માહિમ બીચ પર સૂટકેસમાં પુરુષના કપાયેલા હાથ-પગ મળ્યા : જનનેન્દ્રિય મળી આવી

Published: Dec 04, 2019, 15:55 IST | Mumbai

માહિમ બીચ પર માહિમ દરગાહની પાછળના ભાગમાં ગઈ કાલે સવારે પાણીમાં એક સૂટકેસ તરતી જોવા મળી હતી, જેને સ્થાનિક રહેવાસીઓએ પોલીસની હાજરીમાં ખોલતાં એમાં એક પુરુષના કપાયેલા હાથ-પગ અને જનનેન્દ્રિય રહસ્યમય રીતે મળી આવતાં સૌ ચોંકી ઊઠ્યા હતા.

(મિડ-ડે પ્રતિનિધિ) માહિમ બીચ પર માહિમ દરગાહની પાછળના ભાગમાં ગઈ કાલે સવારે પાણીમાં એક સૂટકેસ તરતી જોવા મળી હતી, જેને સ્થાનિક રહેવાસીઓએ પોલીસની હાજરીમાં ખોલતાં એમાં એક પુરુષના કપાયેલા હાથ-પગ અને જનનેન્દ્રિય રહસ્યમય રીતે મળી આવતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. પોલીસે સૂટકેસ અને એમાંથી મળેલા માનવશરીરના અવયવ તાબામાં લઈને તપાસ હાથ ધરી છે.

માહિમ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સૂટકેસમાંથી રહસ્યમય સંજોગોમાં મળેલાં માનવઅંગ કોનાં છે, આ સૂટકેસ અહીં કોણ ફેંકી ગયું છે એ વિશે માહિતી મેળવવા માટે આ અંગો જેજે હૉસ્પિટલમાં મોકલી અપાયાં છે. અહીં એનું મેડિકલ ચેકઅપ કરાશે. માનવશરીરનાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

માહિમ પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હત્યાના આ અત્યંત ચોંકાવનારા હત્યાના મામલાની તપાસ માટે ટીમ બનાવી છે, જેમાં સ્થાનિક માછીમારો અને કોસ્ટલ પોલીસનો સમાવેશ છે. બધા મળીને સમુદ્રમાંથી મૃતકના શરીરનાં બાકીનાં અંગો શોધવાની કોશિશ કરશે. એ સિવાય જે સ્થળેથી સૂટકેસ મળી છે એની આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોઈને પોલીસ આ હત્યાની કડી મેળવવાના પ્રયાસ કરશે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

બાંદરા-વરલી સી લિન્ક પરથી આ સૂટકેસ ફેંકાઈ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે બાંદરા અને વરલી એમ બન્ને સ્થળનાં સોમવાર મોડી રાતથી મંગળવારની સવાર સુધીનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસવાની શરૂઆત કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK