લૉકડાઉન દરમિયાન પહેરો આપતાં ઑફિસરની આંગળીઓ કાપી, વધુ 4 ઘાયલ

Published: Apr 07, 2020, 19:44 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

જિલ્લાના બયાના નામના ગામમાં લૉકડાઉનનું પાલન કરાવવા માટે એક સિપાહી અને કેટલાક લોકો ઠીકરી પર પહેરો આપી રહ્યા હતા.

હરિયાણામાં કોરોના વાયરસના કારણે લૉકડાઉન લાગૂ પાડવામાં આવ્યો છે. કેટલાય વિસ્તારોમાં લૉકડાઉનનું પાલન કરાવવા માટે લોકોએ પહેલ કરી છે. જિલ્લાના બયાના નામના ગામમાં લૉકડાઉનનું પાલન કરાવવા માટે એક સિપાહી અને કેટલાક લોકો ઠીકરી પર પહેરો આપી રહ્યા હતા. દરમિયાન કેટલાક લોકોને તેમના પર હુમલો કરી દીધો અને સિપાહીના જમણાં હાથની આંગળીઓ કાપી દીધી. હુમલામાં ચાર અન્ય યુવકો પણ જોખમી થયા છે.

બાઇક પર જતાં લોકોએ લૉકડાઉનને કારણે અટકાવવાને કારણે કર્યો હુમલો
હુમલાખોરોનો શિકાર બનેલ સિપાહી દિલબાગ સિંહ રજા લઈને ગામ આવ્યો છે. સિપાહી દિલબાગ સિંહ શ્રીનગરમાં તહેનાત છે અને 9 માર્ચમાં રજા લઈને આવ્યો છે. તેને 28 માર્ચના રોજ પાછા જવાનું હતું, પણ લૉકડાઉનને કારણે તેની રજાઓ આગળ વધારી દેવામાં આવી.

ગામમાં કોરોનાને કારણે સરકારે લાગૂ પાડેલા લૉકડાઉનનું પાલન કરાવવા ગ્રામીણ પોતે આગળ આવીને ગામમાં બહારના લોકોના પ્રવેશને અટકાવવા ઠીકરી પર પહેરો આપે છે. આ માટે યુવકોની ટીમ બનાવવામાં આવી. આ ટીમના સભ્ય સામાજિક અંતરનું ધ્યાન રાખતાં ગામડાના લોકોને લૉકડાઉન તોડવાથી અટકાવી રહ્યા છે. તે ગામમાં બહારના લોકોને કારણવિના અંદર આવતાં અટકાવે છે.

મંગળવારે આ યુવકો સાથે સિપાહી દિલબાગ સિંહ પણ ગામમાં પહેરો આપી રહ્યો હતો. કહેવામાં આવે છે કે આ દરમિયાન કેટલાક લોકો મોટરસાઇકલ પર ગામમાં ઘુસ્યા. દિલબાગ અને અન્ય યુવકોએ તેમને અટકાવ્યા અને લૉકડાઉન પાલન કરવા કહ્યું. આ બાબતે વિવાદ થયો અને બાઇકો પર આવેલા લોકોએ ઠીકરી પર પહેરો આપતા દિલબાગ અને અન્ય લોકો પર ધારદાર હથિયારો દ્વારા હુમલો કરી દીધો.

હુમલાખોરોએ સિપાહી દિલબાગ સિંહના જમણાં હાથની બે આંગળીઓ કાપી દીધી. તેમના હુમલામાં દિલબાગ સિંહ સહિત અન્ય ચાર યુવક પણ ગંભીરતાથી જોખમી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK