મુંબઈ ઍરપોર્ટ કે બાપાનો બગીચો

Published: Aug 23, 2019, 09:31 IST | મુંબઈ

તહેનાત ગાર્ડને ચુકાવીને દીવાલ કુદાવી ઍરપોર્ટમાં ઘૂસ્યો હતો. જોકે વાઇરલ થયેલા વિડિયોને જોતાં સીઆઇએસએફના નિવેદનમાં બહુ વિશ્વાસ બેસતો નથી.

મુંબઈ ઍરપોર્ટ કે બાપાનો બગીચો
મુંબઈ ઍરપોર્ટ કે બાપાનો બગીચો

હાઇએસ્ટ સિક્યૉરિટી ઝોન ગણાતા મુંબઈ ઍરપોર્ટના રનવે પર ઘૂસીને એક ચસકેલ ગઈ કાલે બપોરે ઊડવાની તૈયારીમાં લાગતાં સ્પાઇસજેટ વિમાનની સામે ઊભો રહી જતાં ઍરપોર્ટ ઑથોરિટી દોડતી થઈ હતી. મુંબઈ ઍરપોર્ટની અંદર લીધા પછી જ્યાં પ્રવેશ માટે અનેક સિક્યૉરિટી ચેકમાંથી પસાર થવું પડે છે ત્યાં ત્યાં આ શખસ કેવી રીતે અંદર પ્રવેશ્યો હતો એવો સવાલ ચોક્કસ થાય છે અને સાથે ઍરપોર્ટ સિક્યૉરિટીની સલામતી વ્યવસ્થા પર પણ થઈ રહ્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકની વેબસાઇટને સીઆઇએસએફના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર ઍરપોર્ટની દીવાલ નજીક ગાર્ડ હંમેશાં પૅટ્રોલિંગ કરતા હોય છે પણ એ તહેનાત ગાર્ડને ચુકાવીને દીવાલ કુદાવી ઍરપોર્ટમાં ઘૂસ્યો હતો. જોકે વાઇરલ થયેલા વિડિયોને જોતાં સીઆઇએસએફના નિવેદનમાં બહુ વિશ્વાસ બેસતો નથી. આ શખસને ઍરપોર્ટ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK