Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મર્ચન્ટ નેવીના યંગ કર્મચારીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું જીવતદાન

મર્ચન્ટ નેવીના યંગ કર્મચારીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું જીવતદાન

30 September, 2020 10:54 AM IST | Mumbai
Arita Sarkar

મર્ચન્ટ નેવીના યંગ કર્મચારીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી મળ્યું જીવતદાન

જેસન ક્રેસ્ટો

જેસન ક્રેસ્ટો


મર્ચન્ટ નેવીમાં કામ કરતા એક 28 વર્ષના નાવિકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (સર એચ.એન.આર.એફ.)માં સફળતા પૂર્વક કરાયું. નવી મુંબઈના રહેવાસી જેસન ક્રેસ્ટો આ વર્ષના માર્ચની શરૂઆતમાં જહાજમાં જઈ રહ્યો હતો ત્યારે તેણે પ્રથમવાર કફની તકલીફની ફરિયાદ કરી હતી. એપ્રિલમાં તેને અમેરિકાના લોસ એન્જલસમાં ઉતારી દેવાયો અને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં તેને વાયરલ ચેપના લીધે હૃદયના સ્નાયુમાં સોજો (માયોકાર્ડઆઇટિસ-ઇન્ફ્લેમેશન) હોવાનું નિદાન થયું હતું. તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવી હતી અને તેને 9 જુલાઈએ મુંબઈ લવાયો હતો.

ક્રેસ્ટોને સર એચ.એન.આર.એફ.એચ.માં એક મહિના સુધી દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સ્થિર થઈ અને નસોમાં દવાની સારવાર કરીને ઘરે મોકલવામાં આવ્યો હતો.



“તેને હૃદયના અનિયમિત ધબકારા અને શ્વાસની તકલીફ સાથે 9 જુલાઈના રોજ સર એચ.એન.આર.એફ.એચ.માં દાખલ કરવામાં આવ્યો હતો. અમે તેની તબિયતની સ્થિતિને સ્થિર કર્યા પછી તેને કેડેવર હાર્ટ (મૃત વ્યક્તિના હૃદય) માટે લિસ્ટમાં નામ ઉમેર્યું. તે ખૂબ નસીબદાર હતો કે બે મહિનાની અંદર જ એક કેડેવર(મૃત) દાતા મળી ગયો અને અમે આ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા," એમ સર એચ.એન.આર.એફ.એચ.માં એડવાન્સ કાર્ડિએક સર્જરીના ડિરેક્ટર ડો. અન્વય મુલેએ જણાવ્યું હતું.


કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યાર પછી પ્રથમવાર કોઈ અન્ય જિલ્લાનું આ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે. ડોકટરો આ ટ્રાન્સપ્લાન્ટને કોવિડ-19ના વર્તમાન અંધકારમય સમયમાં બહુ મોટી હકારાત્મકતા ગણાવે છે.

“જે આપણા માટે સામાન્ય હતું તે સંપૂર્ણ રીતે નવું આચરણ બની ચૂક્યું છે. કોવિડ-19એ આખી દુનિયાને ધૂંધળી બનાવી દીધી છે, દરેકજણ હતાશ છે અને માનવતા દુઃખી છે, પરંતુ સમાચારનો આ ભાગ અહીં આરએફએચમાં અમારા બધા માટે એક સકારાત્મક અભ્યર્થના છે, કારણ કે ક્રેસ્ટો આજે તેના ઘરે જઈ રહ્યો છે,” એમ ડો. મૂલેએ જણાવ્યું હતું.


ડો. મૂલેએ કહ્યું કે, "વાયરલ માયોકાર્ડઆઇટિસને કારણે 1 લાખ લોકોમાં 10-25 લોકો અંતિમ તબક્કાનો હૃદય રોગ ધરાવતા હોય છે. તેમાંના 25-40 ટકામાં કોક્સસીકી બી વાયરસના ચેપનું કારણ હોય છે જેમાં શરૂઆતમાં તમને તાવ, થાક, બેચેની અને છાતીમાં દુઃખાવો થાય છે.

ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે, અંતિમ તબક્કાના હૃદયરોગનું નિદાન થવાથી લઈને હૃદયના પ્રત્યારોપણ સુધીની તેની આખી જર્ની તેને માટે બહુ ઓવરવ્હેલ્મિંગ રહી તેણે કહ્યું કે, “હું મારા ગ્રહો અને દાતા પરિવારનો મારા હૃદય ઊંડાણથી આભારી છું. મને બીજું જીવન આપવા બદલ સર એચ.એન.આર.એફ.એચ.ની સમગ્ર તબીબી ટીમનો પણ આભાર માનુ છું. હું ફરીથી સામાન્ય જીવન જીવવાની રાહ જોઈ રહ્યો છું,” એમ ક્રેસ્ટોએ કહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2020 10:54 AM IST | Mumbai | Arita Sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK