Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જો બાઈડન જીતશે તો મારે અમેરિકા છોડવું પડશે : ટ્રમ્પ

જો બાઈડન જીતશે તો મારે અમેરિકા છોડવું પડશે : ટ્રમ્પ

17 October, 2020 06:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જો બાઈડન જીતશે તો મારે અમેરિકા છોડવું પડશે : ટ્રમ્પ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


3 નવેમ્બરનાં મતદાન દિવસ પૂર્વે પણ એડવાન્સ મતદાનમાં રોજ લાખો અમેરિકનો લાઈન લગાવીને પણ મતદાન કરી રહ્યાં છે. તે સમયે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક વિવાદિત ટિપ્પણીઓ આપી રહ્યા છે.

ટ્રમ્પના ડેમોક્રેટીક હરિફ જો બાઇડનને અમેરિકી ઇતિહાસના સૌથી ખરાબ ચૂંટણી પ્રતિસ્પર્ધી તરીકે ગણાવતા કહ્યું કે તેમની સામે ચૂંટણી લડવાથી મારી પર દબાણ વધ્યું છે. તમે વિચારો જો હું હારી જાઉં તો શું કરું, હું ઇતિહાસનો સૌથી ખરાબ પ્રતિસ્પર્ધી સામે હારી ગયો અને તે વાત મને ગળે નહીં ઉતરે.



તેમણે ઉમેર્યું કે, કદાચ મારે અમેરિકા છોડવું પડે. હું જાણતો નથી. જોકે બાઈડન તરત જ ટવીટ કરીને કહ્યું કે હું જો બાઇડન આ સંદેશને માન્ય રાખું છું. આમ કહીને તેણે પ્રમુખ ટ્રમ્પ અમેરિકા છોડે તો તેને વાંધો નથી તેવો સંદેશ આપી દીધો હતો. તો બીજી તરફ રીપબ્લીકન ગ્રુપમાં પણ આ અંગે ટ્રમ્પનો વીડિયો મેસેજ મૂકીને શું પ્રમુખ વચન આપે છે તેવું કેપ્શન મૂકવામાં આવ્યું હતું. ટ્રમ્પ અવારનવાર પોતાના હારની વાત કહી રહ્યા છે.ગત મહિને નોર્થ કોરોરીનામાં પ્રચાર સમયે કહ્યું હતું કે જો હું હારી જઇશ તો કદી તમારી સામે વક્તવ્ય આપવા આવીશ નહીં. ટ્રમ્પે અગાઉ 2016માં રીપબ્લીકન નોમીની તરીકે તેઓ પરાજીત થશે તો કદી જાહેરમાં આવશે નહીં તેવું વચન આપ્યું હતું. આમ ટ્રમ્પ હવે પરાજયની વાતો કરવા લાગતા અમેરિકી મીડિયામાં પણ તેની ચર્ચા વધી ગઇ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 06:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK