BJPની મૈં ભી ચૌકીદાર ઝુંબેશની માયાવતી-પ્રિયંકાએ મજાક ઉડાવી

Mar 23, 2019, 11:47 IST

માયાવતીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા BJPના અન્ય નેતાઓની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશની મજાક ઉડાવવા સાથે સરકાર પર ચૂંટણી પહેલાં બેકારી અને ગરીબીના આંકડા તથા દલિતોની સ્થિતિની વિગતો છુપાવવાનો આરોપ મૂક્યો હતો.

BJPની મૈં ભી ચૌકીદાર ઝુંબેશની માયાવતી-પ્રિયંકાએ મજાક ઉડાવી
માયાવતી અને પ્રિયંકા ગાંધી

BSPનાં પ્રમુખ માયાવતીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા BJPના અન્ય નેતાઓની ‘મૈં ભી ચૌકીદાર’ ઝુંબેશની મજાક ઉડાવવા સાથે સરકાર પર ચૂંટણી પહેલાં બેકારી અને ગરીબીના આંકડા તથા દલિતોની સ્થિતિની વિગતો છુપાવવાનો આરોપ મૂક્યો હતો. માયાવતીએ જણાવ્યું હતું કે ‘રાફેલસોદાની ફાઇલ સરકારી ઑફિસમાંથી ગુમ થાય તો વડા પ્રધાનને વાંધો નથી. ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાની વાસ્તવિક સ્થિતિની તેમને ચિંતા નથી. દેશ સામે આટલી મોટી સમસ્યાઓ હોય ત્યારે ‘મૈં ભી ચૌકીદાર’ જેવી ઝુંબેશો દેશ માટે જરૂરી છે?’

આ પણ વાંચો : બિહાર:મહાગઠબંધન પર મહોર, 20 બેઠક પર RJDઅને 9 બેઠક પર કોંગ્રેસ લડશે

અગાઉ કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે ‘પોતાના નામની આગળ કયો શબ્દ ઉમેરવો એ તેમની (BJPના સભ્યોની) પસંદગીનો વિષય છે. હું પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં બટાટાના ખેડૂતોને મળી ત્યારે એક ખેડૂતે મને કહ્યું કે અમીરોને ચોકીદાર જોઈએ. ખેડૂતો પોતાના ખેતરના ચોકીદાર પોતે હોય છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK