Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરાઓને સસ્તા ભાવે એક લાખ જેટલાં ઘર નહીં મળે

મુંબઈગરાઓને સસ્તા ભાવે એક લાખ જેટલાં ઘર નહીં મળે

11 September, 2012 05:34 AM IST |

મુંબઈગરાઓને સસ્તા ભાવે એક લાખ જેટલાં ઘર નહીં મળે

મુંબઈગરાઓને સસ્તા ભાવે એક લાખ જેટલાં ઘર નહીં મળે



વરુણ સિંહ



મુંબઈ, તા. ૧૧


મ્હાડા બિલ્ડરોને નારાજ કરવા નથી માગતી એટલે મુંબઈગરાઓને પોસાય એવા ભાવથી એક લાખ જેટલાં ઘરો નહીં મળે એમ સોમવારે બાંદરામાં આવેલા મ્હાડાના મુખ્યાલય નજીક હજારો મ્હાડાના રહેવાસીઓ સાથે વિરોધ-પ્રદર્શન કરવા માટે ભેગા થયેલા મહારાષ્ટ્ર વિધાન પરિષદના નેતા સુભાષ દેસાઈએ દાવો કરતાં કહ્યું હતું. મ્હાડાની જમીન પર બનેલા ૩૦૦૦ કરતાં વધુ બિલ્ડિંગોને મ્હાડા દ્વારા રીડેવલપમેન્ટ માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) ત્રણ વર્ષ વીતી જવા છતાં એટલે જ નથી આપવામાં આવ્યું. સુભાષ દેસાઈએ કહ્યું હતું કે ‘જો આ બિલ્ડિંગો રીડેવલપ થાય તો આપણને બે લાખ કરતાં વધુ નવાં ઘરો મળે. એમાંથી એક લાખ ઘર એના વર્તમાન માલિકોને મળે, જ્યારે બાકીનાં ઘર બજારમાં પોસાય એવા ભાવે મળી શકે.’


૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનાથી મ્હાડાએ જો બિલ્ડર કન્સ્ટ્રક્શન પૂરું થયા બાદ ફ્લૅટ આપવા માટે રાજી હોય તો જ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપવી એવી શરત મૂકી છે. સુભાષ દેસાઈ તથા અન્ય રહેવાસીઓના મતે આ શરતને કારણે રીડેવલપમેન્ટની કામગીરીથી ડેવલપર્સ દૂર ભાગી રહ્યા છે. અગાઉ માત્ર પ્રીમિયમ ચૂકવવાની જ શરત હતી, પરંતુ જો ફ્લૅટ આપી દે તો બિલ્ડર નફો ન મેળવી શકે. જો મ્હાડા રીડેવલપમેન્ટ માટેના પ્રસ્તાવોને મંજૂરી આપે તો મોટા પ્રમાણમાં ફ્લૅટો માર્કેટમાં ઉપલબ્ધ થશે. પરિણામે ભાવ આપોઆપ નીચે ઊતરશે.

આ તરફ મ્હાડાના અધિકારીઓને ચિંતા એ વાતની પણ છે કે આગામી લૉટરી માટે તેમની પાસે કોઈ ફ્લૅટ પણ ઉપલબ્ધ નથી. જો સરકાર સુભાષ દેસાઈની માગણી સ્વીકારી લે તો ભવિષ્યમાં તેમની પાસે કોઈ ફ્લૅટ લૉટરી માટે રહેશે નહીં. પોતાની માગણીના સમર્થનમાં સુભાષ દેસાઈ મુખ્ય પ્રધાન તથા અન્ય અધિકારીઓને પણ મળશે. પોતાનું નામ ન જણાવવાની શરતે મ્હાડાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘વિરોધ-પ્રદર્શન કરીને અત્યારે મ્હાડાનાં મકાનોમાં રહેતા રહેવાસીઓ પોતાની સ્વાર્થવૃત્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. અત્યારે તેઓ ૨૫૦થી ૩૦૦ સ્ક્વેરફૂટના ઘરમાં વસવાટ કરી રહ્યા છે. રીડેવલપમેન્ટ બાદ તેમને ૪૮૪ સ્ક્વેરફૂટનું ઘર મળશે. બિલ્ડરો મ્હાડાને ફ્લૅટ આપે એ તેમને પસંદ નથી, કારણ કે એમ થવાથી બિલ્ડર તેમને કૉર્પસ ફન્ડરૂપે ઓછા રૂપિયા ચૂકવશે. તેથી રહેવાસીઓ પોતાનું નુકસાન જાય એ સહન નથી કરી શકતા.’

મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2012 05:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK