કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 5)

Sameet Purvesh Shroff | Jan 11, 2019, 09:45 IST

‘આતશનું નામ ઇવેન્ટમાં ક્યાંય નહોતું, પણ વિરાજનું એ કલેક્શન તેમના માટે ઘણું ફાયદેમંદ રહ્યું.’ મદને હવે છુપાવવાનું કારણ શું હોય?

કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 5)
લઘુકથા - અંધારાં અજવાળાં

ઝરણાનાં નાખોરાં ફૂલી ગયાં. આતશે વેર વાળ્યાનો હિસાબ હવે સ્પષ્ટ હતો. અરે, અજાતશત્રુ ન ઝડપાવા પાછળ પણ તેણે પૈસાના જોરે મુકાવેલી ઢીલાશ જ કારણભૂત હોય, યસ!

આતશના પ્લાન પાછળનું કારણ જાણીને અજાતશત્રુનો અફસોસ ગાઢ થયો : આતશને લાત ફટકારીને પોતાની લાજ બચાવનારી કેટલી બહાદુર કહેવાય. તેનું ભરીસભામાં વjાહરણ કરાવીને આતશે ખરેખર તો વિકૃતિ સંતોષી. એમાં વિરાજ દ્વારા હું તેનો હાથો બન્યો!

‘તમારે તો મજબૂરી હતી અજાત... મારી માને બચાવવા હું પણ અધમમાં અધમ કક્ષાએ ગઈ હોત.’ ઝરણાને અજાતશત્રુની સચ્ચાઈમાં દ્વિધા ન રહી. તેના શબ્દો અજાતના તપ્ત હૈયે અમીછાંટણાં જેવા રહ્યા. સ્વર્ગમાં બેઠી મા પણ માફી વરસાવતી હોય એવું અનુભવાયું!

‘મારો ખરો દુશ્મન તો આતશ છે.’ ઝરણાના સ્વરમાં ટંકાર હતો. ‘વિરાજને તો કુદરતે સજા ફટકારી, પણ આતશની ચુકવણી હું કરીશ.’

‘તું મને તક આપે ઝરણા...’ અજાતશત્રુએ હાથ લંબાવ્યો, ‘તો તારું વેર વાળવામાં હું તારી સાથે હોઈશ.’

ઝરણા તેને તાકી રહી. નજરોના સંધાણમાં કૉલ ઘૂંટાયો ને ઝરણાએ પોતાની કોમળ હથેળી અજાતશત્રુના રાઠોડી પંજામાં સરકાવી.

€ € €

‘આહ...!’ આતશ સિસકારી ઊઠ્યો. કામક્રીડામાં આટલી એક્સપર્ટાઇઝ ભાગ્યે જ કોઈ સ્ત્રીને સુલભ હશે! નમિતાને પત્ની બનાવીને હું કેટલું ફાવ્યો એ તો કોઈ અમારા શયનખંડમાં ઝાંકે તો ખબર પડે!

પોતાની પ્લેબૉય ટાઇપ લાઇફથી સંતુષ્ટ આતશને પરણીને ઠરીઠામ થવાની ઉતાવળ નહોતી... પણ બે વરસ અગાઉ કૅલેન્ડર માટે નમિતા સાથે પહેલી વાર સૂતો પછી તો નમિતાની એક્સપર્ટાઇઝની લત એવી વળગી કે બી-સી ગ્રેડની કરીઅર સાથે પ્રબળ શરીરભૂખ ધરાવતી યુવતી વર્જિન નહોતી એ જાણવા છતાં નમિતાએ લગ્નની શરત મૂકી એ સ્વીકારીને પોતે પરણી ગયો! ધામધૂમથી થયેલાં લગ્નની ફળશ્રુતિ એ કે પછી અમારે બહારની વ્યક્તિ સાથે સૂવાની જરૂર નથી પડી. નમિતાનો કસબ જ એવો કે... આતશે ઉછાળ અનુભવ્યો - ઇટ્સ હેવન!

€ € €

પરમ તૃપ્તિમાં પોઢી ગયેલા પતિ પર અછડતી નજર ફેંકીને નમિતાએ વાગોYયું:

અલાહાબાદમાં પિતાના ઘરે હાલ્લાં કુસ્તી કરતાં હતાં. સારું થયું કે નાની ઉંમરે હું મુંબઈ આવી ગઈ. ટકવા માટે જે કામ મળતું ગયું એ કરતી ગઈ. અહીંની આઝાદી સદતી ગઈ છતાં અમીર થવાની મારી મહkવાકાંક્ષી પળવાર વિસરી નહોતી. કૅલેન્ડર ગર્લ તરીકે આતશને મળવાનું થયું ને હૃદયે ગવાહી પૂરી : રંગીન મિજાજના આદમીની વૃત્તિ તું વશ કરી જાણ તો અહીં તને જૅકપૉટ લાગી શકે એમ છે!

લાગ્યો. આતશ સાથેના પ્રથમ શયનમાં જ તેને પોતાના ‘કૌશલ્ય’થી ચીત કરી દીધો. કામક્રીડાથી પુરુષ વશ થતો જણાયો. પછી પોતાના ગતખંડનાં અમુક અસાઇનમેન્ટ્સ તેને કહેતાં આતશના મનમાં મારી ‘નિખાલસતા’ વિશ્વસનીયતા બનીને વસી ગઈ. પછી લગ્નમાં કોઈ વિઘ્ન ન રહ્યું. હાઈ સોસાયટીમાં ભળવાનું નમિતાને શીખવવું નહોતું પડ્યું. જિંદગી આજે કાશ્મીરની વાદી જેવી ખૂબસૂરત છે!

સંતોષનો શ્વાસ લેતી નમિતાને જાણ નહોતી કે તેની સરહદ પર બહુ જલદી હુમલો થવાનો!

€ € €

‘હાય નમિતા, ઓળખાણ પડી?’

અઠવાડિયા પછીની એક બપોરે નમિતાનો મોબાઇલ રણક્યો. નંબર અજાણ્યો હતો. પુરુષસ્વર પણ ઝટ ઓળખાયો નહીં, ‘સૉરી?’

‘એક હિન્ટ આપું... આપણે સાથે કામ કર્યું છે - પૉર્ન ફિલ્મમાં!’

નમિતાના કાળજે ચીરો પડ્યો. જુવાનીનો આ વળાંક આતશથી છુપાવ્યો છે, નૅચરલી. જાહેરાતમાં થોડુંઘણું એક્સપોઝ કરવું કે ખાનગીમાં રંગરેલી માણવી એક વાત છે, પણ નથિંગ બટ પૉર્ન સાવ જુદા જ છેડાનો વિનિપાત બની જાય છે સભ્ય સમાજ માટે. આતશ પોતે કેટલોય આધુનિક કેમ ન હોય, પૉર્નસ્ટારને મિસિસ મહેતા બનાવવાનું તો પસંદ ન કરે. ભલે મેં આવી એક જ ફિલ્મમાં કામ કર્યું હોય!

ફિલ્મ માટે મને સિલેક્ટ કરનારો જૉન અંગ્રેજ હતો. નવા ચહેરાને તરાશવામાં અનુભવી જૉન મારી ઉત્તેજક જાહેરાતોથી પ્રભાવિત હતો અને તેની થાઇલૅન્ડમાં શૂટની ઑફર બધી રીતે લલચામણી હતી. વિદેશનું લોકેશન, હટ્ટાકટ્ટા પુરુષોનો સહેવાસ અને પોતાને જેની હંમેશાં જરૂર રહેતી એ પૈસો! ચાર દિવસમાં બે કલાકની મૂવી શૂટ થઈ. એ ચાર દિવસમાં હું જે શીખી એમાંથી કેળવાયેલો કસબ આતશને આજેય ચીત કરી જાય છે! જોકે ફૉચ્યુર્નેટલી કે અનફૉચ્યુર્નેટલી પ્રોડ્યુસરની ઑફિસમાં શૉર્ટ સર્કિટ થતાં તેમની આખી ડિજિટલ બૅન્ક નાશ પામી જેમાં મારી ફિલ્મ પણ સામેલ હતી!

મારી એકમાત્ર પૉર્ન ફિલ્મ જે કદી રિલીઝ જ ન થઈ. ફરી એવો ચાન્સ પણ ન મYયો. હવે લગ્નનાં બબ્બે વરસે મારા સામ્રાજ્યના પાયા ધ્રુજાવવા આ કોણ આવ્યું? પૉર્ન ફિલ્મનો મારો કોસ્ટાર! નૉટ પૉસિબલ! નમિતા જોમમાં આવી, ‘મિસ્ટર, તમે જે હો એ, આપણે સાથે કામ કર્યાનું સંભવ જ નથી, કેમ કે મારી એકમાત્ર પૉર્ન ફિલ્મની આખી ટીમ વિદેશી હતી.’

નમિતાને એકાએક પોતાની ગફલતનો અંદાજ આવ્યો, પણ તે મોડી પડી.

‘થૅન્ક્સ નમિતા, ઍગ્રી કરવા બદલ કે તેં એક ઍડલ્ટ મૂવી કરી છે. આનું રેકૉર્ડિંગ મારી પાસે છે અને જો એ આતશ સુધી ન પહોંચાડવું હોય તો...’

‘નો...’ નમિતા ધ્રૂજી ઊઠી. ચિલ્લાઈ, ‘તમારે શું જોઈએ છે?’

‘પહેલાં તો રૂબરૂ મુલાકાત. કલાક પછી જુહુની રંગબહાર રેસ્ટોરાંમાં.’ સામેથી ફોન મુકાયો. નમિતા ફસડાઈ પડી.

€ € €

‘અ...જાતશત્રુ, તું!’ નમિતા આપોઆપ રિલૅક્સ થઈ. જુહુની રેસ્ટોરાં સુધી પહોંચતાંમાં જાતને રહેંસી મૂકેલી. મારી ઍડલ્ટ મૂવીની ગંધ મુંબઈમાં આવી કોને! અરે, જે ફિલ્મ જ નથી રહી એનો રાઝદાર કોણ હશે? જાણે બ્લૅકમેઇલિંગમાં મારી પાસેથી શું ઇચ્છે?

દરેક ઉત્પાત રેસ્ટોરાંમાં બ્લૅકમેઇલર તરીકે અજાતશત્રુને ભાળીને ઓસરી ગયો. જપાની તેલની જાહેરાતમાં સાથે કામ કરનારને તે જોતાં જ ઓળખી ગઈ. પોતે તેને પૉર્ન ફિલ્મની ઑફર મૂકેલી એ પણ સાંભરી ગયું. કદાચ એના જ આધારે તેણે તીર ફેંક્યું જે નિશાને લાગી ગયું! પણ તેણે આવું કરવાની જરૂર શી પડી?

‘તારા પતિના પાપે મારા સિદ્ધાંત ડૂબ્યા. એ કથા તારે જાણવી જરૂરી નથી નમિતા, એટલે હવે તારે કરવાનું એ કે...’

€ € €

વન મોર કૅલેન્ડર લૉન્ચિંગ ઇવેન્ટ!

કંપનીની પ્રણાલી અનુસાર આતશે નવા વર્ષïના કૅલેન્ડર લૉન્ચિંગની ભવ્ય પાર્ટી આપી છે. ફૅશનવર્લ્ડ અને બિઝનેસજગતના માંધાતાઓ હાજર છે, મીડિયા તો હોય જ! આ વર્ષના કૅલેન્ડરમાં ચમકાનારી વેણુશ્રી ગૉર્જિયસ લાગી રહી છે, પણ આતશનું ધ્યાન તો કેવળ નમિતાએ જકડ્યું છે. શિફોનની રેડ સાડીમાં કેટલી હૉટ જણાય છે! પાછલા અઠવાડિયાથી ગજબની ખીલે છે કામનાના ક્રીડાંગણમાં. ત્યાં સુધી કે મને સ્ટ્રિપ ડાન્સ માટે ઉશ્કેરતી હોય છે! વેલ... વેલ, તેણે જાતને ટપારી - અત્યારે આ વિચારોને કાબૂમાં લે, કૉન્સન્ટ્રેટ ઑન ઇવેન્ટ.

તેના ઇશારે ઍન્કરે અનાઉન્સમેન્ટ કર્યું : આપ સૌને સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. મિસ્ટર ઍન્ડ મિસિસ આતશ મહેતા, પ્લીઝ સ્ટેજ પર પધારો, કૅલેન્ડરની લોકાર્પણ વિધિ આપણે શરૂ કરીએ. હૉલમાં મૂકેલી ટીવી-સ્ક્રીન પર આપ સ્ટેજનું લાઇવ દૃશ્ય પણ નિહાળી શકો છો.

બીજી મિનિટે આતશ-નમિતા સ્ટેજ પર હતાં. કંપનીની કર્મચારી અદબથી રૅપ કરેલાં બે કૅલેન્ડર ટ્રેમાં લઈ આવી. પોતાની કૉપી ઉઠાવતાં નમિતાનો હાથ સહેજ કાંપ્યો. હોઠ ભીડીને નર્વસનેસ છુપાવવી પડી. હવે ગમે ત્યારે ગમે એ થવાની વકી હતી. અજાતે માગેલું તેને સુપરત કર્યું એ વખતે તે બોલી ગયેલો કે હવે ગમે ત્યારે આ બૉમ્બ ફૂટવાનો! એ માટે પાર્ટીનું મૂરત કોઈને પણ શ્રેષ્ઠ લાગવાનું...

નમિતા વિચારમાં રહી ત્યાં સુધીમાં રૅપર તોડીને આતશે કૅલેન્ડર શ્રોતાગણ સમક્ષ ધર્યું. એની છબિ કૅમેરા વાટે ટીવી-સ્ક્રીનના ક્લોઝ-અપમાં દેખાતાં ખળભળાટ મચી ગયો. ક્યાંકથી સિટી ઊછળી. આતશની નજર ટીવી-સ્ક્રીન પર નહોતી પડી. કૅલેન્ડર પણ જોયા વિના તે પાનાં બદલતો રહ્યો. દરેક પાને શ્રોતાસમૂહને રંગમાં આવતા જોઈને નમિતાને ગરબડ ગંધાઈ. ઝડપથી તેણે પોતાની કૉપી ખોલતાં હાયકારો નીકળી ગયો. પત્નીની પ્રતિક્રિયાએ આતશે કૅલેન્ડર જોતાં આંખો ફાટી ગઈ : કૅલેન્ડરના દરેક પાના પર જુદા-જુદા ઉત્તેજક પોઝમાં તેની ખુદની ન્યુડ તસવીરો હતી! આ તો નમિતાએ તેના મોબાઇલમાં લીધેલા ફોટો-વિડિયો!

‘વૉટ ધ હેલ...’ તે બરાડ્યો. ત્યાં તો કોણ જાણે ક્યાંથી હૉલમાં કૅલેન્ડરની કૉપીઓ સક્યુર્લેટ થવા લાગી. અરે, બીજી પળે હૉલના ટીવી પર તેના સ્ટ્રિપ-શોનું રેકૉર્ડિંગ ઝબકી ઊઠ્યું. આતશને કાપો તો લોહી ન નીકળે.

‘ઓ માય ગૉડ...’ ધ્રૂજતી નમિતાએ પતિને જતાવી દીધું કે આપણી અંગત ટેપ અહીં ક્યાંથી પહોંચી એનો પોતાને ખ્યાલ જ નથી!

‘લાગે છે કે આપણા જ કોઈ નોકરે મારા મોબાઇલમાંથી તમારા વિડિયો-ફોટોની ચોરી કરી છે.’

આવું કરવાનાં અનેક કારણ હોય. સફળ શ્રીમંતોના વિઘ્નસંતોષીઓ ઓછા હોય છે!

‘કહેવું પડે, મહેતા કંપનીનું આ શ્રેષ્ઠ કૅલેન્ડર છે.’ કોઈએ કમેન્ટ ફેંકી.

‘સાથે મૅડમ પણ હોત તો રંગ રહી જાત...’ પછી તો જેટલાં મોં એટલી વાત.

નો-નો! આતશ નીચે ઊતરીને મહેમાનોના હાથમાંથી કૅલેન્ડરની નકલ છીનવવા લાગ્યો : ગિવ ઇટ ટુ મી. કૉપી રૂમ બહાર ન જવી જોઈએ!

‘કૉપી રાખીને શું કરીશ?’ એકાદે મોબાઇલ દેખાડ્યો : આ વિડિયો તો યુટ્યુબ પર પણ અપલોડ થઈ ચૂક્યો છે.

હાય... હાય. આતશની આંખમાં અશ્રુ ધસી આવ્યાં : મારી આબરૂના લીરેલીરા થઈ ગયા. મારી જાંઘ ઉઘાડી થઈ ગઈ! પ્લેબૉય તરીકેની ઇમેજ હોય, સમાજમાં તમારી રંગીનીયત ચર્ચાતી રહે એ એક વસ્તુ થઈ; પણ પ્રાઇવેટ ક્ષણો નિરાવૃત થઈને ચોરે ને ચૌટે જોવાતી રહે એનો આઘાત તો મરવા જેવો જ લાગે!

‘શું થયું શ્રીમાન આતશ મહેતા?’

ખૂણામાંથી આવેલા ત્રાડ જેવા અવાજે સોપો સર્જાયો. આતશે ઝીણી કરેલી નજર એ યુવતી નજીક આવતી ગઈ એમ પહોળી થતી ગઈ : ઝ...રણા... તું!

‘આ મારી તને ગિફ્ટ હતી. સરેઆમ મારી આબરૂના ધજાગરા ઉડાડનારને આજે બેઆબરૂ થયાનો મતલબ સમજાતો હશે.’

ગણગણાટ પ્રસરી ગયો. ઝરણાએ બુલંદ કંઠે કહેલી આપવીતીએ થૂ-થૂ થઈ રહ્યું. આતશનું ચાલે તો ઝરણાનું ગળું ટૂંપી દે, પણ જીભ નથી ઊપડતી ત્યાં હાથ ક્યાંથી ઊપડે?

‘ધારું તો અત્યારે તારું પૅન્ટ સરકાવી શકું એમ છું, પણ હું આતશ મહેતા નથી. મારામાં થોડી તો માણસાઈ છે.’ તેણે તમાચો વીંઝ્યો. આતશની અવદશા નજરે જોયા પછી ભીતરનો દરેક ઘા સંધાતો ગયેલો.

‘ઝરણાના બયાનનો હું સાક્ષી છું...’ હવે અજાતશત્રુ પ્રગટ થયો. વેર વાળવામાં સાથ દેવાનું વચન આપ્યા પછીના આ દિવસોમાં તેમની આત્મીયતા ગંઠાતી ગયેલી. આતશ સાથે કઈ રીતે વેર વસૂલ કરવું? એ માટે પહેલાં તો ચાર વરસનો ગૅપ વળોટીને તેનો વર્તમાન જાણવો જોઈએ... એમાં તેની વાઇફ તરીકે નમિતાને ભાળીને અજાતશત્રુ ચમક્યો હતો - આતશ એક પૉર્નસ્ટારને પરણ્યો છે? આ સત્ય ખુદ આતશને જાણ હોય એવી સંભાવના નહીંવત્ લાગી. એના આધારે છોડેલું બાણ રામબાણ જેવું નીવડ્યું - સચોટ!

અજાતશત્રુની ઓળખે આતશને અંધારાં આવ્યાં. કેટલા મુસ્તાકપણે પોતે ઝરણાના ચી૨હરણનો પ્લાન કામિયાબ કયોર્ હતો. આજે એનું વેર વસૂલાઈ ગયું. વિરાજને કુદરતે સજા આપી, મારા ધજાગરા માટે કુદરતે જ ઝરણા-અજાતને ભેળાં કર્યાં? નમિતાને અમુક સંદર્ભ હવે સમજાયા.

આતશને દરેક નજર વીંધતી લાગી. આતશની ગરદન ઝૂકી ગઈ જે હવે કદી ઊઠી શકવાની નહીં!

પછી તો મીડિયામાં કિસ્સો ગાજ્યો. જોકે અજાતશત્રુ-ઝરણા અહીં અટક્યાં નહીં. બે મહિના પછી શૅરહોલ્ડર્સની ઍન્યુઅલ મીટમાં પણ આ જ રીતે વિડિયો-કૅલેન્ડર ફરતાં થયાં એ પછી આતશ ભાંગી પડ્યો. બહાર નીકળવાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠો એ તો ઠીક, બેડરૂમમાં વસ્ત્રો ઉતારતાં થથરાટી આવી જતી.

એમાં પોતાની સત્તા-વિસ્તરણની તક જોઈને નમિતા પણ પતિને બહાર આણવાને બદલે ‘તમે તો નામર્દ બની ગયા’ના ચાબખા મારી તેને વધુ નર્વસ કરતી. વાયદા મુજબ અજાતશત્રુએ મારી ટેપ ડિલીટ કરી છે એટલું પૂરતું છે! બ્લૅકમેઇલિંગમાં આતશની ન્યુડ ટેપ માગનાર અજાતે કેવી ખૂબીથી પ્લાન પાર પાડ્યો. કંપનીનાં કૅલેન્ડર્સનું કન્સાઇન્ટમેન્ટ તેમનાં છપાયેલાં કૅલેન્ડર્સ સાથે બદલીને તેઓ જંગ જીતી ગયાં... હા, આતશનું અદ્ભુત પૌરુષ નહીં મળે, બટ સ્ટીલ... એકહથ્થુ સત્તાની તોલે કંઈ ન આવે!

આતશ એનાં અંધારાંમાં ઘેરાતો ગયો એટલાં નમિતાનાં અજવાળાં વિસ્તરતાં ગયાં એ તેની તકદી૨.

€ € €

‘તમે ન મળ્યા હોત અજાત તો હું ભ્રમમાં રહેત, ખરા ગુનેગાર સુધી પહોંચી ન શકત...’ ઝરણાનુ હૈયું હવે તૃપ્ત છે. મૂલ્યોમાં ફરી વિશ્વાસ બેઠો છે. માતા-પિતાની છબિ ફરી નજર સામે રાખી છે. વેરનો હિસાબ પૂરો, હવે?

આ પણ વાંચો : કથા-સપ્તાહ: અંધારાં-અજવાળાં (રાત ઔર દિન - 4)

‘હવે પરિણયનું બંધન સ્વીકારીએ.’ અજાતશત્રુના સ્વરમાં દ્વિધા નહોતી. બે સમદુખિયાનું એક થવું સ્વાભાવિક હતું. ઝરણા-અજાતશત્રુ એક થઈને આદિવાસીઓના કલ્યાણયજ્ઞમાં મચી પડ્યાં છે. એમના અજવાળાને હવે અંધારાનું ગ્રહણ નહીં લાગે એટલું જ ઇચ્છીએ!

(સમાપ્ત)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK