રિપોર્ટર : ડેઝી વર્મા
જગ્યા : ફૅમિલી ર્કોટની બહાર, બાંદરા (ઈસ્ટ)
સમય : સવારે ૯થી ૧૧
કાયદો ભંગ કરનાર : ૧૩
પ્રવાસીઓનો અનુભવ : કેટલીક જગ્યાએ સવારે થોડી સરળતાથી રિક્ષા મળે છે, પણ સાંજે ઘરે
જતી વખતે કોઈ રિક્ષાચાલક તૈયાર નથી થતો. પચાસ પૈસાના વધારા પછી પણ તેઓ વધારાની રકમ માગે છે.
રિક્ષાચાલકોની સ્પષ્ટતા : અમે વધારાની રકમ મળે તો જવા તૈયાર હોઈએ છીએ, કારણ કે અમને ત્યાંથી પાછા ફરતી વખતે પૅસેન્જર નથી મળતા.
****
રિપોર્ટર : ફૈસલ જી. ટંડેલ
જગ્યા : નેહરુનગર, ચેમ્બુર
સમય : સવારે ૧૦.૧૫થી ૧૧.૪૫
કાયદો ભંગ કરનાર : ૫
પ્રવાસીઓનો અનુભવ : રિક્ષાડ્રાઇવર ટૂંકા અંતર માટે આવવાની સ્પષ્ટ ના પાડી દે છે. શૉર્ટ ડિસ્ટન્સ પર પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે આ રોજિંદી સમસ્યા બની ગઈ છે. વળી નજીકમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાને કારણે તેઓ ટ્રાફિક જૅમના ડરથી પણ આવવાની ના પાડી દે છે.
રિક્ષાચાલકોની સ્પષ્ટતા : આ વાત ખોટી છે. અમે ક્યારેય લાંબા અંતર માટે ટૂંકા અંતરની અવગણના નથી કરતા, કારણ કે લાંબા અંતરમાં તો ટ્રાફિક જૅમમાં ફસાઈ જવાની વધારે શક્યતા હોય છે. વળી પૅસેન્જરની સુવિધાની સાથે-સાથે અમે રસ્તાની ગુણવત્તાનો અને જગ્યાની ગીચતાનો વિચાર કરીએ તો એમાં કંઈ ખોટું નથી લાગતું.
****
રિપોર્ટર : નિવેદિતા દરગલકર
જગ્યા : અંધેરી (ઈસ્ટ) સ્ટેશનની બહાર
સમય : સવારે ૯થી ૧૧
સત્તાવાર કાયદો ભંગ કરનાર : ૨૫ રિક્ષાચાલકો પકડાયા અને તેમનાં લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યાં
પ્રવાસીઓનો અનુભવ : રોજ સવારે પ્રવાસીઓ તેમના નર્ધિારિત સ્થળે પહોંચવા માટે રિક્ષાની રાહ જોતા થાકી જાય છે. રિક્ષાવાળાઓ પમ્પહાઉસ અને બિસલેરી સ્ટેશન જેવી નજીકની જગ્યાએ જવા માટે ઉત્સુક નથી હોતા, કારણ કે તેમને એમાં મિનિમમ ભાડું જ મળે છે.
રિક્ષાચાલકોની સ્પષ્ટતા : અહીં મોટા ભાગના રિક્ષાચાલકોએ પૅસેન્જરને ના પાડવા માટે અર્જન્ટ બાથરૂમ જવું પડે એવી પરિસ્થિતિ, માથાનો દુખાવો તેમ જ અંધેરી (વેસ્ટ)માં કામસર જવું પડે એવા સંજોગો જેવાં બાલિશ કારણો આગળ ધર્યા હતાં.
****
રિપોર્ટર : માલીવા રિબેલો
જગ્યા : ઘાટકોપર સ્ટેશન (વેસ્ટ)
સમય : સવારે ૯થી ૧૧
સત્તાવાર કાયદો ભંગ કરનાર : ૨૨
પ્રવાસીઓનો અનુભવ : રિક્ષાની હાલત અત્યંત ખખડધજ હોય છે અને એમાં ભાગ્યે જ મીટર ચાલતાં હોય છે. બસ હંમેશાં ભરેલી હોવાને કારણે રિક્ષા શૅર કરવામાં પણ તકલીફ પડે છે, કારણ કે રિક્ષા-સ્ટૅન્ડ ભાગ્યે જ ઑપરેટ થાય છે. જોકે આજે ટ્રાફિકપોલીસ હોવાને કારણે પરિસ્થિતિ કાબૂમાં છે.
રિક્ષાચાલકોની સ્પષ્ટતા : અહીં રિક્ષા-સ્ટૅન્ડ જેવી કોઈ ચોક્કસ જગ્યા જ નથી અને પાર્કિંગ માટેની પણ જગ્યા ન હોવાને કારણે અમારે ઘણી વાર નો પાર્કિંગ એરિયામાં રિક્ષા પાર્ક કરવા બદલ દંડ ભરવો પડે છે. એ વાત સાચી છે કે ભાડામાં પચાસ પૈસાનો વધારો થયો છે, પણ આ બહુ મામૂલી વધારો છે અને એનાથી અમને ખાસ ફાયદો નથી થયો.
ચોરી ઉપરથી ગુંડાગીરી
અંધેરી-કુર્લા રોડ જંક્શન પર રિક્ષાવાળાએ ગુંડાને બોલાવી પોલીસને ધાકધમકી આપી
રિપોર્ટર : નિવેદિતા દરગલકર
સ્થળ : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અંધેરી-કુર્લા રોડ જંક્શન
સમય : સાંજે ૫થી ૬.૩૦ વાગ્યા સુધી
કાયદો ભંગ કરનાર : ૧૬
પ્રવાસીઓનો અનુભવ : આયુશી પ્રસાદે કહ્યું હતું કે ‘રિક્ષાવાળાઓને માત્ર લાંબું ભાડું જોઈતું હોય છે. ઘણી વખત મારે ચાલતા જવું પડે છે, કેમ કે અહીં બસ ઓવર-ક્રાઉડેડ હોય છે અને રિક્ષા નથી મળતી.’
દરમ્યાન એક આરોપી રિક્ષાડ્રાઇવર રાજબહાદુર યાદવે દંડ ફટકારવામાં આવેલા અન્ય રિક્ષાડ્રાઇવર શિવલોચન યાદવ અને લોકલ ગુંડા કપિલ પટેલ સાથે મળીને પોલીસ અને ‘મિડ-ડે’ની ટીમને આકરાં પરિણામોની ધમકી આપી હતી. તેમણે ઍરર્પોટ ટ્રાફિકચોકીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શિવાજી તાતલાપુરકરને પણ ધમકી આપી હતી. તે ધમકી આપતી વખતે શિવસેનાના લોકલ નગરસેવક રમેશ લટકેનું નામ આપતો હતો અને અનેક ટોચના રાજકારણીઓ તથા પોલીસને ઓળખતો હોવાનું જણાવતો હતો.
જોકે ‘મિડ-ડે’એ જ્યારે રમેશ લટકેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પોતે આવી કોઈ વ્યક્તિને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં કપિલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને રાજબહાદુર યાદવ તેમ જ શિવલોચન યાદવનાં લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
Women’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ
3rd March, 2021 16:05 ISTજયપુર:90 લાખનું પ્લૉટ ખરીદી,ડૉ.ના ઘરમાંથી 400 કિલો ચાંદી ચોરી,4ની ધરપકડ
3rd March, 2021 15:46 ISTબ્રિટેનમાં BBCના લાઇવ રેડિયો શૉમાં PM મોદીનાં માતા માટે વપરાયા અપશબ્દ
3rd March, 2021 14:55 ISTમહારાષ્ટ્ર: કોવિડ વેક્સિનનો બીજો ડૉઝ લીધાની થોડીવારમાં વ્યક્તિનું નિધન
3rd March, 2021 14:44 IST