આર્ટિકલ ૩૫-એ સાથે છેડછાડ કરનારના હાથ જ નહીં, શરીર પણ ભસ્મીભૂત થઈ જશે

Published: Jul 29, 2019, 09:28 IST | નવી દિલ્હી

જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (પીડીપી) આજે રવિવારે પોતાનો ૨૦મો સ્થાપનાદિન મનાવી રહી છે.

 મહેબૂબા મુફ્તી (File Photo)
મહેબૂબા મુફ્તી (File Photo)

જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (પીડીપી) આજે રવિવારે પોતાનો ૨૦મો સ્થાપનાદિન મનાવી રહી છે. આ સ્થળે પીડીપીનાં અધ્યક્ષ મેહબૂબા મુફ્તીએ કહ્યું કે ‘૩૫-એ સાથે છેડછાડ કરવી એ દારૂગોળાને હાથ લગાવ્યા બરાબર હશે. જે હાથ ૩૫-એ સાથે છેડછાડ કરવા માટે ઊઠશે એ હાથ જ નહીં, તેનું આખું શરીર બળીને રાખ થઈ જશે. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી કાશ્મીરની રક્ષા કરીશું. પીડીપી ક્યારેય સમાપ્ત નહીં થાય. આજે વરસાદમાં અમારા કાર્યકરો પૈસા ખર્ચીને દૂર દૂરથી આવે છે. કાશ્મીર માટે શહીદ થયેલા લોકોને યાદ કરવાની જરૂર છે. આપણે એક મોટી લડાઈ માટે તૈયાર રહેવાની જરૂર છે. ચૂંટણી આવે છે અને જતી રહે છે, પરંતુ અસલી લડાઈ જમ્મુ-કાશ્મીરના ખાસ દરજ્જા માટે લડવાની છે. અમે રાજ્યની સ્થિતિને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈશું.’

મેહબૂબા મુફ્તીએ કહ્યું કે ‘કાશ્મીરમાં જેની પણ શહાદત થઈ છે પછી તે ગમે તે પક્ષનો હોય, આપણે તેના આત્મા માટે પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે એક મોટી લડાઈ માટે તૈયાર રહેવાની જરૂર છે. ચૂંટણી આવશે અને જશે, પરંતુ અસલી લડાઈ જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જા માટે છે. રાજ્યને ખાસ દરજ્જાથી બચાવવા માટે આપણે કોઈ પણ હદ સુધી જઈશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK