અધધ 637 કરોડ રૂપિયામાં વેચાઈ સસલાની કલાકૃતિ!

Published: May 16, 2019, 17:49 IST

જેફ કૂન્સ નામના એક કલાકારે બનાવેલું ધાતુનું સસલું 637 કરોડ રૂપિયામાં વેચાયું છે. કોઈ જીવિત કલાકરે બનાવેલી આ સૌથી મોંઘી કલાકૃતિ બની છે.

અધધ 637 કરોડ રૂપિયામાં વેચાઈ સસલાની કલાકૃતિ!
અધધ 637 કરોડ રૂપિયામાં વેચાઈ સસલાની કલાકૃતિ!

તસવીરમાં જોવા મળતા સસલાની કલાકૃતિએ હરાજીમાં વિક્રમ સર્જ્યો છે. સસલાની આ કલાકૃતિ 91.1 મિલિયન ડૉલર એટલે કે 637 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. અમેરિકાના કલાકરે બનાવેલી આ પ્રતિકૃતિ સ્ટીલની છે.

CNNના અહેવાલ પ્રમાણે 3 ફૂટ ઉંચી એવી આ આકૃતિની હરાજીમાં બોલી લગાવવામાં આવી હતી. જેફને આ સસલાની કિંમત 5 થી 7 કરોડ મળવાની આશા હતા. પરંતુ આ સસલું અધધ કિંમતમાં વેચાયું છે.

આ પણ વાંચોઃ આ ભાઈઓએ બનાવ્યો અનોખો વિશ્વ વિક્રમ, 119 કિમીની ઝડપે દોડવી રિક્શા

ન્યૂયૉર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ પ્રતિકૃતિને આર્ટ ડીલર રોબર્ટ મનૂચિને ખરીદી છે. આ કલાકૃતિ વિશે લખવામાં આવ્યું હતું કે આ આકૃતિનો ચહેરો નથી, જે તેને રહસ્યમય બનાવે છે, આ છતા તેનું મજેદાર રૂપ ચંચળતા ઉભી કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK