કથા-સપ્તાહ - શોધ-સંશોધન (કાળના ગર્ભમાં - ૫)

Published: 9th November, 2012 05:25 IST

હાઇવે હોટેલ ગ્રીનલૅન્ડની તેની રૂમે ટકોરા પડ્યા. સૂવાની તૈયારી કરતા અમરને અચરજ થયું : રાતે નવના સુમારે કોણ હશે?અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5જોયું તો સ્લીવલેસ અનારકલી ડ્રેસમાં જાજરમાન લાગતી સ્ત્રી! તેના ઠાઠમાંથી વૈભવ ડોકાય છે. તેણે પહેરેલી ડાયમન્ડ જ્વેલરી કેવી ઝગારા મારે છે! ૩૫-૪૦ની દેખાતી નારીની સાચી ઉંમરનો અંદાજ પામવો મુશ્કેલ છે. ફિગરને તેણે કેવું મેઇનટેઇન રાખ્યું છે!

‘માયસેલ્ફ વસુધા શર્મા.’

તેના રણકામાં સત્તાનો

રુઆબ હતો. આ સ્ત્રી માટે ગમે તે ધારી ન જ લેવાય, ‘લક્ષ્મી તમારે આંગણે ઊભી છે, આરવ એને આવકારીશ નહીં?’

આરવ તેને તાકી રહ્યો.

€ € €

વૉટ!

આરવની ધડકન તેજ થઈ. કૉલેજકાળમાં અમરનાથે કરેલા અપમાનનો બદલો લેવા આ સ્ત્રી મને પ્યાદું બનાવવા માગે છે!

‘તારી સાવિત્રીમાએ બહુ ઢસરડા કર્યા, આરવ... તેને ગાડી-બંગલાનું સુખ આપવું છેને તારે?’

આડકતરી રીતે આ સ્ત્રી કહી રહી છે કે તારી અમીર બનવાની આકાંક્ષાથી હું નાવાકેફ નથી!

‘કોને ખબર, આશકાને તારામાં શ્રીમંતાઈની જ ખોટ વર્તાઈ હોય!’

આ વેળા આરવ ચોંક્યો નહીં : તેણે સ્વીકારી લીધું, મારી સમક્ષ બાજી ખોલતાં પહેલાં વસુધામૅડમે પૂરતી જાણકારી મેળવી જ હોય. મે બી, થþુ પ્રાઇવેટ ડિટેક્ટિવ.

આરવનું અનુમાન ગલત નહોતું. ડિટેક્ટિવે આપેલા રર્પિોટ પરથી વસુધાએ પોતાની બુદ્ધિથી એક વત્તા એક કર્યું હતું એટલું વિશેષ. તેનાં તર્ક, અનુમાન, ગણતરી - બધું જ સચોટ નીવડ્યું. તીર નિશાને બેઠાની ધરપતે વસુધાનો આત્મવિશ્વાસ નીખર્યો.

‘તારી મજબૂરી એકઝાટકે દૂર થઈ શકે એમ છે, આરવ... મારી ઑફર બે-પાંચ લાખની નહીં, પૂરા એક કરોડની છે!’

એક કરોડ! આરવના ગળે શોષ પડ્યો : પણ મારે કરવાનું શું? અમરનાથની હત્યા?

‘નહીં, અમરનાથ

જીવવો જોઈએ.’

વસુધાના આગ્રહમાં જીદ હતી.

‘મારું લક્ષ્ય તો તેને સિદ્ધિથી વંચિત રાખવાનું છે.’

તેનો પ્લાન સાંભળતાં આરવની આંખોમાં ચમક ઊપસી.

‘આ તો આસાન છે. મારા ખુલ્લા પડવાનો ડર પણ નથી.’

આરવના શબ્દે વસુધાની કીકીમાં ચમકારો ઊપસ્યો.

‘આશકાની નજરમાં તું ઊતરવા માગતો ન હોય તો ભલે. હું તને વચ્ચે નહીં લાવું... બાકી વાર મેં કર્યો છે એ તો હું અમરને જતાવવાની જ! તેને પડી ભાંગતો જોવાનો લહાવો હું કેમ ચૂકું?’

વસુધાનો વૈરાãગ્ન મારા ફાયદામાં રહ્યો. અમરનાથ પ્રત્યે આમ પણ મને દાઝ છે. હવે ધન મારી શક્તિ બનશે. એના જોરે આશકાને અપહૃત કરી અજાણી જગ્યાએ રાખીશ. રોજ તેના પર બળાત્કાર કરીશ.

મને મારેલો તમાચો તને બહુ મોંઘો પડવાનો, આશકા! આ બાજુ અમરનાથ નિરાશ બનતાં તેમણે મેળવવા ધારેલી સિદ્ધિ હું રળી શકું... આરવના ચિત્તમાં હવાઈ કિલ્લા ચણાવા લાગ્યા.

ડીલ પાકી થઈ.

‘યાદ રહે, બે દિવસ પછી દેવદિવાળી છે. આક્રમણ માટે આપણે આ મુરત ચૂકવાનું નથી!’

વસુધાના ટંકારમાં આરવને પોતાનો વિજયઘોષ જણાયો!

€ € €

‘બસ, આ છે મારી કહાણી.’

એ જ રાત્રે, માંડુના ખોરડે અમરનાથે પોતાનો ભૂતકાળ આશકા સમક્ષ ખોલી નાખ્યો. વાળુ પછી અમરનાથ અમસ્તા જ પૂછી બેઠા હતા - આશકા, આરવમાં આમ તો મનેય કશું ચિંતાજનક જણાતું નથી, પણ શું પોતાને પડેલો તમાચો પુરુષ વીસરી શકતો હશે? જ્યારે એક સ્ત્રી...

આશકા ચમકેલી. અમરસરની વાણીમાં કશો ભેદ હતો, દર્દ હતું. તેના આગ્રહવશ અમરનાથ વસુધાનો કિસ્સો ઉખેળી બેઠા.

‘તેના ડરથી હું ન પરણ્યો એમ તો નહીં કહું...’ અમરનાથે વિશ્લેષણ કર્યું, ‘પરંતુ નારીનું એ રૂપ નિહાળ્યાં પછી લગ્નની ઇચ્છા જ ન જાગી. સાચું પૂછો તો કામ પ્રત્યેની મારી લગને અધૂરપનો અહેસાસ થવા ન દીધો.’

ઉમદા અમરનાથ આશકાને મુઠ્ઠીઊંચેરા લાગ્યા. ત્યાં તેને સૂઝ્યું, ‘સર, તમે તમારા જીવનસ્વપ્નની સાવ નિકટ છો... આ તબક્કે વસુધા પોતાનાં વેણ સાચાં પાડવા આવી ચડી તો?’ આશકાના સ્વરમાં ફડકો હતો.

અમરનાથે ડોક ધુણાવી.

‘હું નથી માનતો. અમારી વાતને અઢી દાયકા ઉપરાંત સમય થયો. આ દરમ્યાન તે ક્યાંય દેખાઈ નથી... મે બી, પરણી ગઈ હશે, દેશ છોડી અબ્રૉડ વસી હશે કે પછી...’ અમરનાથ અટક્યા. દુનિયા છોડી ચૂકી હશે એમ કહી કોઈનું અમંગળ શું કામ બોલવું?

અમરનાથ તો પછી સૂઈ ગયા, પણ વણદીઠી વસુધા ક્યાંય સુધી આશકાના દિમાગમાં રમ્યા કરી!

€ € €

‘વીરસિંહ! આજે તો ઊંટ પર દૂર-દૂર સુધી જવું છે!’

આશકા આરવનો ઉમંગ

નિહાળી રહી.

ગઈ સાંજે ગાંધીનગરથી પરત થયેલા આરવમાં મને કશોક બદલાવ કેમ લાગે છે! સચિવાલયમાં કામ પાર પડ્યાની જ આ ખુશી હશે? માણસનો વધુપડતો ઉત્સાહ ક્યારેક શંકાસ્પદ નીવડતો હોય છે એ આરવ ભૂલી ગયો!

€ € €

અમરનાથ-આશકાની ગેરહાજરી ચકાસી આરવ વીરસિંહ-ગુલાબને રસોડામાં મળ્યો, ‘આપણું રાશન તો પૂરતું છેને!’

અહીં રાંધવા માટે ગૅસના બાટલા નહોતા, સગડી અને પ્રાઇમસની વ્યવસ્થા હતી. રાશન તપાસતાં આરવે ચેક કરી લીધું કે કેરોસીનનો સ્ટૉક પૂરતો છે!

€ € €

વાળુ પત્યું. રાત ઢળી.

સુન સાયબા સુન... લતાનો કંઠ ગુંજ્યો. અરે, આ તો આરવના મોબાઇલની રિંગટોન!

અમરનાથ સાથે કશાક ડિસ્કશનમાં વ્યસ્ત આરવ દોડતો આવે એ પહેલાં રસોડાની પાટ પર પડેલા તેના મોબાઇલમાં ઝબૂકતું નામ આશકાની આંખે ચડી ગયું : વસુધા કૉલિંગ!

વસુધા!

આશકાનાં નેત્રો પહોળાં થયાં. હૈયું ધબકારો ચૂકી ગયું. આરવના રિલેટિવ્ઝ કે ફ્રેન્ડ્ઝમાં વસુધા નામની કોઈ સ્ત્રી નથી એટલું તો હું જાણું છું.

તો પછી આ વસુધા ક્યાંય અમરનાથની વેરી તો નહીં હોયને! પોતાની મકસદ પૂરી કરવા તેણે આકાંક્ષી આરવને સાધ્યો હોય એ શક્ય છે.

આશકાને ઝબકારો થયો : ક્યાંય આરવના ખુશમાં રહેવાનું કારણ વસુધા તો નથીને!

ચોરનજરે તેણે જોયું તો આશકાને નોંધ્યા વિના સેલફોન ઉઠાવી આરવ વરંડાના એકાંતમાં સરકી ગયો.

€ € €

‘મને બધું યાદ છે, મૅડમ. છતાં તમે ખાતરી કરવા માગતાં હો તો સાંભળો...’ આસપાસની નર્જિનતા ચકાસી ધીમા સ્વરે આરવે કહેવા માંડ્યું, ‘આવતી કાલે દેવદિવાળી. બપોરે જમીને સાઇટ-વિઝિટે જવાનો પ્રોગ્રામ છે, જેમાં છેલ્લી ઘડીએ માથું દુખવાનું બહાનું કાઢી હું મારા બદલે સર જોડે આશકાને રવાના કરીશ, પાછા ફરતાં તેમને રાત થઈ જવાની. વીરસિંહ-ગુલાબને તહેવારના બહાને વસ્તીમાં મોકલી આપીશ. અને બસ, એકલો પડતાં જ કેરોસીન છાંટી માચીસની એક ચિનગારીથી આ કાચા ખોરડાને આગ ચાંપીશ, જેમાં અમરનાથનાં લૅપટૉપ, ફાઇલ્સ સહિત સર્વેનાં તમામ રેકૉર્ડ્સ સ્વાહા થઈ જવાના, જેના વિના એક્સક્વેશનનો અર્થ નહીં રહે, મંજિલે પહોંચેલી અમરનાથની સફર પાછી શરૂઆતના બિંદુએ આવી જાય!’

સામા છેડે કલ્પનામાં આગનું ચિત્ર રમાડતી વસુધા અંતરમાં તૃપ્તિ અનુભવતી હતી. સાત-સાત વરસની મહેનતને ખાખ થયેલી જોઈ અમરનાથ તો શું, ભલભલો મહાપુરુષ હતાશ થઈ જવાનો! અને ધારો કે તે ફરી એકડો ઘૂંટવાનો થયો તો પાછો ક્યાં તેને પરાસ્ત નથી કરી શકાતો! બાકી તેં ઇચ્છેલી સિદ્ધિ તો તને નહીં જ મળે!

આમ તો આગ લગાડવા માટે કરોડ રૂપિયાના પ્યાદાને શોધવાની જરૂર નહોતી, પરંતુ આગ લાગે ત્યારે અંદરના ડેટાની ચકાસણી માટે આરવ જેવા એક્સપર્ટની સામેલગીરી હિતાવહ હતી.

‘ફતેહ કર આરવ.’ વસુધાએ ઉમેર્યું, ‘આગનું દૃશ્ય જોવા હું પોતે ત્યાં મોજૂદ હોઈશ.’

આરવે ફોન કટ કર્યો. અંધકારની આડશે ઊભેલી આશકા બધું

સાંભળી ચૂકી છે એનો આરવને અંદાજો સુધ્ધાં નહોતો!

હવે શું કરવું એ આશકાએ વિચારી લીધું. આખી રાત તે જાગતી રહી. મળસકે ગુલાબને જગાડી કશુંક કામ સોંપ્યું.

€ € €

ઇટ્સ ઑલ સેટ! દેવદિવાળીની બપોરે આરવ હરખાતો હતો. પ્લાન મુજબ આશકાને અમરનાથ જોડે રવાના કરી વીરસિંહ-ગુલાબને વસ્તીમાં મોકલ્યાં, હવે...

તેણે કપાળે હાથની છાજલી કરી નજર દોડાવી. ઊંટડી પર સવાર થઈ વસુધા આવી પહોંચી હતી!

€ € €

અમરનાથ-આશકા પરત થયાં ત્યારે છાણ-લીંપણનું ખોરડું બળીને રાખ થઈ ચૂક્યું હતું. વીરસિંહ-ગુલાબ ડૂસકાં ભરતાં હતાં. થોડે દૂર આરવ માથે હાથ દઈ બેઠો હતો અને એક રુઆબદાર સ્ત્રી તેમના આગમનની જ જાણે રાહ જોઈ રહી હતી!

‘વસુધા, તું!’ અમરનાથ હેબતાયા. આરવ તરફ દોડ્યા, ‘આ શું થયું, આરવ? આ, આ...ગ...’

‘તે બિચારાને શું પૂછો છો, અમર! આરવ આઘોપાછો થતાં આગ મેં લગાડી છે. તારા જીવનસ્વપ્નને સ્વાહા મેં કર્યું છે! મારા અસ્વીકારનો આ બદલો છે!’

શબ્દે શબ્દે વસુધાના કાળજે ઠંડક પડતી હતી. વરસોથી સેવેલા અરમાનની આજે પૂર્તિ થતી હતી. ભાંગી ચૂક્યા હોય એમ ફસડાઈ પડતા અમરનાથને જોઈ પરિતૃપ્તિ અનુભવી.

પણ...

‘વસુધાની જેમ તમે પણ તમાચાનું જ વેર વાળ્યું, આરવ? કે પછી અમીર સ્ત્રીનું પ્યાદું તમે અમીરાત પામવા બન્યા?’

આશકાના પ્રfનો કાળજું ચીરી ગયા.

‘ના... ના... નહીં... આશકા...’ આરવ થોથવાયો, ‘તને કોઈ ગેરસમજ થાય છે. હું તો આ ઔરતને જાણતો પણ નથી.’

‘રિયલી! તમારા મોબાઇલમાં તેનો નંબર સેવ છે, આરવ. કાલે રાત્રે પ્લાન તમે બકી ગયા અને એ મેં કાનોકાન સાંભળ્યો!’

આરવ ધોળોધપ. વસુધાને આશકા જોખમરૂપ લાગવા માંડી. છતાં પોતાની જીત પર મુસ્તાક રહી : અમરનું લૅપટૉપ, ફાઇલ્સ બધું મેં ખુદ ચેક કર્યું હતું. એમાં બનાવટ નહોતી જ!

‘હા, હા. આરવ મારી જોડે હતો. કરોડ રૂપિયામાં અમારી ડીલ થઈ હતી. હવે કંઈ!’ તોરમાં વસુધાએ કબૂલી લીધું.

- અને આશકાએ સાદ પાડ્યો : ઇન્સ્પેક્ટર!

ત્યારે આરવ-વસુધાની નજરે ચડ્યું કે અમર-આશકાની સવારીની આડશમાં પધારેલા ઇન્સ્પેક્ટર દાસાણી પણ અહીં મોજૂદ હતા! ત્યાં અમરનાથને આછું મલકી ઊભા થતાં ભાળી વસુધાની છાતીમાં ધ્રાસકો બોલાયો.

‘બદઇરાદો કદી કોઈનો સફળ થતો નથી. તારા મારથી બચવા જ કદાચ આશકાને આપણી કથા કહેવાનું બન્યું. આરવના હરખભર્યા વર્તન પર શંકા તેને થઈ. તારી-આરવની ટેલિટૉક સાંભળ્યાં પછી પણ તેણે ઘટના તમારી ઇચ્છા મુજબ ઘટવા દીધી - શું કામ?’

અમરનાથના પ્રfનનો જવાબ ન વસુધાને સૂઝ્યો, ન આરવને!

‘તમને તમારી જ જાળમાં ફસાવવા! તમે બાળેલા રેકૉર્ડ્ઝ ડુપ્લિકેટ હતા. રાતભર જાગી આશકાએ પ્રિન્ટર પર કાઢેલી કૉપીઓ! લૅપટૉપના ડેટા તેણે પેનડ્રાઇવમાં લઈ લીધેલા ને આ મહામૂલી જણસ મળસકે ગુલાબને જગાડી, વીરસિંહ જોડે વસ્તીમાં મોકલી આપી ત્યારે આરવ, તું સુખના સપનામાં ઘોરતો હતો! સાઇટ પર જતાં તેણે મને જાણ કરી, મેં દાસાણીને તેડાવ્યા...’

આરવને કાપો તો લોહી ન નીકળે. વસુધા છટપટી, પણ શું થાય! ફરી એક વાર પોતાને માત મળી હતી અને આ વખતે તો હવાલાત પણ!

‘તમને તમારી વિધવા માનોય વિચાર ન થયો, આરવ? કેટલું ખેદજનક!’ આશકાનાં વેણે આરવની ગરદન ઝૂકી ગઈ, પણ ???????? કદાચ આ જ અંજામ હતો!

ગુનેગારોને લઈ પોલીસ રવાના થઈ ત્યારે અમરનાથે આશકાના માથે હાથ મૂક્યો, ‘આજે તેં ગુરુદક્ષિણા ચૂકવી દીધી, દીકરી!’

ચંદ્રકિરણોથી ત્યારે રણની રેતીના કણો એવા ચમકતા હતા, જાણે તેમના શોધ-સંશોધનની સફળતાની ગવાહી પૂરતા હોય!

(સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK