મોટર વેહિકલ ઍક્ટ : ગેરલાભનું પ્રમાણ ચપટીક સરીખું અને લાભ અપાર-અપરંપાર

Published: Sep 16, 2019, 14:06 IST | મનોજ નવનીત જોષી: મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ બાબતનો આજે છેલ્લો દિવસ છે અને એની પાછળનું એક કારણ પણ છે. હજી પણ બધાના મનમાં દંડની રકમ જ ઘર કરી ગઈ છે, જે નીકળવાનું નામ નથી લેતી.

આ બાબતનો આજે છેલ્લો દિવસ છે અને એની પાછળનું એક કારણ પણ છે. હજી પણ બધાના મનમાં દંડની રકમ જ ઘર કરી ગઈ છે, જે નીકળવાનું નામ નથી લેતી. પહેલી વાત, દંડને તમે કેમ આટલી વિકૃતિ સાથે જોઈ શકો, કેવી રીતે? દંડ તમારે તો જ ભરવાનો છે જો તમે નિયમ તોડતા હો તો અને જો તમે નિયમનું પાલન કરી રહ્યા હો તો તમારે દંડ ભરવાનો આવતો જ નથી. બધા એક જ વાત કરે છે, દંડ કેટલો વધારી દીધો. દંડ આટલો હોય તો કઈ રીતે જીવી શકાય? ભલામાણસ, દંડ તો દારૂ પીવાથી પણ લેવામાં આવે છે, એની તો વાત કોઈ કરતું નથી. આપણે ત્યાં ગૌહત્યાની પણ કડક સજા છે, એની પણ વાત આટલી થતી નથી. કારણ બહુ સ્પષ્ટ છે કે ગૌહત્યા આપણે કરતા નથી અને એનો વિચાર પણ આપણને ક્યારેય આવતો નથી. જે ભૂલ કરવાના નથી એમાં કેટલો દંડ વસૂલવામાં આ બાબતનો આજે છેલ્લો દિવસ છે અને એની પાછળનું એક કારણ પણ છે. હજી પણ બધાના મનમાં દંડની રકમ જ ઘર કરી ગઈ છે, જે નીકળવાનું નામ નથી લેતી.આવે છે કે એમાં કેવી સજા આપવાના છે એની આપણને પરવા નથી તો પછી આ નવા મોટર વેહિકલ ઍક્ટ માટે શું કામ આપણને ડર હોવો જ જોઈએ?

બે દિવસથી એક વાત થઈ રહી છે કે દંડ એણે જ ભરવાનો છે જે નિયમ તોડવાનો છે. મારો પ્રશ્ન એ છે કે નિયમો તોડવા શું કામ છે, કયા કારણે? શું કામ બાળકોના હાથમાં વેહિકલ આપવાં છે, શું કામ એને ગેરકાયદે વાહનો ચલાવવા દેવાં છે? ના, જરાય નહીં. એવી ભૂલ કરવાની ન હોય. તમારો લાડકવાયો પણ તમારી આવી દરિયાદિલીને કારણે જોખમમાં મુકાય છે અને તમારા લાડકવાયાની સાથે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મુકાય છે. આવી ભૂલ થવી પણ ન જોઈએ અને આવા લાડ હોય પણ નહીં. જો તમે એની દરકાર કરતા હોત તો સરકારે આવું કડક થવાનું વિચારવું પણ ન પડ્યું હોત. સહજ ઉદાહરણ છે કે બાપ ત્યારે જ લાલ આંખ કરતો હોય છે જ્યારે તેના નિયમોનું પાલન કરવામાં નથી આવતું. રાતે દસ વાગ્યે દીકરો ઘરમાં આવી જાય તો કોઈ પિતાતેના પર ચિલ્લમચિલ્લી નથી કરતો અને બેચાર વાર મોડું થયું હોય તો પણ કોઈ ગુસ્સો નથી કરતું. સમજાવીને વાત કરે છે. આકરા થવાનું ત્યારે જ આવે છે જ્યારે તમે લિબર્ટીને તમારી જાગીર સમજી લેતા હો છો.

દેશમાં વધી રહેલાં વાહનોની સંખ્યા ભયજનક છે. આજે ત્રણ કે ચાર લોકોનો પરિવાર હોય અને વાહન એટલાં જ અને અમુક કેસમાં તો એનાથી પણ વધારે હોય. ગુજરાતમાં ટીનેજર્સ સ્કૂલ જવા માટે સ્કૂટર લઈ જાય છે. સવારના સમયે તેમને તમે જતા જુઓ તો તમને ખરેખર આ નવો મોટર વેહિકલ ઍક્ટ સુખદાયી લાગવા માંડશે. ખોટી વાત છે. કાં તો પહેલાં બગાડ ઊભા કરવાની જરૂર નહોતી અને કાં તો હવે આ બાબતમાં દલીલ કરવાની આવશ્યકતા રહેતી નથી. લાભને જુઓ, આકરા થયેલા દંડને લીધે હવે તમારા પરિવારના સભ્યો સડક પર સેફ હશે એ વાતની ખુશી મનાવો, નહીં કે દંડના નામે ગાળો ભાંડવાનું રાખો. વિચારજો એક વાર ધ્યાનથી, તમને પણ સમજાશે. સમજાશે પણ ખરું અને વાસ્તવિકતાની સભાનતા પણ આવશે.

આ પણ વાંચો: મોટર વેહિકલ ઍક્ટઃ ગભરાટ નહીં, સાંત્વના આપતી આ પ્રક્રિયા છે અને એમાં સૌકોઈએ સહભાગી બનવાનું છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK