એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,'મેહુલ ચોક્સીની પૂછપરછ માટે ભારત સ્વતંત્ર'

Published: Sep 26, 2019, 10:58 IST | અમેરિકા

એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીને કૌભાંડી ગણાવ્યો છે.

મેહુલ ચોક્સી (File Photo)
મેહુલ ચોક્સી (File Photo)

એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીને કૌભાંડી ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્ક પહોંચેલા ગેસ્ટને કહ્યું કે તેમને મેહુલ ચોક્સીના કારનામા વિસે પૂરતી માહિતી મળી છે.

એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું,'મને પૂરતી માહિતી મળી છે કે મેહૂલ ચોક્સી દગાખોર છે. તેનો કેસ અદાલતમાં છે. હાલ તો અમે કશું ન કરી શકીએ. પરંતુ એટલું કહીશ કે મેહુલ ચોક્સીને એન્ટીગુઆ કે બારબુડામાં રાખવાનો કોઈ ઈરાદો નથી.'

ભારતીય અધિકારીઓને પૂછપરછની પરવાનગી આપવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે,'પૂછપરછથી અમને કોઈ વાંધો નથી.' બ્રાઉને કહ્યું કે ભારતીય અધિકારીઓ જ્યારે ઈચ્છે ત્યારે તેની પૂછપરછ કરી શખે છે. બસ મેહુલ ચોક્સી પૂછપરછમાં સામેલ થવા ઈચ્છતો હોવો જોઈએ. તેમણે કહ્યું કે આ કેસમાં તેમની સરકાર કશું ન કરી શકે, કારણ કે કેસ હાલ અદાલતમાં છે.

જો કે બ્રાઉને મેહુલ ચોક્સી ક્યારે ભારત આવશે તે અંગે કોઈ ચોક્કસ નિવેદન નથી આપ્યું. પરંતુ તેમના નિવેદનો જોતા મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની શક્યતાઓ મજબૂત થતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સની નાગરિક્તા રદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ભારતના દબાણ બાદ આ પગલું લીધું હતું. PNB કૌભાંડમાં નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડ ચાંઉ કરી જવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ PNB જ નહીં OBCને પણ નીરવ મોદી, મેહુલ ચોક્સીએ લગાવ્યો છે ચૂનો

આ કૌભાંડનો ખુલાસો 2018માં થયો હતો. આ કૌભાંડ સામે આવ્યા બાદ નિરવ મોદી અને મેહુલ ચોક્સી બંને ભારત છોડીને ફરાર થઈ ગયા હતા. મેહુલ ચોક્સીએ 15 જાન્યુઆરી 2018ના રોજ એન્ટીગુઆ અને બારબૂડાની નાગરિક્તા લીધી હતી. તેણે બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું કરીને કહ્યું હતું કે તે હાલ એન્ટીગુઆમાં છે અને PNB કૌભાંડની તપાસમાં સહયોગ આપવા ઈચ્છે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK