Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઝારખંડમાં મોટો નક્સલી હુમલો, પાંચ પોલીસકર્મી શહીદ

ઝારખંડમાં મોટો નક્સલી હુમલો, પાંચ પોલીસકર્મી શહીદ

14 June, 2019 07:59 PM IST | ઝારખંડ

ઝારખંડમાં મોટો નક્સલી હુમલો, પાંચ પોલીસકર્મી શહીદ

ઝારખંડમાં મોટો નક્સલી હુમલો, પાંચ પોલીસકર્મી શહીદ

ઝારખંડમાં મોટો નક્સલી હુમલો, પાંચ પોલીસકર્મી શહીદ


ફરી એક વાર ઝારખંડમાં નક્સલી હુમલો થયો છે. સરાયકેલા-ખરસાવાં જિલ્લાના તિરૂલડીગ પોલીસ સ્ટેશન વિસ્તારના કુકુડૂ સાપ્તાહિક હાટમાં વ્યવસ્થાની તપાસ કરી રહેલા પાંચ પોલીસકર્મીઓ પર નક્સલીઓએ હુમલો કરી દીધા. આ દરમિયાન નક્સલી ગોળીબારીમાં પાંચ પોલીસકર્મીઓ શહીદ થઈ ગયા. આ ઘટના શુક્રવારે સાંજે સાડા છ વાગ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે શુક્રવારે બે બાઈક પર સવાર પાંચ-છ લોકો ચાકૂ અને હથિયારના બળ પર તમામ પોલીસકર્મીઓને પોતાના કબજામાં લેવાની સાથે ગોળી મારી. એ બાદ તેમની બંદૂક લઈને પશ્ચિમ બંગાળની તરફ ભાગ્યા. ઘટના બાદ હાટમાં ભાગદોડ મચી ગઈ.

નક્સલીઓ હાટમાં સરેઆમ ભાજપના કાર્યકર્તાઓનું અપહરણ કરીને હત્યા કરી
લોકસભા ચૂંટણી બાદ રાજ્યમાં નક્સલી ઘટના અચાનક વધી ગઈ છે. ગુમલાના બિશુનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટિયા ગામમાં ગુરૂવારની સાંજે માઓવાદીઓએ સાપ્તાહિક હાટથી ભાજપના કાર્યકર્તાઓમાં મુર્ગા કારોબારી બ્રજેશ સાહુનું અપહરણ કરી લીધું. આ સાથે કેટલુક દૂર લઈ જવા બાદ બ્રજેશની ગોળી મારીને હત્યા કરી નાખી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ ટિકટોક વીડિયો બનાવવાની લ્હાયમાં ગયો વધુ એક જીવ



અહીંથી કેટલીક દૂર માઓવાદીઓએ વધુ એક ઘટનાને અંજામ આપ્યો. કટિયા વિદ્યાલય પાસે એક ટ્રકમાં આગ ચાંપી દીધી, ટ્રક ખાક થઈ ગયો. ઘટના સ્થળ પર માઓવાદીઓએ ચિઠ્ઠી ફેંકીને હત્યાની જવાબદારી લીધી.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2019 07:59 PM IST | ઝારખંડ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK