ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના આઝાદ મેદાન યુનિટે વાહનોનો સ્પેરપાર્ટ્સનો ધંધો કરતા ૨૪ વર્ષના મો. નવાઝ મો. ઇજાઝ શેખને રૂપિયા ૨૭.૫ લાખના ૨૭૫ ગ્રામ એમડી ડ્રગ સાથે બુધવારે રાતે પકડી લીધો હતો.
ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના આઝાદ મેદાન યુનિટના કૉન્સ્ટેબલ મોરેને ખબરીએ આપેલી માહિતીના આધારે બે ટાંકી વિસ્તારની બીપી લેનમાં આવેલી બુરહાની મંઝિલમાં છાપો મારી મો. નવાઝ મો. ઇજાઝ શેખને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી ૨૭૫ ગ્રામ મેફેડ્રોન (અંદાજિત કિંમત ૨૭,૫૦,૦૦૦) જપ્ત કરાયું હતું.
આરોપી મો. નવાઝ સામે જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે મો. નવાઝ વાહનોના સ્પેરપાર્ટ્સની આડમાં ડ્રગ્સનો પણ વેપાર કરે છે અને તેની મોટી ગૅન્ગ પણ હોઈ શકે. સાથે જ એ આંતરરાજ્યની ટોળકીનો સભ્ય પણ હોવાની પોલીસને શંકા છે. કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માનસિંહ કાળે કરી રહ્યા છે.
મુંબઇમાં છઠ્ઠા માળથી કૂદીને આપ્યો જીવ, જાણો વધુ
6th March, 2021 14:10 ISTખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
6th March, 2021 13:06 ISTથાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો
6th March, 2021 10:11 ISTઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી: અજિત પવાર
6th March, 2021 10:08 IST