Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈમાં બે વર્ષના દીકરાના પપ્પાએ જાહેરમાં ઝાડ પર લટકીને ગળાફાંસો કેમ ખાધો?

વસઈમાં બે વર્ષના દીકરાના પપ્પાએ જાહેરમાં ઝાડ પર લટકીને ગળાફાંસો કેમ ખાધો?

06 November, 2014 05:31 AM IST |

વસઈમાં બે વર્ષના દીકરાના પપ્પાએ જાહેરમાં ઝાડ પર લટકીને ગળાફાંસો કેમ ખાધો?

 વસઈમાં બે વર્ષના દીકરાના પપ્પાએ જાહેરમાં ઝાડ પર લટકીને ગળાફાંસો કેમ ખાધો?


suicide


વસઈ ગામ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર. વરદકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રાતના સમયે પૅટ્રોલિંગ કરતી ટીમે અમને જાણ કરી હતી કે દત્તાણીમાં ઝાડ પર એક યુવકની ડેડ-બૉડી લટકી રહી છે. આથી અમે ઘટનાસ્થળ પર તરત જ પહોંચી ગયા હતા. યુવકે નાયલોનની રસી દ્વારા ફાંસો ખાધો હતો. યુવકના પગ જમીન સુધી અડીને હતા તો કદાચ તેણે રાતના સમયે ફાંસો ખાધો હશે અને ધીરે-ધીરે રસી ઢીલી પડતાં તે નીચે આવતો ગયો હશે. અમે કેસ નોંધીને બૉડીને પોસ્ટ-મૉર્ટમ માટે મોકલી આપી છે અને રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે. આ કૃત્ય કરતી વખતે યુવકે દારૂ પીધો હતો અને તેની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી. વધુ તપાસ કરતાં તે વસઈ ગામના ધાબોલપાડા વિસ્તારમાં રહેતો ૨૨ વર્ષનો દીપક પવાર નામનો યુવક છે એવું જાણવા મળ્યું છે. દીપક મૅરિડ છે અને તેને બે વર્ષનો દીકરો છે. તે મજૂર તરીકે કામ કરતો હતો. યુવકના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. આથી તેના આપઘાત પાછળનું રહસ્ય આગળ આવ્યું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2014 05:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK