરાટ સાચું બોલી પડ્યે - એય ઉદ્ધતાઈથી; જે પપ્પાને હૃદયરોગ સુધી દોરી ગઈ...’

ચાંદનીએ આસવનો ખભો પસવાર્યો. લિફ્ટ દેતી-લેતી વેળા બેમાંથી કોઈએ વિચાર્યું નહોતુ કે થોડા સમયની સફર તેમને એકમેકના હમદર્દ બનાવી દેશે.

અહીં આસવ કથા દોહરાવી રહ્યો હતો ત્યારે વિરાટ ફોન પર મામાને કહી રહ્યો હતો, ‘એક છોકરી મને થપ્પડ મારી ગઈ, મામા. તમારા ભાણિયાને... આઇ વૉન્ટ રિવેન્જ.’

€€€

‘બહેના, તારા આ દીકરાનુ ભવિષ્ય મને બહુ ઊજળું લાગતુ નથી.’

રવિવાની સવારે મનોરમાના ખંડમાં આંટા મારતા સદાનદે વિરાટને જોઈ ઉકળાટ ઠાલવ્યો. મોટી બહેનની છત્રછાયામાં રહેવાનુ પણ લીધું હોય એમ સદાનદ પરણ્યા નહોતા. સામાન્ય સ્થિતિમાં ઊછરેલાં ભાઈ-બહેન શરૂઆતથી ખટપટી. ઘરભંગ થયેલા ધીરેન્દ્રભાઈ ફરી પરણવા માગે છે એના ખબર મુંબઈની ન્યાતમાં ફરી વળ્યા એમાં મનોરમા-સદાનદે તક જોઈ. ધીરેન્દ્ર ઉંમરમાં દાયકો મોટા હતા, બીજવર હતા, એક પુત્રના પિતા હતા એનો કોઈ જ વાંધો નહોતો મનોરમાને, જો સામે દોલતમંદ થવાનુ સુખ સાપડતુ હોય.

સદાનદે વડીલોના કાને વાત નાખી. મનોરમા ધીરેન્દ્રને પસદ પડતા ઠાઠથી વસોર્વાના આ વિશાળ બગલામાં પ્રવેશ થયો. પિતને વશ કરી સાવકા પુત્રને સાઇડ-ટ્રૅક કરવાનુ મનોરમાને શીખવવું પડે એમ નહોતુ.

બિચારો આસવ. લાગણીભૂખ્યા છોકરાને લાગણીતરસ્યો રાખો તો આપોઆપ એક દિવસ સમજીને તે દૂર થઈ જવાનો. મનોરમાની ગણતરી ફળી. આસવ દૂનમાં નોકરી લઈ સ્થાયી થયો ત્યાં સુધી બધું ધાર્યા મુજબ ચાલતુ રહ્યુ. ઘરમાં મનોરમાનુ શાસન હતુ, ઑફિસમાં સદાનદે પગપેસારો કરી લીધો. જોકે ફાઇનલ ઑથોરિટી હજી ધીરેન્દ્રભાઈ પાસે હતી એટલે તેમને સુખના ભ્રમમાં રાખવા પડતા.

મનોરમા-સદાનદની એક જ કમજોરી હતી - વિરાટ. અતિલાડથી દીકરો બગાડતો જાય છે એ દેખાતુ-સમજાતું છતા તેને ટોકી શકાતો નહીં. તેના અપલક્ષણ ધીરેન્દ્રથી છુપાવવા પડતા - રખેને આવેશમાં આવી જઈ તેમણે વિરાટને વારસામાંથી રદબાતલ કર્યો તો.

અને જેનો ફડકો હતો એ જ બન્યું. હૉર્સ-રેસમાં વિરાટે નુકસાની વહોરી ને છોગામાં પિતા સમક્ષ ઉદ્ધતાઈ આચરી; આ તો રઈસોનો શોખ છે ડૅડી, ઝાઝો ભાવ ખાધા વિના ગજવું ઢીલું કરો!

‘આ કઈ ભાષા બોલે છે તુ? ધીરેન્દ્રે પિત્તો ગુમાવી તમાચો વીંઝયો. મનોરમા-સદાનદ સમસમી ગયાં, પણ શું થાય.

‘સદાનદ, તમે આવું જ ધ્યાન રાખ્યું ભાણિયાનુ? મનોરમા, તુય ઊંઘતી રહી?’

‘એય...’ સ્વાભાવિકપણે વિરાટને પણ મા-મામાનુ એટલું જ દાઝતુ, ‘બુઢ્ઢો થયો, પણ એંટ ન ગઈ...’

ધીરેન્દ્રનો ચહેરો પીડાથી વિકૃત બન્યો. મારું જ લોહી મને આવું કહે છે. ક્યાં મારો આસવ ને ક્યાં આ વિરાટ! અરે, આસવ તો ઇશારામાં કહેતોય ખરો, પણ હું જ આંખ આડા કાન કરી દેતો. વિરાટના બગડવામાં મારો હાથ પણ આછો નથી... આઘાતવશ છાતીએ હાથ દાબતા તેઓ ઢળી પડ્યા. નિદાન થયું : હૃદયરોગ!

લોકલાજેય આસવને ખબર આપવાના જ હોય. દૂનથી તે દોડી આવ્યો. આ બાજુ હોશમાં આવતા જ ધીરેન્દ્રએ વકીલને તેડાવવાની જીદ પકડી: મારે મારું વિલ બદલવું છે!

મનોરમા-સદાનદ-વિરાટને ફાળ પડી. વિરાટને જ મહત્તમ ફાયદો થાય એ મતલબની વિસયત ઑલરેડી તેમણે ધીરેન્દ્રને ફોસલાવીને લખાવી લીધેલી. એ વિલ બદલવાનો અર્થ વિરાટની બાદબાકી. ડૉક્ટસર્‍ અને આસવની હાજરીમાં તેમણે કહ્યુ એટલે ટળાય પણ કેમ. ફૅમિલી-લૉયર બાટલીવાલા એટલા ચુસ્ત કે ખરીદી ન શકાય. હાર્ટ-અટૅકના ચોથા દહાડે, હૉસ્પિટલની રૂમના બધબારણે ધીરેન્દ્રએ બાટલીવાલા પાસે નવું વિલ લખાવ્યું હતું. એમાં શું છે એ કોઈ જાણી ન શક્યું. ધીરેન્દ્રએ માત્ર એટલું કહ્યુ કે વિલ મારી પ્રથમ મૃત્યુતિથિએ વંચાય એવી ઇચ્છા છે. અને મને કંઈ થાય તો આસવે દૂન જવાનુ નથી. મને અગ્નિદાહ પણ આસવ જ આ૫શે... ચોખ્ખી વિરાટની બાદબાકી. ત્યારે તો ત્રિપુટીએ મન મનાવ્યું કે હશે, વિલ ફરી પણ ક્યાં નથી બદલાવી શકાતુ. ધીરેન્દ્ર ઘરે આવે એટલી વાર, તેમને શીશામાં ઉતારતા વાર નહીં લાગે... પણ હાય રે, ધીરેન્દ્ર ઘરે આવ્યા જ નહીં. છઠ્ઠા દહાડે તિબયતે ઊથલો મારતા તેમના પ્રાણ ગયા અને વિલમાં શું હશે એ પ્રfન આજે ૯-૯ મહિનાથી માથે નાગી તલવારની જેમ લટકે છે. છોગામાં પિતાના આજ્ઞાંકિત પુત્ર જેવો આસવ મુંબઈ શિફ્ટ થઈ ગયો, બિઝનેસ સભાળવા લાગ્યો.

સદાનદ-મનોરમા માટે એ અસહ્ય હતુ.

‘તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આસવ, ઘરની મોભી હજી હું છું અને વેપાર ચલાવતા મામાને આવડે છે.’

અગાઉ કંકાસથી દૂર રહેનારો, આવું સાભળી સરકી જનારો આસવ ધીટની જેમ સ્મિત ફરકાવી કહેતો, ‘કોણે શું સભાળવાનુ છે એ તો વિલ ખૂલશે એટલે આપોઆપ ખબર પડી જશે.’

એ એટલો આત્મવિશ્વાસભેર કહેતો કે મા-મામા ફફડી ઊઠતા. ધીરેન્દ્રએ સાચે જ જાયદાદ આસવના નામે કરી હશે તો?

‘મને પિતાનો ખપ હતો, તેમના વારસનો નહીં. મારે તો બધું વિરાટને જ સોપવું છે, પણ પહેલાં તે એને લાયક તો બને.’

આસવની સચ્ચાઈ મા-મામાના કપટી હૃદયને સ્પર્શતી નહીં, ‘આ તો બોલવાનુ. એમ કાંઈ કોઈ કરોડોનો દલ્લો દેતુ હશે અરે, એ બહાને છોકરો અમને સભળાવે છે કે વિરાટ નાલાયક છે.

આસવને કેમ પહોંચી વળવું એ સૂઝતુ નથી ત્યાં વિરાટે ફરી કોઈ કારસ્તાન કર્યું લાગે છે! મનોરમા અકળાયાં.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK