તમામ સંઘમાં સાધુઓ અને સાધ્વીઓનું હેલ્થ ચેક-અપ

Published: 27th September, 2011 19:37 IST

જૈન યુથ ફાઉન્ડેશન દ્વારા સમસ્ત મુલુંડના તમામ સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન શ્રમણ-શ્રમણી ભગવંતો માટે હેલ્થ ચેક-અપનું રવિવાર, ૨૫ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામ્ાાં આવ્યું હતું.

 

 

 

આ કૅમ્પમાં દરેક ઉપાશ્રયમાં ડૉક્ટરો દ્વારા બ્લડ, યુરિન, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, એક્સ-રે, ઈસીજી, આઇ ચેક-અપ કરવામાં આવ્યાં હતાં. અગ્રણી ડૉક્ટરો, હાર્ટ-સ્પેશ્યલિસ્ટ, ઑર્થોપેડિક, આઇ સ્પેશ્યલિસ્ટ તથા સજ્ર્યન ડૉક્ટરો દ્વારા તમામ લોકોની તપાસણી કરવામાં આવી હતી. મુલુંડ-વેસ્ટમાં ઝવેર રોડ, તાંબેનગર સ્થાનક, એસ. એલ. રોડ સ્થાનક, સર્વોદયનગર સ્થાનકવાસી ઉપાશ્રય-સર્વોદયનગર, ગોવર્ધનનગર, રામનગર, વીણાનગર, મુલુંડ-ઈસ્ટમાં ઘાસલેટવાળા ચાલ, અચલગચ્છ ઉપાશ્રય, સ્થાનકવાસી ઉપાશ્રય એમ કુલ ૧૭ ઉપાશ્રયોમાં હેલ્થ ચેક-અપ કૅમ્પ થયા હતા.

 

આ હેલ્થ ચેક-અપમાં સેવા આપનારા ડૉક્ટરોમાં ડૉ. સંજય શાહ, ડૉ. રાજેશ ગજરા, ડૉ. યોગેશ શાહ, ડૉ. કલ્પેશ શાહ, ડૉ. તેજલ શાહ, ડૉ. અમી શાહ, ડૉ. ઉષ્મા પુનાતર, ડૉ. પ્રણવ સંઘવી, ડૉ. હેમંત દોશી, ડૉ. પ્રતીક દોશી, ડૉ. નિશા થોસાણી, ડૉ. દીપાલી દોશી, ડૉ. રીટા શાહ, ડૉ. પ્રિયા શાહ, ડૉ. મીનલ શાહ, ડૉ. કાજલ સંઘવી અને ડૉ. સેતુ સંઘવીનો સમાવેશ થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK