વો સુબહ કભી તો આયેગી: દેશનું ખોરંભે ચડેલું અર્થતંત્ર બહુ જલદી એના મૂળ સ્થાને ગોઠવાશે

Updated: Mar 12, 2020, 08:18 IST | Manoj Joshi | Mumbai

અત્યારે એકસાથે અનેક દિશાઓમાંથી મૂંઝવણ, ગભરાટ અને ચિંતાનો આતંક આવ્યો છે. કોરોના વાઇરસના હુમલાએ પણ દેશને ગભરાવ્યો છે sતો સાથોસાથ આર્થિક મંદીએ પણ દેશમાં ગભરાટ ફેલાવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દેશનું ખોરંભે ચડેલું અર્થતંત્ર બહુ જલદી એના મૂળ સ્થાને ગોઠવાશે

હા અને એમાં કોઈ મીનમેખ નથી. બહુ જલદી એવા દિવસો આવે કે દેશનું અર્થતંત્ર નવેસરથી એના રસ્તે ચડી જશે અને ફરી એક વાર દેશમાંથી ગભરાટનું આ વાતાવરણ દૂર થશે. અત્યારે એકસાથે અનેક દિશાઓમાંથી મૂંઝવણ, ગભરાટ અને ચિંતાનો આતંક આવ્યો છે. કોરોના વાઇરસના હુમલાએ પણ દેશને ગભરાવ્યો છે તો સાથોસાથ આર્થિક મંદીએ પણ દેશમાં ગભરાટ ફેલાવ્યો છે. યસ બૅન્કમાં જેકાંઈ બન્યું એને લીધે પણ નવી ચિંતા શરૂ થઈ તો મોંઘવારી પણ એનો આતંક મચાવી રહી છે. એકસાથે ઘણી દિશામાંથી ઘેરાઈ ગયાની અનુભૂતિ થતી હોય ત્યારે માણસમાં રહેલો ગભરાટ વધારે પડતો આક્રંદ કરતો હોય છે. અત્યારે એ જ થયું છે, પણ એનો અર્થ એવો નથી કે દેશનું ભવિષ્ય ચિંતાજનક હોય કે દેશનો આગામી સમય વધારે ખરાબ હોય. ના, જરાય નહીં. દેશનું અર્થતંત્ર મજબૂત છે અને મજબૂત જ રહેવાનું છે.

જો દેશના અર્થતંત્રની વાત કરવી હોય તો સૌકોઈએ એક વાત સ્વીકારવી પડશે કે વીતેલા સમયની અનેક ઘટનાઓ એવી છે જે આગામી સમયમાં ભારરૂપ બનવાની જ હતી. ભૂતકાળની ભૂલ પણ સહન કરવાની હતી અને એ ભૂલનો ભાર પણ મસ્તક પર આવવાનો હતો. આજે દેશમાં અઢળક જગ્યાએ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. ફોર અને સિક્સ લેન હાઇવેની આપણને આદત હતી અને હવે રાષ્ટ્ર એઇટ લેન હાઇવેની દિશામાં આગળ વધી રહ્યું છે. ફાસ્ટટૅગ પણ વિકાસની દિશામાં એક ડગલું છે. યાદ રાખજો કે વિકાસ ક્યારેય નરી આંખે જોઈ ન શકાય, પણ એનો અનુભવ થાય અને એ અનુભવ સુખદ હોય. ફાસ્ટટૅગને લીધે એવી પરિસ્થિતિ આવી ગઈ કે સમય બચવા માંડ્યો. પહેલાં જે પ્રકારે ટોલ-ટૅક્સ માટે સમય બગડતો હતો એ સમય આજે બચતો થવાને કારણે પણ ઘણી સકારાત્મક અસર દેખાશે. ઘણા એવા પણ હશે જેને એમ થતું હશે કે ટોલ-ટૅક્સ પર બચતી બેચાર મિનિટમાં શું ફરક પડી જવાનો, પણ સાહેબ, બેચાર મિનિટની વૅલ્યુ શું છે એની કિંમત સમજવી હોય તો જે વેન્ટિલેટર પર હોય તેના સ્વજનને જઈને પૂછો એક વાર, તમને સમજાઈ જશે. જેનો ઍક્સિડન્ટ થયો હોય અને પીડાથી તેનો જીવ નીકળતો હોય તેના સ્વજનને બેચાર મિનિટની વૅલ્યુ સમજશો તો પણ સમજાશે અને જે સ્ત્રી બાળકને જન્મ આપી રહી છે તેને બેચાર મિનિટની કિંમત પૂછશો તો પણ તમને સમજાઈ જશે કે આ બેચાર મિનિટ કેટલી મહત્ત્વની છે અને એનું મૂલ્ય કેવું અદકેરું છે. બેચાર મિનિટ દેખીતી રીતે નાની હોય છે, પણ જ્યારે સમય સામે રેસ લાગી હોય ત્યારે આ જ બેચાર મિનિટ મહત્ત્વની બની જાય છે. ફાસ્ટટૅગની શરૂઆત દેશમાં હવે થઈ છે પણ દુનિયાના વિકસિત દેશો આ ટેક્નૉલૉજી છેલ્લાં ૧૦ વર્ષથી વાપરતા હતા. પાકિસ્તાન કે બંગલા દેશ આવતાં ૧૦ વર્ષ સુધી આ ટેક્નૉલૉજી વાપરી નથી શકવાના. અર્થતંત્રમાં દેખાઈ રહેલી તંગી હકીકતમાં તો આવી રહેલી તેજીનું નિશાન છે. આવી રહેલા સમયમાં તેજી જોવા મળશે.

વો સુબહ કભી તો આયેગી...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK