Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઇંદરના બે ભૂતપૂર્વ કમિશનરોને રિકવરી નોટિસ

મીરા-ભાઇંદરના બે ભૂતપૂર્વ કમિશનરોને રિકવરી નોટિસ

22 December, 2011 07:55 AM IST |

મીરા-ભાઇંદરના બે ભૂતપૂર્વ કમિશનરોને રિકવરી નોટિસ

મીરા-ભાઇંદરના બે ભૂતપૂર્વ કમિશનરોને રિકવરી નોટિસ




(પ્રીતિ ખુમાણ)





મીરા-ભાઈંદર સુધરાઈના કમિશનરે બે ભૂતપૂર્વ કમિશનરોને મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર નિવાસસ્થાન આપવામાં આવ્યું હોવા છતાં ઘરભાડું પણ લેવા અને બદલ વસૂલીની નોટિસ મોકલી છે. આ નોટિસ મોકલતાં ભૂતપૂર્વ કમિશનરોએ કરેલો સત્તાનો દુરુપયોગ જાહેરમાં આવ્યો હતો.

૧૨ ઑગસ્ટ ૨૦૦૫થી લઈને ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ દરમ્યાન કાર્યરત ભૂતપૂર્વ કમિશનર સુદામરામ ગાયકવાડ અને ૨૪ ફ્રેબુઆરી ૨૦૦૯થી ૩૧ મે ૨૦૧૧ દરમ્યાન કાર્યરત ભૂતપૂર્વ કમિશનર શિવમૂર્તિ નાઈકને હાલના કમિશનર વિક્રમ કુમારે ઉપરોક્ત બાબતે વસૂલીની (રિકવરી) નોટિસ મોકલી છે.



ભૂતપૂર્વ કમિશનર જ્યારે કાર્યરત હતા ત્યારે તેઓ સુધરાઈના કમિશનરને મળતા નિવાસસ્થાનનો ઉપયોગ કરતા અને નિવાસસ્થાન માટે તેમના પગારમાં વૈકલ્પિક રીતે આપવામાં આવતું ઘરભાડું પણ સ્વીકારતા હતા, જ્યારે કાયદા અનુસાર મહાનગરપાલિકા દ્વારા જેમને સત્તાવાર નિવાસસ્થાન આપવામાં આવ્યું હોય એવા અધિકારીઓને ઘરભાડું મળતું નથી; બન્નેમાંથી એક જ વસ્તુ સ્વીકારવી પડે છે.

હાલમાં કાર્યરત મીરા-ભાઈંદર મહાનગરપ્લિકાના કમિશનર વિક્રમ કુમારનું આ બાબત પર ધ્યાન જતાં તેમણે બન્ને ભૂતપૂર્વ કમિશનરોને મોકલેલી વસૂલીની નોટિસમાં લીધેલી વધારાની રકમ મહાનગરપાલિકાને પરત કરવાનું જણાવ્યું છે. આમાં શિવમૂર્તિ નાઈકને ૧,૭૭,૦૦૦ રૂપિયા અને સુદામરામ ગાયકવાડને ૬૭,૦૦૦ રૂપિયા પરત આપવાના નીકળે છે.

આ બન્ને કમિશનરો નિવૃત્ત થઈ ગયા છે એટલે પેન્શન તેમ જ બીજા ફાયદા મેળવવા તેમને મહાનગરપાલિકામાં કામ ક્ર્યું છે એવું મહાનગરપાલિકા પાસેથી ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ આપવામાં આવે છે. તેમણે આ સર્ટિફિકેટ ભારત સરકાર સમક્ષ રજૂ કરવું પડે છે. આ બન્ને કમિશનરોનું ડ્યુ બાકી હોવા છતાં આ સર્ટિફિકેટ તેમને કેવી રીતે મળી ગયું, આ એક મોટો સવાલ અહીં ઊભો થયો છે.

આ સંદર્ભે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર વિક્રમ કુમાર મિડ-ડે LOCALને કહ્યું હતું કે મેં આ બન્ને ભૂતપૂર્વ કમિશનરોને રિકવરી-નોટિસ મોકલી છે અને તેમને નો ડ્યુ સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું એ માટે જો જરૂર પડી તો સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

શિવમૂર્તિ નાઈકે ચેક આપ્યો

મીર-ભાઈંદર મહાનગરપાલિકાએ પાઠવેલી રિકવરી-નોટિસને પગલે ભૂતપૂર્વ કમિશનર શિવમૂર્તિ નાઇકે લેણાપેટે નીકળતી ૧,૭૭,૦૦૦ની રકમનો ચેક આપી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, શિવમૂર્તિ નાઇક અથવા સુધરાઈના અધિકારીઓ આ અંગે બોલવા તૈયાર નહોતા.

સુદામરાવને અપાઈ ખોટી નોટિસ?

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર સુદામરાવ ગાયકવાડને આઠ મહિના માટે પાઠવવામાં આવેલી નોટિસ અંગે સુધરાઈને પત્ર પાઠવીને જણાવ્યું છે કે કમિશનર માટેનું નિવાસસ્થાન બન્યા બાદ પોતે તેમાં રહેવા ગયા અને ત્યારબાદ તેમણે ઘર ભાડું લીધું નથી આથી તેમને અપાયેલી નોટિસ ખોટી છે. ડેપ્યુટી કમિશનર સુધીર રાઉતે મિડ ડે LOCAL સમક્ષ કબૂલ કર્યું હતું કે સુદામરાવને ખોટી રીતે નોટીસ અપાઈ છે. Whatsapp-channel Whatsapp-channel

22 December, 2011 07:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK