મુંબઈમાંથી બચાવાયેલા ૧૦થી વધુ બાળમજૂરોને તેમના ઘરે મોકલાયા

Published: 13th October, 2014 05:47 IST

છેલ્લા બે મહિનામાં આખા મુંબઈ શહેરમાંથી બચાવવવામાં આવેલા બાળમજૂરોમાંથી ૧૦૦ કરતાં વધારે બાળકોને શુક્રવાર રાત સુધીમાં તેમના વતનમાં ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. એમાંથી ૬૦ ટકા બાળકો બિહારથી આવેલાં અને લઘુક્ષેત્રનાં જરીનાં કારખાનાંઓમાં કામ કરતાં હતાં.


 આ બાળકો બાબતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)નાં ચૅરપર્સન વિજયા મૂર્તિએ જણાવ્યું હતું કે ‘આમાંથી મોટા ભાગનાં બાળકોને દલાલો પૈસાની લાલચ આપીને લાવ્યા હતા. તેમને જરી અથવા ચામડાંની બૅગો બનાવવાનાં કારખાનાંઓમાં કલાકની ગણતરીએ રોજગારી અપાતી હતી. છેલ્લા એક વર્ષમાં પ્રથમ નામના NGOના કાર્યકરોએ આવાં ૬૩૫ બાળકોને મુંબઈ પોલીસના જુવેનાઇલ એઇડ પ્રોટેક્શન યુનિટની મદદથી શહેરના જુદા-જુદા ભાગોમાંથી બચાવ્યાં હતાં. બાળમજૂરીના સંદર્ભમાં ધારાવી, ભાયખલા અને શિવાજીનગર જેવા કેટલાક વિસ્તારો પર પોલીસની નિગરાણીને પગલે આ બાળકોને બચાવવામાં આવ્યાં હતાં.’

બાળમજૂરોને બચાવ્યા બાદની કાર્યવાહી બાબતે વિજયા મૂર્તિએ જણાવ્યું હતું કે ‘અગાઉ સૅન્ડહસ્ર્ટ રોડ પાસેની ગોદીઓમાં માછલાં ધોવાનું કામ કરતી બાળકીઓને બચાવવામાં આવી હતી. એમાંથી મોટા ભાગની બાળકીઓ ઈશાન ભારતનાં રાજ્યોમાંથી આવી હતી. તેમનું સફળતાથી પુનર્વસન કરીને તેમના સંબંધિત વતનના શહેરની ઘ્ષ્ઘ્ને સોંપી દેવાઈ છે. ગોદીમાંથી બાળકીઓને બચાવ્યા પછી મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના તંત્રે  નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ તથા લેબર મિનિસ્ટ્રીને પત્રો લખીને બાળકોને મજૂરી તરફ ધકેલતા દલાલો સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.’        

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK