Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધારાવીમાંથી ૨૧ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું

ધારાવીમાંથી ૨૧ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું

15 February, 2021 12:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધારાવીમાંથી ૨૧ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના વરલી યુનિટે શનિવારે બપોરે સાયન-ધારાવીના ૯૦ ફુટ રોડ પરથી ૩૨ વર્ષના રીઢા આરોપી અને ડ્રગ-પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી અંદાજે ૨૧ લાખ રૂપિયાનું ૨૧૦ ગ્રામ એમડી ડ્રગ જપ્ત કર્યું હતું. ખબરીએ આપેલી માહિતીના આધારે છટકું ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો.  આરોપી રેકૉર્ડ પરનો ગુનેગાર છે અને તેના પર ધારાવી પોલીસ-સ્ટેશનમાં હત્યા, લૂંટ, ચોરી, મારામારી, વિનયભંગ અને પોક્સો ઍક્ટ હેઠળ કુલ ૧૯ ગુના નોંધાયા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે ત્રણ વખત તેને તડીપાર પણ કરાયો હતો. હાલના કેસમાં તેને એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને કોર્ટમાં હાજર કરાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2021 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK