Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૃતકોનો તહેવાર મનાવવા મેક્સિકોમાં રસ્તા પર મુકાયા વિશાળ હાડપિંજર

મૃતકોનો તહેવાર મનાવવા મેક્સિકોમાં રસ્તા પર મુકાયા વિશાળ હાડપિંજર

02 November, 2019 10:48 AM IST | મુંબઈ ડેસ્ક

મૃતકોનો તહેવાર મનાવવા મેક્સિકોમાં રસ્તા પર મુકાયા વિશાળ હાડપિંજર

મૃતકોનો તહેવાર મનાવવા મેક્સિકોમાં રસ્તા પર મુકાયા વિશાળ હાડપિંજર


પશ્ચિમના કેટલાક દેશોમાં આ વીકએન્ડ દરમ્યાન ડે ઑફ ધ ડેડ નામનો તહેવાર ઉજવાશે. જો આજકાલમાં મેક્સિકોના રસ્તાઓ પર ફરતા હો તો ડરામણા દૃશ્યો જોવા મળી શકે એમ છે. કેમ કે અહીં મૃતકોના આ તહેવારની ઉજવણીમાં રસ્તાઓની વચ્ચે જ મહાકાય હાડપિંજરો ઊભા કરી દેવામાં આવ્યા છે. અલબત્ત, આ નકલી હાડપિંજરો છે પરંતુ એ રસ્તાની વચ્ચે એટલી બિહામણી રીતે મૂકવામાં આવ્યા છે કે ડર લાગ્યા વિના ન રહે. જાણે રસ્તો ફાડીને ભૂતિયા કંકાલો બહાર આવી ગયા હોય એવું લાગે. આ હાડપિંજરો કાર્ડબોર્ડના બનેલા હોય છે જેને બનાવવા લગભગ એક વર્ષનો સમય લાગે છે. જેન કાર્ટોનેરિયા નામનો આર્ટિસ્ટ આવાં હાડપિંજર બનાવે છે અને છેલ્લાં આઠ વર્ષથી તે આ જ રીતે મૃતકોના તહેવારની ઊજવણીમાં રસ્તા વચ્ચે મૂકે છે. આ જોઈને હવે અન્ય લોકો હાડપિંજર જેવા કપડાં પહેરીને રસ્તા પર ફરવા લાગ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2019 10:48 AM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK