Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈઃમોદીજી, તમે જ ઉકેલો અમારી સમસ્યા

મુંબઈઃમોદીજી, તમે જ ઉકેલો અમારી સમસ્યા

12 January, 2019 10:05 AM IST | મુંબઈ
Rohit Pareekh

મુંબઈઃમોદીજી, તમે જ ઉકેલો અમારી સમસ્યા

વેપારીઓની પીએમ મોદીને રજૂઆત

વેપારીઓની પીએમ મોદીને રજૂઆત


મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (MbPT) શહેરના પૂર્વીય વૉટરફ્રન્ટ સાથે સાસૂન ડૉકથી વડાલા સુધીની ૯૬૬.૩૦ હેક્ટર જમીન પર મનોરંજન પાર્ક, ઇકોલૉજિકલ પાર્ક, ટૂરિસ્ટ હબ, રેસ્ટોરાં, સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટિÿક્ટ, પોસાય એવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ જેવા અનેક પ્રોજેક્ટ્સે બનાવી રહી છે, જેને કારણે આ જમીન પર ૧૫૦ વર્ષથી વધુ સમયથી સ્થાપાયેલી લોખંડબજાર અને સ્ટીલબજારને એના મૂળસ્થાનેથી હટાવીને અન્ય જગ્યા પર પુન:નર્મિાણ કરવાનો પ્ણુભ્વ્નો પ્લાન છે. જોકે આ પુન:નિર્માણ પ્રોજેક્ટમાં કોઈ સરકારી અધિકારીઓ કે વેપારી સંગઠનો ભ્રષ્ટાચારનો હાથો ન બની જાય એના માટે દારૂખાનાના એક રીટેલ વેપારી ભરત કાણકિયાએ પ્ણુભ્વ્ના પુન:નર્મિાણ પ્લાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્યસ્થી કરે એવી નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે એટલું જ નહીં, પુન:નર્મિાણ થનારા માર્કેટ-ટાવરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડવામાં આવે એવી વિનંતી કરી છે.

એમબીપીટીની જમીન પર સ્થાપાયેલી લોખંડ અને સ્ટીલ બજારને એક જ જમીન પર પુન:નર્મિાણ કરવામાં આવે અને વેપારીઓની વ્યથા સાંભળવા નરેન્દ્ર મોદી તેમના વ્યસ્ત સમયમાંથી ફક્ત પાંચ મિનિટનો સમય ફાળવે એના માટે દારૂખાનાના એક વેપારી અને નરેન્દ્ર મોદીના એક સમયના નિકટના કહેવાતા ભરત કાણકિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એપ્રિલ-૨૦૧૮માં વિનંતી કરી હતી, જેના પરિણામે પ્ણુભ્વ્ના અધિકારીઓની દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. પ્ણુભ્વ્ના ઉપપ્રમુખ યશોધન વાંગેએ ભરત કાણકિયા અને આ બજારોના વેપારી સંગઠનો સાથે મીટિંગ કરીને બજારોને યોગ્ય સ્થાને જમીનફાળવણી કરવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યાર પછી રાત ગઈ બાત ગઈની જેમ MbPT આ મામલે શાંત બેસી ગયું છે.



જોકે પ્ણુભ્વ્ના પ્રમુખ સંજય ભાટિયાએ તાજેતરમાં તૈયાર કરેલા પ્રપોઝલ પ્લાનમાં પ્ણુભ્વ્ની જમીન પર છૂટક લોખંડબજાર માટે જમીનફાળવણી માટે કોઈ જ આયોજન કર્યું નથી. બીજી તરફ MbPT તરફથી આ વેપારીઓની હાલની લીઝ પૂરી થઈ ગયેલી જગ્યાઓને ખાલી કરવા માટે નોટિસો જારી કરવામાં આવતાં વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. વેપારીઓને ભય લાગી રહ્યો છે કે આજે નહીં ને કાલે પ્ણુભ્વ્ની જમીન પરથી લોખંડ અને સ્ટીલ બજારના વેપારીઓને ગમે એ ઘડીએ તેમની ઑફિસો અને ગોડાઉનો છોડીને વેરવિખેર થઈ જવું પડશે. મસ્જિદ બંદર પાસે આવેલી લોખંડબજાર અને દારૂખાનામાં આવેલી સ્ટીલ અને લોખંડબજારના વેપારીઓના માથે લટકતી તલવાર છે. સંજય ભાટિયા અને અન્ય અધિકારીઓએ જગ્યા માટે લડી રહેલાં વેપારી સંગઠનો પાસે તેમને કેવી રીતની જગ્યા જોઈએ છે એના માટે એક પ્લાન મોકલવાની દરખાસ્ત કરી હતી, જે વેપારીઓ તરફથી મોકલવામાં પણ આવ્યો હતો, પરંતુ તાજેતરમાં આ વેપારીઓને મોટો ઝટકો લાગ્યો હતો. સંજય ભાટિયાએ તાજેતરમાં તૈયાર કરેલા પ્રપોઝલ પ્લાનમાં પ્ણુભ્વ્ની જમીન પર છૂટક લોખંડબજાર માટે જમીનફાળવણી માટે કોઈ જ આયોજન કર્યું નથી.


સંજય ભાટિયાએ અમને કહ્યું હતું કે મસ્જિદ બંદર પાસેની લોખંડબજારના વેપારીઓની ઑફિસો ધરાવતી બાવીસ ઇમારતને હટાવવાનો હમણાં કોઈ જ પ્લાન નથી એમ જણાવતાં ધ બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ અનીષ વળિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવા પ્લાનમાં અમારા વેપારીઓના પુન:નર્મિાણ માટે કોઈ જ આયોજન ન હોવાથી અમે સંજય ભાટિયા સાથે મીટિંગ કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તમે પ્રોજેક્ટના ઝોન-૧૦માં આવો છો. એ જગ્યા પર પૂર્વીય વૉટરફ્રન્ટ સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પ્રોજેક્ટ હજી બેથી ત્રણ વર્ષ સુધી નર્મિાણ થવાનો ન હોવાથી તમારી ઇમારતોને હટાવવાનું હાલમાં કોઈ જ પ્લાનિંગ નથી. આના માટે અમે તમારી સાથે વાતચીત કરીને બધો જ ડેટા જમા કરીને પછી નર્ણિય લઈશું.’

ભલે મસ્જિદ બંદર પાસેની લોખંડબજારને MbPT હમણાં હટાવશે નહીં, પણ આજે નહીં તો કાલે આ માર્કેટ MbPT હટાવશે જરૂર એમાં કોઈ શંકા નથી. આવા સમયે અત્યારથી જ મસ્જિદ બંદરથી દારૂખાના સુધીમાં છૂટાંછવાયા બિઝનેસ કરી રહેલા લોખંડ અને સ્ટીલના વેપારીઓએ એક સંકુલમાં બધાનાં ગોડાઉનો, ઑફિસો, કૉપોર્રેટ ઑફિસો, આ બિઝનેસને સંલગ્ન સરકારી અને અર્ધસરકારી ઑફિસોનો સમાવેશ આજના યુગની અત્યંત જરૂરી આવશ્યકતા છે એવો મત વ્યક્ત કરતાં ભરત કાણકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક જ સંકુલમાં એક છત્ર નીચે સાથે બિઝનેસ કરવાથી નાના-મોટા બધા જ વેપારીઓને લાભાલાભ થવાની સંભાવના વધે છે. પ્ણુભ્વ્ના અધિકારીઓ અત્યારે દારૂખાનાને હટાવવા માટે સક્રિય બન્યા છે. એક વાર આ માર્કેટ હટી જશે તો વેપારીઓ વિખેરાઈ જશે. ત્યાર પછી પ્ણુભ્વ્ના અધિકારીઓ ‘એક બિઝનેસ, એક સંકુલ’ માટે તૈયાર નહીં થાય. બીજું, ૧૯૮૫માં લોખંડબજાર કળંબોલી સ્થળાંતર કરવામાં આવી ત્યારે કોઈ જ પાયાની સુવિધાઓ નહોતી. આજની તારીખે પણ કળંબોલીની પરિસ્થિતિ એવી ને એવી જ છે. નવી મુંબઈમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આવી જ પરિસ્થિતિ લોખંડ અને સ્ટીલબજારના પુન:નર્મિાણમાં ન થાય એના માટે મેં નરેન્દ્ર મોદીને પત્ર લખીને મધ્યસ્થી કરવાની વિનંતી કરી છે.’


ભરત કાણકિયાનો મોદીને લખેલો પત્ર

માનનીય વડા પ્રધાન શ્રી મોદીજી,

તા. ૨૪-૪-૨૦૧૮માં આપને જે પત્ર લખ્યો હતો ત્યારે ભ્પ્બ્ભ્ઞ્ વિભાગ તરફથી પ્ણુભ્વ્ના સાહેબો દોડતા થઈ ગયા હતા. ઉપપ્રમુખ શ્રી યશોધન વાંગેસાહેબે અમને ૪૫ મિનિટ ફાળવી હતી અને આશ્વાસન આપ્યું હતું કે લોખંડબજારના તમામ વેપારીભાઈઓને પ્ણુભ્વ્ની જમીન પર જગ્યા ફાળવવામાં આવશે, પરંતુ હજી સુધી MbPT તરફથી કોઈ પણ રિસ્પૉન્સ મYયો નથી. હમણાં જ પ્ણુભ્વ્ના પ્રમુખ સંજય ભાટિયાએ MbPT ડ્રાફ્ટ પ્લાનિંગ પ્રપોઝલ પ્લાન તૈયાર કયોર્ છે. એમાં પણ અમારી લોખંડબજારને પ્ણુભ્વ્ની જમીન પર છૂટક લોખંડબજાર માટે જમીનફાળવણી કરવાનું કોઈ આયોજન નથી કર્યું. બીજી તરફ MbPT વિભાગ દ્વારા હાલની જગ્યા ખાલી કરવાની નોટિસો જારી કરવામાં આવી રહી છે. કોર્ટકચેરીના ચક્કરમાં અમૂલ્ય સમય ઉભય પક્ષે બરબાદ થઈ રહ્યો છે. વકીલોને ઘેર લાપસીનું આંધણ અને અમારા ઘરે એકટાણું. ૧૫૦ વર્ષ જૂની અમારી છૂટક લોખંડબજારના વેપારીભાઈઓની વ્યથા આપને નહીં કહીએ તો કોને કહીએ. પ્ણુભ્વ્ના સાહેબો અમારી પાસે હાલના ભાડૂતોની સંપૂર્ણ વિગતો મગાવે છે. પ્ણુભ્વ્ના મૂળ ભાડૂતો એક ટકો પણ નહીં હોય, લગભગ પેટાભાડૂતો જ છે અને ઘણાખરા પ્ણુભ્વ્માં ભાડું નિયમિત ભરે છે, પરંતુ હમણાં-હમણાં તેમણે પેટાભાડૂતોનું ભાડું પણ લેવાનું બંધ કરી દીધું છે. આપ સાથે ખુલ્લા મને વાત કરવા માગું છું. અમારી લીઝ MbPT સાથે પૂરી થઈ ગઈ છે. પ્ણુભ્વ્ના સાહેબો અમને રસ્તે રઝળતા કરવાની પેરવીમાં છે. આપના તરફથી જે તાત્કાલિક પગલાં એપ્રિલ મહિનાના પત્ર પછી લેવામાં આવ્યાં હતાં એ કારણે જ પ્ણુભ્વ્ના સાહેબો થોડીઘણી વાતચીત કરવા તૈયાર થયા છે. હવે તો અમને અમારું ભવિષ્ય અંધકારમય જ લાગે છે. લોખંડબજાર વેરવિખેર થઈ જશે તો લાખો કુટુંબની રોજીરોટી છીનવાઈ જશે. આ બધાની અંતરની હાય લઈને આપણે વિકાસ કઈ રીતે કરીશું. આપને એક જ અરજ છે કે પ્ણુભ્વ્ના સાહેબોને લેખિતમાં આજ્ઞા કરો કે દારૂખાના અને કર્નાક બંદરમાં અત્યારે વ્યવસાય કરતા લોખંડબજારના તમામ વેપારીભાઈઓને અદ્યતન સુવિધાઓથી સજ્જ લોખંડબજારનું નર્મિાણ કરી અમને બધાને પ્રસ્થાપિત કરવામાં આવે. અમને કોઈ જગ્યા મફતમાં નથી જોઈતી, પરંતુ પડતર કિંમતે અમને જગ્યા ફાળવો. જે વેપારીભાઈઓ અત્યારે વ્યવસાય કરે છે તે વાજબી ધોરણે સવોર્ચ્ચ અદાલતના આદેશ મુજબ આજદિન સુધીનું પ્ણુભ્વ્નું ભાડું ભરવા તૈયાર જ છે, પરંતુ પ્ણુભ્વ્ની માગ દંડ સાથે અનાપસનાપ ભાડાંની છે, જે કમરતોડ છે. આપ જ આ જટિલ પ્રfન ઉકેલી શકશો. ખરેખર અમારી છૂટક બજારને અદ્યતન સુવિધાઓથી સજ્જ સ્ટીલ માર્કેટ બનાવી આપવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં ટૅક્સરૂપે ઓછામાં ઓછું દસ ગણું પરત આપીશું એની ખાતરી આપું છું.

આ પણ વાંચોઃ પરિવારનું કહ્યું માન્યું હોત તો જીવતો હોત આ ગુજરાતી યુવાન

દેશની સેવામાં અમે પણ તનતોડ મહેનત કરી વિકાસમાં અમૂલ્ય યોગદાન આપીશું. આપના તરફથી તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે વિનંતી. જરૂર લાગે તો મને આપ ફક્ત પાંચ મિનિટ ફાળવો સંક્ષિપ્તમાં અમારી વ્યથાને વાચા આપીશ. એક નમþ સૂચન છે કે અત્યારે જે વેપારીભાઈઓ જે છેલ્લાં દસ વર્ષથી વેપાર કરે છે તેમને જ પ્રસ્થાપિત કરવામાં આવે, કારણ કે તેઆો જ સ્વયં ધંધો કરીને નાના-મોટા કર્મચારીઓને, ગુમાસ્તાઓને રોજગાર સાથે સરકારને ટૅક્સ પણ આપે છે. સિસ્ટમમાં ક્યાંય છિદ્ર ન રહે એનું ખાસ ધ્યાન રાખશો એ જ વિનંતી. પ્ણુભ્વ્ની જમીન પર સરદાર વલ્લભભાઈ પટેલના નામે દુનિયાનું સૌથી ઊંચું અને વિશાળ અત્યાધુનિક સરદાર પટેલ માર્કેટ ટાવર બનાવવાનું મેં પ્રણ લીધું છે.

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2019 10:05 AM IST | મુંબઈ | Rohit Pareekh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK