Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કથા સપ્તાહઃ ઘટના - ( અમીર-ગરીબ પ્રકરણ – 4)

કથા સપ્તાહઃ ઘટના - ( અમીર-ગરીબ પ્રકરણ – 4)

27 December, 2018 03:41 PM IST |
Sameet Purvesh Shroff

કથા સપ્તાહઃ ઘટના - ( અમીર-ગરીબ પ્રકરણ – 4)

લઘુકથા

લઘુકથા


‘રાત થાય તોય વાંધો નથી.’ છણકાભેર બોલીને લજ્જાએ ફોન કાપ્યો. રેડિયોનો વૉલ્યુમ ફરી વધારીને અથર્વએ ભોંઠપ છુપાવી.

ત્રણેક અઠવાડિયાં અગાઉ ફ્લૅટ જોવા આવેલાં સુસ્મિતા-અશ્વમેધ સાથે જે બન્યું એથી લજ્જાએ ભાખેલું એમ ઘર જોવા આવનારા ગ્રાહકો ઓછા થતા ગયા. પંદર દહાડામાં ઘર ન વેચાયું તો બૅન્ક જપ્ત કરશે... લજ્જાને તો એમાંય મોકો મળી જાય છે : તમારું નસીબ જ વાંકું છે!

અથર્વએ નિસાસો નાખ્યો : ખરેખર, જાણે તકદીરમાં શું લખ્યું છે!

મોત.

અથર્વનો ફોન કટ કરતી લજ્જાએ ઉત્તેજના માંડ વશમાં રાખી. અથવર્નેં મારવાનું કામ ભાડૂતી આદમીને સોંપવા ધાર્યું, પણ તેની કડી મળતાં નવ નેજાં પાણી ઊતર્યાં હતાં. ખરેખર તો બાજુની વિન્ગમાં રહેતા આધેડ વયના ક્રાઇમ રિપોર્ટર જગદીશબાબુ સાથે આવતાં-જતાં મુંબઈમાં વધતા ક્રાઇમરેટની ચર્ચા છેડવામાં અંધારી આલમનો અણસાર મળતો ગયો. વિવિધ પડાવ વીંધતાં છેવટે કામનો માણસ મળ્યો ને જુઓ, તેણે શિકાર ફસાવી પણ લીધો! પોતે જેને ‘કામ’ સોંપ્યું છે તેનો સવારનો સંદેશો પડઘાયો : આજે તમારા પતિ તમને ફોર્ટ જતા હોવાનો ફોન કરે તો માની લેજો કે તમારા પતિ સાથેનો એ આખરી વાર્તાલાપ છે!

ફાઇનલી ધ મોમેન્ટ હૅઝ કમ. માય ગૉડ, કારમાં ફોર્ટ લઈ જનારો વાસ્તવમાં કૉન્ટ્રૅક્ટ કિલર હોવાનો ભેદ ખૂલશે ત્યારે અથર્વને કેવું લાગશે! મૃત્યુને સામે ભાળીને અવાચક થઈ જશે? રડશે, કરગરશે... પણ પ્રોફેશનલ કિલર દયા-માયા નહીં રાખે. છૂરીના ઘા અને...

ખચખચાક ખચ. અથર્વના શરીર પર થતા ઘાના કાલ્પનિક દૃશ્યે થથરી ગઈ લજ્જા.

- નહીં, મારે નર્વસ થવાનું નથી. ખરું કામ તો હવે શરૂ થશે. અથર્વના ગુમ થવાની ફરિયાદ, પોલીસતપાસ, તેની ડેડ-બૉડીનું મળવું, મર્ડરનો ચાર્જ, ખૂનીનો કોઈ અતોપતો નહીં, છેવટે ફાઇલ બંધ અને... ત્યારે હું છુટ્ટી! દેવાળિયા માણસના દુશ્મન ઘણા હોય, કોઈ લેણદારે જ ચુકવણી ન કરતાં અથર્વને પતાવી નાખવાની થિયરી પર જ પોલીસ આવવાની. મારા સુધી તેમની શંકા દોડે એવું ક્યાં છે?

અથર્વનો ગમ કેવળ દેખાડા પૂરતો રાખવાનો છે. અર્થવના જતાં મને જે મળવાનું એનું મહત્વ છે. આર્થિક સ્થિરતા. પૂરા પચાસ કરોડની! મારે ફરી નોકર-ચાકરનું સુખ હશે, એશઆરામ હશે...

હાશ. લજ્જાને રાહત વર્તાઈ.

‘ડાર્લિંગ, વાઘ પાંજરે પુરાયો.’

મંગળની એ જ રાત્રે સુસ્મિતાના ફ્લૅટમાં દાખલ થઈને અશ્વમેધે

ખબર આપ્યા.

ધર્મિષ્ઠાએ માંડવા ધારેલા તમાશામાં સાથ દઈને અથર્વએ પોતાનો વર્તમાન ચોપટ કરીને ભાવિ રૂંધી નાખ્યાનું માનતી સુસ્મિતાના કાળજે અથર્વના મોતથી જ ટાઢક પ્રસરે એમ હતું. આટલું કરી પોતે સુસ્મિતાને તેનું ગમતું દઈને પોતાનું ગમતું મેળવી લેવાનું હતું : આડા સંબંધમાંથી હંમેશ માટે મુક્તિ! સુસ્મિતા પછીયે ન જ માને તો નાછૂટકે કહેવું પડશે કે એવું જ હોય તો જે રસ્તે અથર્વ ગયો એ રસ્તે તનેય મોકલાવી શકું એમ છું... કૉન્ટ્રૅક્ટ કિલિંગની અર્ધસ્પષ્ટ ધમકી ધાર્યું ફળ આપ્યા વિના ન રહે. ટચ વુડ!

‘અશ્વમેધ, આર યુ શ્યૉર?’ સુસ્મિતાના પ્રfને વિચારમેળો સમેટીને સાવધ થઈ જવું પડ્યું તેણે, ‘અથર્વનો અંજામ ખાનગી જ રહેશેને?’

પ્રશ્ન મુદ્દાનો હતો. લાશ મળે તો તપાસનો મુદ્દો ઊભો થાય. હત્યા કોણે-કેમ કરીના સવાલો ઊઠે. એના કરતાં ડેડ-બૉડી મળે જ નહીં એ રીતે અથર્વનો નિકાલ કરવાની ડીલ થઈ છે.

‘ડોન્ટ વરી સર. શિકારનો આ રીતે નિકાલ કરવામાં મારી માસ્ટરી છે!’

આદિલે કહેલું. જોકે આદિલ પણ તેનું સાચું નામ નહીં હોય...

વેલ, સુસ્મિતાએ ભલે કહ્યું કે મુંબઈમાં કૉન્ટ્રૅક્ટ કિલરની અછત નથી, પણ પ્રોફેશનલ કિલરનો પત્તો મેળવવો દુષ્કર છે.

અને અશ્વમેધના ચિત્તમાં ઝબકી હતી નવ્યા ગુલાંટી!

એક સમયની સ્ટ્રગલિંગ ઍક્ટ્રેસ ભાઈંદરના ભાઉસાહેબની રખાત બનીને ઠાઠથી જીવે છે. બેનંબરી ધંધામાં માહેર ભાઉની એવી ધાક છે કે તેની એક ચીમકીએ નવ્યાને સિરિયલમાં ધાર્યું કામ મળી જાય છે! એ નવ્યા સાથે મારા ફ્રેન્ડ્લી રિલેશન રહ્યા છે... તે ભાઉના ચક્કરમાં હતી એટલે અમે સાથે સૂતાં નહોતાં, પણ આજેય ક્યાંક મળીએ તો કેમ છોનો વહેવાર ખરો. તેને સીધું તો ન પુછાય, પણ દિશાસૂચનરૂ૫ે બાંદરાના પબનું ઠેકાણું મળ્યું. ત્યાંથી વાયા-વાયા થઈને આદિલ સુધી પહોંચવું અભિમન્યુના સાત કોઠા વીંધવા જેવું રહ્યું. બટ વૉટ ઇઝ ઇમ્ર્પોટન્ટ ઇઝ, કામ થઈ શક્યું... સુસ્મિતાને ફ્લૅટ દેવા અલગ રાખેલી મૂડીમાંથી પચાસ લાખનું નજરાણું ધરીને ડીલ પાકી કરી છે... ફેસબુક પરથી લીધેલા અથર્વના ફોટો સહિતની વિગતો આપી છે. ૨૯-૩૦નો સોહામણો જુવાન કિલર હશે એવું મનાય નહીં.

‘મારો ચાર્મ મારી શ્લ્ભ્ છે. શિકાર સહેલાઈથી ફસાઈ જશે.’ તેનો આત્મવિfવાસ ગજબનો હતો. હત્યા પાછળના કાર્યકારણની તેને નિસબત નહોતી. માણસ ફુલ પેમેન્ટ લઈને ફરી બેસે યા પાછળથી બ્લૅકમેઇલર તરીકે પેધો પડે એ તમામ જોખમો છતાં છેવટે તો તેના પર બ્લાઇન્ડ ફેથ મૂક્યા વિના આવા કેસમાં છૂટકો નથી હોતો.

આખી ઘટનામાં સુસ્મિતા ક્યાંય નહોતી, નૅચરલી. તેનો રોષ અથર્વ પર ફંટાયો એ એક રીતે સારું થયું. તેણે ધર્મિષ્ઠાને નિશાન બનાવી હોત, તેની સોપારી આપવા કહ્યું હોત તો મામલો ગૂંચવાઈ જાત! મારાથી એ બનત નહીં, ધૂંધવાયેલી સુસ્મિતા ન જાણે શું કરી પાડત... હવે આ વિચારોનો મતલબ નથી. આજે અથવર્નોહ અંજામ આવી જવાનો ત્યારે મારે હવે સુસ્મિતાથી છૂટવાની ધરી રચતા જવી જોઈએ.

‘અર્થવની લાશ નહીં મળે સુસ્મિતા, પણ થોડો સમય આપણે સાવધ રહેવું પડશે. થોડા સમય માટે તું કલકત્તા જતી રહે તો?’ અશ્વમેધે મોણ નાખ્યું, ‘અથર્વ ગાયબ થતાં તેની બૈરી ચૂપ નહીં બેસે. પોલીસમાં જશે, CIDની મદદ માગશે.’

પોલીસ. CID. સુસ્મિતાના બદનમાંથી લખલખું પસાર થઈ ગયું. અથવર્નેબ પાઠ ભણાવવાના મૂડમાં આ પાસું તો કદી ધ્યાન પર જ નહોતું આવ્યું!

‘તું શહેરથી દૂર હશે તો તપાસના ખબર મીડિયામાંથી જાણીને છટકવા જેવું લાગે તો વિદેશ પણ છટકી શકે... તારા અકાઉન્ટમાં ફ્લૅટવાળા રૂપિયા ટ્રાન્સફર કરાવી દઉં છું..’ અશ્વમેધને ખાતરી હતી કે અથવર્નીા લાશ જ નહીં મળે પછી પોલીસ શું તપાસ કરવાની? સુસ્મિતાને મેં કહ્યું નથી, પણ અથર્વના માથે દેવું છે એટલે તો તે ફ્લૅટ વેચવાનો હતો. દેવાળિયો માણસ લેણદારોને રોતા મૂકીને ગાયબ થઈ ગયો એ જ દિશામાં તપાસ ચાલવાની. કશું મળશે નહીં એટલે ફાઇલ અભરાઈએ! તપાસના ડરે સુસ્મિતાથી પીછો છૂટે એ જ ઇચ્છનીય!

‘આઇ થિન્ક, યુ આર રાઇટ...’ સુસ્મિતાના દિમાગમાં ફટાફટ ગણતરી ચાલી : આખા મામલામાં હું તો નેપથ્યમાં જ રહી છું. તપાસમાં બહુ-બહુ તો કિલરને મળનારો અશ્વમેધ સપડાય. એનો રેલો મારા સુધી ન આવે એ માટે પણ અશ્વમેધથી દૂર થવામાં મજા છે! યા.

પોતપોતાના સ્વાર્થે બેઉ ભીતરથી હરખાતાં હતાં, પણ ક્રાઇમ નેવર

પેઝનું સૂત્ર દરેક ગુનેગારે ગુના પહેલાં સાંભરવું ઘટે!

€ € €

‘સમસ્યા એક જ છે.’ આદિલ મીઠડું મલક્યો, ‘તારી પત્નીને તારી લાશ જોઈએ છે; જ્યારે બીજી પાર્ટી - અશ્વમેધની ડિમાન્ડ છે કે તારી ડેડ-બૉડી શું, નામોનિશાન મળવું ન જોઈએ’

અથર્વએ હળવો નિ:fવાસ નાખ્યો.

બપોરે ફોર્ટ જવા જેની કારમાં બેઠો તે તો મારા જીવનો દુશ્મન નીકળ્યો! અમારી સવારી અડધે પહોંચી હશે ત્યારે તેણે ડેસ્ક-ર્બોડ પર પડેલું કોલ્ડ-ડ્રિન્ક ઑફર કર્યું. એના ચાર ઘૂંટ પીતાં આંખો ઘેરાવા લાગી... હજી થોડી વાર પહેલાં હોશ આવ્યા ત્યારે આભમાં કાળું ડિબાંગ અંધારું દેખાયું. ઍમેઝૉનના જંગલમાં આવી ગયા હોઈએ એવી ગાઢ વનરાજીમાં પ્રવર્તતો સૂનકારો બિહામણો લાગ્યો. કારને બદલે હું આ ખુલ્લામાં ક્યાંથી? ઝટકાભેર બેઠા થઈ જવાયું.

‘ધીરે બિરાદર...’ પીઠ પાછળના અવાજે થથરી જવાયું. જોયું તો કારમાં લિફ્ટ આપીને પોતાને આદિલ તરીકે ઓળખાવનાર જુવાન!

ઠંડી હવાના સૂસવાટા વચ્ચે તેણે ખોલેલો ભેદ કેટલો ભયંકર છે! અશ્વમેધે મને મારવાની સોપારી આપી... તે હજીયે સુસ્મિતાની ચાલે ચાલતો હશે! અને લજ્જા! માય વાઇફ... મને મૃત્યુ પામેલો દર્શાવીને તે મારી પૉલિસી જ પકવવા માગે એ દેખીતું છે.

બન્નેએ મારી સોપારી પાછી આ આદિલને જ આપી. જે સવારે તેને લજ્જા મળી એ જ બપોરે અશ્વમેધ. એક શિકારમાં બે પાર્ટી ખુશ રહેતી હોય તો આદિલને શું કામ ઇનકાર હોય?

‘ઇસ પેશે મેં મુઝે છ સાલ હો ગયે હૈં...’ વિચારમાંથી ઝબકતા અથર્વએ કાન માંડ્યા.

‘કૉલેજમાં હતો ત્યારે પહેલું ખૂન કરેલું. આમ તો છોકરીઓ મારા પર મરતી, પણ હું જેના પર મરતો તેણે મને ભાવ ન દેતાં બીજાને પરણવાની થઈ ત્યારે તેના થનારા ભરથારના નામે લગ્નના આગલે દહાડે તેને અહીં જ લાવેલો...’ આદિલના વદન પર વિચિત્રસી ઘેલછા તરવરતી હતી, ‘શહેરથી સાવ અંતરિયાળ જંગલમાં તેની સાથે સુહાગરાત ઊજવવી હતી, પણ કમ્બખ્ત કેમેય કરીને માની નહીં ત્યારે...’ એકાએક તેણે આંગળી ચીંધી, ‘પેલે ત્યાં કળણ દેખાય છે? એમાં ધકેલીને ડુબાડી દીધી.’

અથર્વ સમસમી ગયો. આદિલ તેની કહાણી કહીને ખરેખર તો મને ગભરાવવા માગે છે... સમજવા છતાં થોડેક જ દૂર કળણના અહેવાલે થોડું કંપી જવાયું. માણસ એમાં ડૂબીને ક્યાં જાય એ કોઈ જાણી શકવાનું નહીં!

‘મારી પ્રેયસીનું ખૂન પુરવાર થયું નહોતું. ધાર્યું હોત તો હું આબરૂદાર નાગરિક તરીકે સમાજમાં શ્વસી શક્યો હોત... પણ કોઈને મારવાનો પણ માણસને કેફ ચડતો હશે એટલે કૉન્ટ્રૅક્ટ કિલર બની બેઠો.. છ વરસમાં જોકે તારો કેસ યુનિક છે. તને મારવો બેઉએ છે, પણ એકને મૃતદેહ નથી જોઈતો, બીજાને જોઈએ છે.’ આદિલે ખભા લાYયા, ‘ધૅટ્સ વાય મેં તને આ બધી કથા સંભળાવી. યુ ડિસાઇડ. તારે કોને ઑબ્લાઇઝ કરવા છે?’

કેવો ઉદાર થઈને મારા પર ફેંસલો છોડે છે, જાણે રાજસત્તા છોડતો હોય! અથર્વે આસપાસ જોયું.

થોડે દૂર આદિલની કાર હતી જેની હેડલાઇટ ચાલુ હોવાથી અમને પ્રકાશ મળી રહ્યો છે. આદિલની તો આ હોમ પિચ હોવાથી તે કેટલો બિન્દાસ દેખાય છે. મારો સેલફોન નથી, પણ સોનાની ચેઇન-વીંટી બધું બરાબર છે. અંગ પરનાં વસ્ત્રો સુધ્ધાં હેમખેમ છે. તેણે મને બાંધ્યો પણ નથી. હું ચીસો પાડું એનીયે તેને પરવા નહીં હોય. મતલબ, અહીં કોઈ વસ્તી નહીં હોય... મૃત્યુ આટલું સૂમસામ હોતું હશે? મારો અંત અહીં લખાયો હશે?

‘બોલ, કોઈ આખરી ખ્વાહિશ?’ આદિલની કીકીમાં ઠંડક ઊભરાઈ, પહેલી વાર તેનો ખૌફ લાગ્યો. કહેવાયું નહીં કે માણસમાત્રની અંતિમ ઇચ્છા થોડું વધુ જીવી લેવાની જ હોયને!

આવું કહેવાથી જીવતદાન મળવાનું નહોતું. નહીં, આમ બધું આધુંઅધૂરું છોડીને કેમ જવાય? અને જવાનું જ હોય તો...

‘એક ઇચ્છા છે...’ અથર્વે હાથ જોડ્યા, ‘મારે એક પત્ર લખવો છે.’

‘પત્ર?’ આદિલની આંખ ઝીણી થઈ. મૃતકની આખરી ઇચ્છા પૂછવા પાછળ ખરેખર તો તે પત્ન્ાી યા અશ્વમેધમાંથી કોને ઑબ્લાઇઝ કરવા માગે છે એ જાણવાનો હતો. એને બદલે આ માણસ કોઈને પત્ર લખવાની આશા જાહેર કરે છે! તેણે વસિયતનામું લખવું હશે? અંત સમયે મગજમાં શું રમી રહ્યું છે એનો ચિતાર આપવો હશે? આદિલને રસ પડ્યો. અને પત્ર લખવા તો દે, પછી પોસ્ટ કરવો કે નહીં એ તો મારા હાથમાં છે! તેણે કારમાંથી નોટપેડ-પેન ધર્યાં, ‘લે લખ.’

કાગળ-કલમ પકડતાં અથર્વના હાથ સહેજ કાંપ્યા. પછી હોઠ ભીડીને સડસડાટ લખવા માંડ્યું.

ચાર દિવસ પછી...

‘પ્લાસ્ટિકના જાણીતા જુવાન વેપારી અથર્વ શાહ એકાએક ગાયબ!’

અખબારમાં સમાચાર વાંચીને ધર્મિષ્ઠા ચમકી. આ તો એ જ - વરલીવાળા અથર્વભાઈ! તે વળી ક્યાં અદૃશ્ય થઈ ગયા? અખબારવાળો લખે છે કે મંગળની બપોરે તેઓ ફોર્ટ જવા કોઈની કારમાં બેઠા પછી તેમનો કોઈ પત્તો નથી! તેમના વાઇફ મિસિસ લજ્જા શાહની હાલત કફોડી છે.

અરેરેરે. આ બાજુ અશ્વમેધ કેટલા ખુશ છે, થોડાઘણા રૂપિયા લઈને સુસ્મિતાના કલકત્તા જતી રહી છે. બલા ટળી.

જોકે પોતાના સંસારનું સુખ પાછું દેવામાં ચાવીરૂપ રહેલા અથર્વના ખબરે તેને થોડી ઉદાસ કરી દીધી. બિચારી લજ્જા.

ના, આમ તો પતિ-પત્ની વચ્ચેય બહુ બનતું હોય એવું લાગતું નહોતું. અથર્વભાઈ જેવી ઉષ્મા લજ્જામાં પોતે ભાળી નહોતી, પણ છેવટે તો પતિ આમ ગુમ થાય ત્યારે પત્નીની શી અવદશા થાય એ સમજાય એવું છે! મારે તેમને મળીને આશ્વાસનના બે શબ્દો કહેવા જોઈએ.

અશ્વમેધ કામે જવા નીકળ્યો હતો, બાળકો સ્કૂલમાં હતાં. ફટાફટ તૈયાર થઈને ધર્મિષ્ઠા નીકળતી હતી કે પોસ્ટમૅને દેખા દીધી.

ખાખી કવરમાં પોતાના નામે પત્ર આવ્યો હતો અને મોલનાર તરીકે અથર્વ શાહનું નામ વાંચી સડક થઈ ગઈ ધર્મિષ્ઠા!

આ પત્ર ખરેખર તો ટાઇમબૉમ્બ જેવો નીકળવાનો હતો!

(આવતી કાલે સમાપ્ત)


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2018 03:41 PM IST | | Sameet Purvesh Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK