૧ જૂને ભારતમાં ચોમાસું પહોંચવાની હવામાન વિભાગની આગાહી

Published: May 29, 2020, 16:18 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

દેશમાં દક્ષિણ-પશ્ચિમમાં ૧ જૂનથી ચોમાસું બેસી જવાની સંભાવના પ્રબળ છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ભારતીય હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું કે દેશમાં દક્ષિણ-પશ્ચિમમાં ૧ જૂનથી ચોમાસું બેસી જવાની સંભાવના પ્રબળ છે. આ સાથે જણાવવામાં આવ્યું કે દક્ષિણ-પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં ૩૧ મેએ લૉ-પ્રેશર સર્જાશે. ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું આવ્યું છે જેમાં બંગાળની ખાડીમાં દક્ષિણ અને આંદામાન સમુદ્ર અને આંદામાન તથા નિકોબારમાં વરસાદ થયો. આ સાથે અહીંના કેટલાક વિસ્તારોમાં ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

પશ્ચિમ મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન ઊભું થવાની સંભાવના વચ્ચે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં લૉ-પ્રેશર બન્યું છે અને સંબંધિત સાઇક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તર પર પહોંચી શકે છે.

આગામી ૪૮ કલાકમાં એક જ ક્ષેત્રમાં કેન્દ્રિત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે એવી ખૂબ ઓછી સંભાવના છે, જે આગામી ૭૨ કલાકમાં

ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણ ઓમાન અને પૂર્વ યમનના દરિયા કિનારા તરફ જશે એવી સંભાવના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK