અંધેરી-કુર્લા રોડ પરના મેટ્રો બ્રિજનો સ્લેબ તૂટ્યો : 1ની મોત, 10થી વધુને ઈજા

Published: 4th September, 2012 12:38 IST

વર્સોવા-અંધેરી-ઘાટકોપરનો બની રહેલો મેટ્રો બ્રિજનો સ્લેબ મરોલ પાસેના બ્રિજનો ભાગ આજે તૂટી પડ્યો હતો.

 

Metro bridge slab collapses

 

 

અંડર કન્સ્ટ્રક્શન હેઠલ મેટ્રો રેલવે બ્રિજનો સ્લેબ અંધેરી-કુર્લા રોડ પર તૂટી પડ્યાં હતાં જેમાં લગભગ 10થી વધુ લોકોની ઈજા થવાના અહેવાલ સાંપડ્યાં છે.

 

આ ઉપરાંત અન્ય લોકોને પણ ઈજા થવાની શંકા સેવાઈ રહે છે.

 

આ ઘટનામાં અંધેરીમાં લીલા હોટલની પાસે મરોલ વિસ્તારમાં વર્સોવા-અંધેરી-ઘાટકોપર (VAG) મેટ્રોનો પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો.

 

બચાવકાર્ય માટે પાંચ ફાયર એન્જીન્સ અને બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

 

ઘાયલ લોકોને સેવન હીલ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

 

આ ઘટનાને પગલે અંધેરી-કુર્લા રોડ પરના ટ્રાફિકને અસર થઈ હતી અને એરપોર્ટ રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે.

 

મુંબઈનો અંધેરી-કુર્લા રોડ બિઝનેસ એરિયા હોવાથી પીક-અવર્સ દરમ્યાન આ અકસ્માત થવાના પગલે લોકોને ભીડ અને ટ્રાફિકની સમસ્યા નડી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK