કથા-સપ્તાહ - જીવનધારા (નામ-બદનામ - ૪)

Published: 28th September, 2012 06:09 IST

‘ઇટ વૉઝ ધ મોસ્ટ શૉકિંગ મોમેન્ટ ફૉર મી.’ લંડનની કથા દોહરાવતી નીમાએ હથેળીમાં મોં છુપાવ્યું.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |‘હું માની નહોતી શકી, કેમ કે મેં ડ્રગ લીધું નહોતું, ઇનફૅક્ટ બીજી કોઈ દવા કે મેડિકલ ટ્રીટમેન્ટ મેં લીધી નહોતી.’

આત્મને સહાનુભૂતિ દાખવી. લંડનવાળા બનાવથી માત્ર તે જ નહીં, આખો દેશ વાકેફ હતો. તપાસકમિટી સમક્ષ નીમા રડી, કરગરી, ઝઘડી હતી. રીટેસ્ટિંગનો ટીમ ઇન્ડિયાના ઇન્ચાર્જ બક્ષીનો દાવો કબૂલ રખાયો, પણ

પરિણામ એનું એ જ આવતાં નીમાને દોષી જાહેર કરાઈ. નીમાની દોડ-સિદ્ધિથી દંગ બનેલા પશ્ચિમના મિડિયાએ આ ટ્વિસ્ટને વટાવી ઇન્ડિયન્સને કાળાં કામ કરનારા ચીતર્યા એમ અહીં નીમાના માથે માછલાં ધોવાયાં,

માન-અકરામ પાછાં લેવાની માગ થઈ.

‘ઇટ વૉઝ ઑલ ફિનિશ્ડ,’ નીમાએ નિ:શ્વાસ નાખ્યો, ‘આ બધું કેમ બન્યું એ આજે પંદર દિવસેય મને સમજાતું નથી. ફાઇનલના દિવસે સવારે ઊઠી મિનરલ વૉટર સિવાય મેં કશું ખાધું-પીધું નહોતું. અરે, સ્પર્ધા પહેલાંની

ડ્રગ-ટેસ્ટ નેગેટિવ આવી ને પછી એ પૉઝિટિવ જણાઈ એનો ખુલાસો એવો અપાયો કે મેં લીધેલા ડ્રગની મેટાબોલિક સિસ્ટમ જ એવી હતી કે લોહીમાં ભળતાં એને અમુક કલાક થાય...’

ગણતરી મૂકતાં એવો તાળો મળે કે નીમાએ ડિનર ટાઇમે ડ્રગ લીધું હોય... આ તારણ નીકળતાં આકાશે પ્રાઇવેટ ક્લિનિકમાં પોતાની ડ્રગ-ચકાસણી કરાવી, જે નેગેટિવ આવી.

‘આઇ અન્ડરસ્ટૅન્ડ, નીમા, તમારી જાણ બહાર તમને ડ્રગ અપાયાનું કાવતરું થયું, અને એ માત્ર તમને અપાયું, આકાશને નહીં.’ આત્મને હળવેથી પૂછયું, ‘બિંદી?’

‘ડોન્ટ નો!’ નીમાનો સ્વર સહેજ ધ્રૂજ્યો, ‘બિંદી લંડન આવી નહોતી. જોકે પ્યાદું મોકલી પોતાની ચાલ રમવા જેટલી શાતિર તો તે ખરી જ.’

પ્યાદું શબ્દ આત્મનના ચિત્તમાં રમવા માંડ્યો.

‘આત્મન...’ પાછલા ચાર-પાંચ કલાકની ચર્ચામાં આત્મીયતા બંધાઈ હોય એમ નીમા ઇન્સ્પેક્ટર કહેવાની ફૉર્માલિટી ત્યજી તેને નામથી સંબોધતી થઈ, ‘માત્ર અનુમાનના તાંતણે મારે કોઈના પર દોષારોપણ નથી કરવું...

લંડનમાં, લંડનથી પરત થયા પછી મેં ઘણું સહ્યું છે, જાણીતા-અજાણ્યા ચહેરાઓમાં મારા માટે ધિક્કાર પ્રવર્તતો જોયો છે... બિંદીએ સોસાયટીમાં બધાની વચ્ચે સંભળાવ્યું : ‘બીજિંગનો મેડલ પણ તું ડ્રગ લઈને જ જીતી હોઈશ!

આ બધી પ્રતિક્રિયાઓ એટલી જલદ હતી, આત્મન કે હું ઘરની બહાર નીકળતાં ડરવા માંડી, છાપાં-ટીવી બંધ કર્યા,

જાણે મારે જગતથી અલિપ્ત થઈ જવું હતું. રાહતરૂપ વાત એ જ હતી કે આકાશ મારી પડખે હતો, તેને મારામાં વિશ્વાસ હતો...’

હળવો નિ:શ્વાસ નાખતી નીમાએ જોયું તો દીવાલ-ઘડિયાળ મળસકે પોણાપાંચનો સમય સૂચવતી હતી. દિવસ બદલાઈ ચૂક્યો હતો.

‘ત્યાં ગઈ કાલની ઘટનાએ વળી ભૂકંપ સજ્ર્યો.’

લંડનની બદનામીને હજી માંડ પંદરેક દિવસ થયા હતા એવામાં ગઈ કાલની વહેલી સવારે ગ્રાન્ટ રોડના પીસીઓ પરથી પુરુષ અવાજમાં પોલીસ-સ્ટેશને નનામો ફોન આવ્યો કે નીમાને ડ્રગની લત છે, તેના ઘરે પ્રતિબંધિત

ડ્રગનો જથ્થો છે... આ બાતમીના આધારે રેઇડ પડી, નીમા ડઘાઈ, આકાશે વિરોધ દર્શાવ્યો, પણ તપાસટીમે પૂજાખંડમાંથી સ્ટેરૉઇડ-હેરોઇનનાં પૅકેટ્સ ઝડપતાં જીભ ઝલાઈ ગઈ : તેં મને અંધારામાં રાખ્યો, નીમા? મારાથી

સચ છુપાવ્યું!’ મહિલા અધિકારીની હાજરીમાં નીમાની ધરપકડ કરાઈ ત્યારે હથેળીમાં મોં છુપાવી આકાશ છાનું રડતો હતો...

નીમાની ડ્રગ-ટેસ્ટ આ વખતે પણ પૉઝિટિવ હતી.

‘મને એનું દુ:ખ નથી, આત્મન... આટલા દિવસોમાં આકાશ મને જોવાય ન ફરક્યો, મારે મન એ ચિંતાનો વિષય છે. નામ-પ્રતિષ્ઠા બધું ગુમાવી ચૂકેલી હું આકાશથી દૂર જવું સહી નહીં શકું!’ ભીની આંખે નીમા બોલી.

નીમાએ હાથ જોડ્યા, ‘મારા બયાનમાં તમને વિશ્વાસ પડ્યો હોય, આત્મન, તો એક અરજ કરું છું, મને નિર્દોષ સાબિત કરી મારી ગૃહસ્થી બચાવી લો!’

‘આઇ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ પ્રૂવ યુ નૉટ ગિલ્ટી.’ રણકાભેર કહી આત્મને આગળ ઉચ્ચાર્યું : ‘જોકે એનાથી તમારી ગૃહસ્થી બચશે કે કેમ એ શંકાનો સવાલ છે, કેમ કે મારા સસ્પેક્ટ લિસ્ટમાં પહેલું નામ તમારા પતિનું છે!

રવિવારની સવારથી જ આત્મને ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું.

€ € €

બિંદી નીમા પ્રત્યે વેરભાવ રાખનારી તે એક જ છે, અને નીમાને નીચી પાડવા ગમે એ હદ સુધી જવાની કુટિલતા તેનામાં છે. ઑલિમ્પિકમાં નીમા ફાઇનલમાં પ્રવેશે તો તેનો જબ્બર ફિયાસ્કો કરવાનો તેનો પ્લાન છે. લંડનમાં તે

પોતે નીમા સુધી પહોંચી શકે એમ નથી, એટલે તે પોતાના માણસ - પ્યાદું - ત્યાં ગોઠવી દે છે. એવો માણસ, જે નીમાની સતત નિકટ રહેતો હોય, જે નીમાને ગંધ આવ્યા વિના તેને ડ્રગ આપી શકતો હોય...

- તો પછી તે આકાશ જ કેમ ન હોય!

પોલીસે ક્યારેક ધારણા બાંધી નતીજા પર પહોંચવાનું હોય છે. આત્મન સમજતો  હતો કે નીમા કદી આ તર્કમાં સંમત થવાની નહીં, પરંતુ સ્થિતિ-સંજોગો જોતાં આકાશને શકના દાયકાથી બહાર પણ ન રખાય, જો નીમા

શત-પ્રતિશત સાચું બોલતી હોય!

ગ્રાન્ટ રોડથી ફોન કરનાર પુરુષ હતો, નીમાની જાણ બહાર તેને ડ્રગ આપવું કે ઘરમાં ડ્રગ છુપાડવું આકાશ જેટલું ઇઝી કોઈના માટે ન હોય... શા માટે તેણે લંડનમાં પોતાની ટેસ્ટની તકેદારી દાખવી - પોતાની તરફેણના

પુરાવા રાખવા જને! બિંદી શૂઝનું પેમેન્ટ કરવા જાય ત્યારે આકાશ ત્યાં હોય એવું કેમ બને? અંહ, મામલો ધારણા કરતાં ઊંડો છે.

તત્કાળ પૂરતું આત્મને સ્વીકાર્યું હતું કે નીમા સત્ય બોલી છે, ડાઉટ આકાશમાં છે! તેને જો બિંદીએ પ્લેસ કર્યો હોય તો બન્ને એકમેકના સંપર્કમાં હોવાનાં જ.

‘ચાવલા...’ આત્મને સહાયકને આદેશ આપ્યો, ‘બિંદી-આકાશના મોબાઇલ રેકૉર્ડ મેળવો.’

સાહેબ પણ ખરા છે! દેશમુખસાહેબનો કેસ પોતાના હસ્તક લેવાની શી જરૂર હતી! બબડતા ચાવલાને એટલી ખાતરી હતી કે ઍક્શનમાં આવેલા જાડેજાસાહેબ તેમની આદત પ્રમાણે બે-ચાર દા’ડામાં અસલી ગુનેગાર ઝડપી

કેસનો વીંટો વાળી દેવાના!

€ € €

નીમાના જામીન નામંજૂર થયા. કોર્ટમાં આકાશને ન ભાળી નીમા રડી પડી.

એ જ વખતે ચાવલાએ આત્મનના હાથમાં કવર થમાવ્યું, ‘સર, મોબાઇલ રેકૉર્ડ’.

€ € €

આકાશની પ્રfનોતરી માટે ઇન્સ્પેક્ટર આત્મન જાડેજા ચાવલા સાથે નીમાના ઘરે આવ્યા હતા. ઘરનોકર તરીકે કામ કરતો ગોવિંદ નીમાનો વિશ્વાસુ છે, એટલું જ નહીં, અમારી તપાસ પણ તેને નેક આદમી પુરવાર કરે છે...

પાછલા ત્રણ દિવસમાં આત્મન લંડન ગયેલી ટીમ ઇન્ડિયાના વિવિધ સભ્યોને, નીમાના કોચ, ડાયેટિશ્યન - સૌને મળી ચૂક્યો હતો. ના, પતિ-પત્નીમાં પ્રેમ હોવા વિશે કોઈને શક નહોતો, એમ નીમા બાબત અવઢવ હતી :

છોકરી ડ્રગ લે એવી લાગતી તો નહોતી, પણ માણસ મોં પરથી થોડો ઓળખાય છે!

કૉલેજેના પ્રિન્સિપાલ બગડેલા : બેઈમાન છોકરીએ અમારી કૉલેજનું નામ બોળ્યું... અત્યારે આકાશે પણ કંઈક એવો જ બળાપો કાઢ્યો - નીમાથી મારા પ્રેમની કદર ન થઈ, તેણે મને ડ્રગની આદત બાબત અંધારામાં રાખ્યો!

‘એવું હોય તો તમે નીમાનું ઘર ત્યજી કેમ નથી દેતા?’ પૂછી આત્મને ગણગણાટ કર્યો, ‘મેરે સામને વાલે ખિડકી મેં...’

સામે તો બિંદી રહે છે. ક્યાંક આ ઇન્સ્પેક્ટર...

આકાશનાં ભવાં તંગ થયાં, છાતીમાં થડકારો બોલ્યો.

ત્યાં આત્મન બીજું પત્તું ઊતર્યો, ‘તમે દગડુની ચાલ, ચીનાની લારી, માઇકલનો અડ્ડો - આ બધાં ઠેકાણાં વિશે જાણો છો?’ તેની આંખોએ આકાશને જકડી રાખ્યો, ‘અરે હા, સત્તુભાઈ પાનવાળો પણ ખરો!’

આકાશના કપાળે પસીનો ફૂટ્યો.

‘આ બધા મુંબઈના સંભવિત ડ્રગ-સપ્લાયર્સ છે, જોકે તેમની સાથે તમને શી લેવાદેવા! નીમા કદાચ જાણતી હશે, ડ્રગની આદત તો તેને હતીને!’

‘એ તમે નીમાને પૂછી લો.’ આકાશને ઇન્સ્પેક્ટર જોખમરૂપ લાગવા માંડ્યો, ‘ગુનેગાર તે છે ને ઊલટતપાસ તમે મારી કરો છો!’

‘યુ આર રાઇટ. ઊલટતપાસ નીમાની થવી જોઈએ, એ પણ તમારી હાજરીમાં.’ આત્મન માટે કેસ સ્પષ્ટ હતો. આકાશને સાથે આવવાનો આદેશ આપી તેણે ચાવલાને ઇશારો કર્યો, તું બિંદીને લઈને થાણે પહોંચ! આ કેસ

ઉકેલાઈ જવાનો, એ પણ જૂતાથી.

€ € €

‘આત્મન, મને કંઈ સમજાતું નથી.’ નીમા અકળાઈ.

તપાસખંડમાં નીમા-આત્મન ઉપરાંત સામી ખુરસી પર આકાશ-બિંદી હતાં, પાંચમો ચાવલા જાણતો હતો કે બાજુના રૂમમાં અહીંની વાતો ટેપ થઈ રહી છે.

‘હમણાં સમજાઈ જશે, નીમા...’ આત્મન બિંદી તરફ ફર્યો, ‘તમને ફૂટવેઅરનો શોખ ખરોને, બિંદી?’

‘ફૂટવેઅર?’ બિંદીએ ઉપાલંભ દર્શાવ્યો કે પૂછી-પૂછીને જૂતા-ચંપલ વિશે પૂછ્યું! તેણે ગરદન ટટ્ટાર કરી, ‘યસ મારી પાસે પંચોતેર ઉપરાંત જોડી છે ફૂટવેઅર્સની.’

‘આ દરેક જોડી તમે જાતે ખરીદી હશે, ઍન્ડ અફર્કોસ, પગમાં નાખી, ચાર ડગલાં ચાલવાની ટ્રાયલ લઈને પાસ કરી હશે, ધ વે વી યુઝવલી ડુ ઇટ.’

‘અફર્કોસ,’ બિંદીએ હકાર ભણતાં આત્મનની આંખોમાં ચમક ઊપસી, ‘તો-તો તમે નીમાના શૂઝ સાથે બદલી નાખેલા શૂઝ પણ ટેસ્ટ કરીને જ ખરીદ્યા હશે.’

શૂઝના આ કનેક્શને બિંદીને ગૂંચવી. આકાશ ઉશ્કેરાયો, ‘ઇન્સ્પેક્ટર, નીમાના કેસને બિંદીના એ ફેલ થયેલા કાવતરા સાથે કોઈ લેવાદેવા નથી’

‘આકાશ?’ નીમા બોલી પડી, ‘તમે બિંદીને આટલો સપોર્ટ શું કામ કરો છો? લેટ હર સ્પીક.’

આકાશે હોઠ કરડ્યો. બિંદીએ વિચારી લીધું, ‘ઇન્સ્પેક્ટર, મારી એ ચાલ હું સ્વીકારું છું...’

‘બિંદી, મારે એ સ્વીકારની જરૂર નથી. સીધીસાદી, ગુજરાતી ભાષામાં પૂછું છું...’ આત્મનનો ટોન સામાને ઇરિટેટ કરવાવે હતો, જે કામ કરી ગયો. નાખોરાં ફુલાવતી બિંદી બોલી ગઈ, ‘હા, નીમાના શૂઝ પણ મેં ટ્રાયલ કરીને

ખરીદેલા, હવે કંઈ!’

‘તો મને કહેવા દો, આ રીતે નીમા માટે સેમ ટુ સેમ શૂઝ ખરીદવા તમારા માટે શક્ય જ નહોતા, મિસ બિંદી!’

આત્મન હુકમનું પાનું ઊતર્યો, ‘કેમ કે તમારા અને નીમાના પગની સાઇઝ અલગ છે!’

(ત્યારે ચાવલાને બત્તી થઈ કે સાહેબે બિંદીના ચંપલનું માપ કાઢવા કેમ કહેલું!)

બિંદી ફિક્કી પડી.

‘ઇન અધર વર્ડ્ઝ, એ શૂઝ તમે નહોતા ખરીદ્યા... અને એટલે જ, એનું પેમેન્ટ તમારે રૂબરૂ જઈ કરવાની જરૂરે નહોતી. અને તમે પેમેન્ટ ક્લિયર કરવા ગયાં જ ન હો તો આકાશની નજરે ચડવાનો સવાલ જ નથી! ધ સીક્રેટ

ઇઝ ઓપન.’

બિંદી-આકાશની નજર મળી, છૂટી પડી. કંઈ કહેવાનું સૂઝે એ પહેલાં નીમાએ કહ્યું,

‘હું હજીયે ન સમજી, આત્મન, આકાશે બિંદીને જોઈ...’

‘એ આખી વાર્તા ઉપજાવેલી હતી, નીમા...’ આકાશને તમારી જિંદગીમાં પર્મનન્ટ કરવાનો બિંદીનો એ માસ્ટરસ્ટ્રોક હતો...’

અને નીમાની સમજબારી ખૂલી : આકાશ બિંદીનું પ્યાદું હતો!

€ € €

આત્મનના રાઠોડી પંજાની બે-ચાર ધોલધપાટ પછી આકાશ-બિંદીનું મોં ખૂલી ગયું. ‘ઑલિમ્પિકમાં મેડલ જીતી મારી લગોલગ આવી ગયેલી નીમાને મારે વિશ્વખેલમાં જ પછાડવી હતી, તેની પ્રતિષ્ઠા ધૂળધાણી કરવી હતી...

બસ, એમાંથી આકાશને પ્લેસ કરવાનું સૂઝ્યું.’

€ € €

આકાશના પિતા બિંદીના ફાધરની ફર્મમાં જૉબ કરતા. અનાથ આકાશને મહત્વાકાંક્ષી જુવાન તરીકે બિંદી જાણતી, નીમાની બરબાદીનો પ્લાન સાંભળી આકાશે પૂછ્યું હતું - બદલામાં મને શું મળશે?

જવાબમાં બિંદીએ કહ્યું હતું - કનકરાયના જમાઈ બનવાનું સન્માન અને મારી આ કોરી કાયા!

પછી તો બધું ધાર્યા મુજબ બનતું રહ્યું. આકાશે કૉલેજ જૉઇન કરી, નીમા સાથે નિકટતા સાધી. શૂઝમાં કાચવાળો ખેલ રચી નીમાનો વિશ્વાસ જીત્યો અને બિંદીના મહેણાએ નીમાને લગ્ન માટે પ્રેરી, નીમા સાથે લંડન જવાનો

આકાશનો માર્ગ તો જ મોકળો બન્યો. ડિનરમાં તેણે જ ડ્રગ ભેળવ્યું હતું, ને સત્તુ પાનવાળા પાસે ડ્રગ ખરીદી ઘરમાં છુપાવનાર પણ તે જ! લંડન ઑલિમ્પિકમાં ગિલ્ટી પુરવાર થઈ ચૂકેલી નીમાને આકાશ ત્યારે પણ તરછોડી

શકત, પણ બિંદીએ તો તેને હોમપીચ પર પણ બદનામ કરવી હતી! જોકે અહીંનો ઇન્સ્પેક્ટર નિર્દોષ ધારશે એવું આકાશ-બિંદીએ ધાર્યું નહોતું, પણ કહે છેને, ક્રાઇમ નેવર પેઝ!

નીમા ઊભી થઈ. આકાશને સણસણતો તમાચો વીંઝી દીધો. એની ગુંજ ક્યાંય સુધી પડઘાયા કરી.

€ € €

છ મહિનાની ટ્રાયલ પછી ન્યાયાધીશે આકાશ-બિંદીને ઘટતી સજા ફરમાવી, મોબાઇલનો રેકૉર્ડ, ગિરફતાર થયેલા ડ્રગ-ડીલર સત્તુની જુબાનીએ આકાશ-બિંદીનો ગુનો પુરવાર કરી દીધો. કોર્ટે નીમાને આરોપમુક્ત જાહેર કરી.

લોકમત ફરી નીમાની પડખે હતો, તેની પ્રતિષ્ઠા પુન: સ્થાપિત થઈ હતી, તેના પરનો બૅન પણ સ્ર્પોટ ઑથેરિટીએ હટાવ્યો... તોય નીમા ક્યારેક ઉદાસ બની જતી. આકાશ પર મેં આંધળો વિશ્વાસ મૂક્યો. કદી મેં તેનો

મોબાઇલ પણ ચેક કર્યો હોત તો બિંદીનું સાથેનું કનેક્શન પકડી શકાત. ભાવિ પતિને પ્યાદું બનાવવાની બિંદીની કેવા માનસિકતા!

‘તારી ઉદાસી દૂર કરવાનો એક રસ્તો છે, મારી પાસે!’ આટલા સમયમાં આત્મન તેને પ્રેમભર્યો તુંકારો કરતો થઈ ગયેલો - પણ હું તેની લાગણીને લાયક ગણાઉં ખરી? નીમાની ઉદાસી ઘેરી બની.

‘કમ વિથ મી!’ આત્મન તેને ઘરમાંથી ખેંચી ગયો. ગ્રાન્ટ રોડનું ઘર બદલવાની નીમાને જરૂર ન રહી.

દીકરીએ મોં કાળું કરતાં ભાનુબહેન વતનભેગાં થઈ ગયેલાં.

‘ક્યાં લઈ જાવો છો, આત્મન?’

‘તારું-મારું અધૂરું સ્વપ્ન પૂરું કરવા...’ આત્મન મુસ્કુરાયો, ‘મેં લતાજીની અપૉઇન્ટમેન્ટ લીધી છે. વી આર મીટિંગ હર!’

ઓહ! પોતાના સમણાની કાળજી રાખનાર કોઈ છે એ ખ્યાલે નીમામાં ટકી જવાનો વિશ્વાસ પ્રેર્યો. પોતે પછાત વર્ગની છે, ત્યકતા છે એ દલીલો આત્મનને સ્પર્શતી નહોતી. સાચો સાથી તે હવે પામશે, ફરી સંસાર સજશે, ફરી

પાછી તે ટ્રૅક પર દોડતી થશે... મારી હવે પછીની જીવનધારામાં ક્યારેય સુખની અછત નહીં વર્તાય!

નીમાના આશાવાદમાં આત્મનનો સંકલ્પ સામેલ હતો અને બન્નેને માવતરના આશિષ હતા એ ઉમેરવાની જરૂરી ખરી?

(સમાપ્ત)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK