લગ્ન માટે મોટા ભાઈને પસંદ કરતાં દિયરે ભાભીની હત્યા કરી

Published: 24th December, 2012 03:43 IST

પોતાના ભાઈ સાથે લગ્ન કરવાનો ગુસ્સો મનમાં ધરબી રાખીને કલવામાં એક યુવકે પોતાની ભાભીની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. જોકે ૨૪ કલાકમાં જ ક્રાઇમ બ્રાન્ચે આ કેસ સૉલ્વ કર્યો હતો. કલવા પોલીસે કહ્યું હતું કે ‘કલવા (ઈસ્ટ)માં વિટાવા વિસ્તારમાં જકાતનાકા પાસે આવેલા મુંબ્રાદેવી બિલ્ડિંગમાં રહેતી ૨૦ વર્ષની ગાયત્રી સંપતલાલ લોહારનો શુક્રવારે બપોરે હત્યા કરાયેલો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. તપાસ દરમ્યાન ગાયત્રીના દિયર કમલેશે જ તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. કમલેશને ગાયત્રી ગમતી હતી, પણ ગાયત્રી સહિત તેના પરિવારને કમલેશનો ભાઈ સંપતલાલ ગમી જતાં તેની સાથે ગાયત્રીનાં લગ્ન થયાં હતાં. ગાયત્રીએ ના પાડ્યા બાદ કમલેશને મનમાં ગુસ્સો હતો. એ દરમ્યાન શુક્રવારે બપોરે ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને કમલેશે ગાયત્રી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગાયત્રીએ એનો વિરોધ કરીને પરિવારમાં એ વાત બધાને કહી દેવાની ધમકી આપી હતી. એના પગલે ગભરાઈ ગયેલા કમલેશે ગાયત્રીની ગળું દબાવીને હત્યા કરી હતી. તપાસ દરમ્યાન ગાયત્રીની હત્યા કોઈ પરિચિતે જ કરી હોવાની આશંકા હતી એમાં કમલેશની વર્તણૂક શંકાસ્પદ જણાતાં તેની સઘન પૂછપરછ કરાતાં તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK