મ્હાડા સસ્તા દરના ૪૫૯૬ ફ્લૅટો વેચાણમાં મૂકશે

Published: 31st October, 2011 20:11 IST

મુંબઈમાં વધતા જતા ઘરના ભાવોને કારણે નિરાશ થયેલા લોકો માટે એક સારા સમાચાર છે. જો તમને તમારા નસીબ પર ભરોસો હોય તો એમએચએડીએ (ધ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી-મ્હાડા)એ દ્વારા આવતા વર્ષે‍ પવઈ, સાયન, ગોરેગામ, મલાડ, દહિસર તથા ગોરાઈ જેવા વિસ્તારોમાં સસ્તા દરના કુલ ૪૫૯૬ ફ્લૅટો વેચાણ માટે મૂકવાનું નક્કી કર્યું છે.

 

છેલ્લાં ચાર વર્ષમાં મ્હાડાએ વેચાણ માટે મૂકેલા ફ્લૅટોમાં આ સૌથી વધારે છે. આમાં સૌથી વધુ ગોરેગામના સિદ્ધાર્થ નગરમાં ૨૩૬૭ તથા પવઈમાં ૧૨૧૬ ફ્લૅટનો સમાવેશ થાય છે. આવતા વર્ષે એપ્રિલ મહિનામાં આ માટેનાં ફૉર્મ આપવામાં આવશે તેમ જ કમ્પ્યુટરાઇઝ્ડ લૉટરીનો ડ્રૉ નવેમ્બર ૨૦૧૨માં થશે. મ્હાડાના ચૅરમૅન અમરજિત સિંહ મન્હાસે કહ્યું હતું કે લોકો મ્હાડા ક્યારે ફ્લૅટો વેચાણમાં મૂકશે એની રાહ જોતા હોય છે, કારણ કે બિલ્ડરો સામાન્ય રીતે જે એરિયામાં એક કરોડ રૂપિયાના ભાવે ફ્લૅટો વેચે છે ત્યારે અમારી પાસે પાંચ લાખથી માંડીને ૫૦ લાખ રૂપિયાની કિંમતના ફ્લૅટો એ જ એરિયામાં ઉપલબ્ધ છે. ુ

મ્હાડાના ફ્લૅટની સંખ્યા - વિસ્તાર

૨૩૬૭ - સિદ્ધાર્થ નગર, ગોરેગામ
૧૨૧૬ - પવઈ
૨૮ - શૈલેન્દ્ર નગર, દહિસર
૬૨ - ગોરાઈ
૫૫ - માગાથાણે, બોરીવલી
૮૪ - પ્રતીક્ષા નગર, સાયન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK