આજે દિલ્હીની હોટેલમાં ભીષણ આગ લગાતા 17 લોકોનાં મોત થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો હોટેલમાં ફસાયા છે, જેમને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. જીવ ગુમાવનારા લોકોમાં 17 લોકોમાં સાત પુરુષો, એક મહિલા અને એક બાળક સામેલ છે.
હોટેલમાં આગ બાગની તસવીર(તસવીર સૌજન્યઃPTI)
મૃતકોમાંથી મોટા ભાગના લોકો કેરલથી છે. અકસ્માતની જાણકારી મળતા મંત્રી સત્યેન્દ્ર જૈને કરોલબાગની તમામ હોટેલોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસના આદેશ આપ્યા છે. મંત્રીએ કહ્યું કે ભવન ઉપ નિયમોને અણદેખ્યા કરવામાં આવ્યા છે. ચારની જગ્યાએ અનુમતિ પાંચ માળની ઈમારત બનાવવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મોટા ભાગના લોકોના મોત ગુંગળાઈ જવાથી થયા છે, 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ લાગવાના કારણોની હજુ સુધી જાણકારી નથી મળી. શરૂઆતી તપાસમાં આગ લાગવાનું કારણ શૉર્ટ સર્કિટ જણાવવામાં આવ્યું છે.
મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગી હતી. જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 30 ગાડીઓ મોકા પર પહોંચી. જણાવવામાં આવી રહ્યું છે કે શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. હોટેલ મેટ્રોના પિલર નંબર 90 પાસે છે.
ફાયર બ્રિગેડની 30 ગાડીઓ પર કાબૂ મેળવ્યો. જાણકારી પ્રમાણે ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ છે. ફાયર વિભાગે પણ 17 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. આગ બુઝાઈ ગઈ છે, પરંતુ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
હોટેલનો દાવો છે કે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. પુરતી તપાસ બાદ જ હોટેલને લાઈસંસ આપવામાં આવ્યું હતું.
AAPએ રદ્દ કર્યો સમારોહ
હોટેલમાં આગ લાગવાના કારણે 17 લોકોનાં મોત થતા આમ આદમી પાર્ટીએ પોતાનો સમાહોર રદ્દ કરવાનો નક્કી કર્યું છે. આજે આમ આદમી પાર્ટીની સરકારને દિલ્હીમાં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યો હોવાથી સમારોહ હતો. જે આ આગની દુઃખદ ઘટના બાદ રદ્દ કરવામાં આવ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા
22nd January, 2021 13:57 ISTવડા પ્રધાન મોદી બીજા તબક્કામાં મુકાવશે રસી
22nd January, 2021 13:18 IST૩૦ જાન્યુઆરીએ દેશભરમાં બે મિનિટનું મૌન રખાશે
21st January, 2021 14:40 ISTસરકાર વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ ૧૮ મહિના માટે મોકૂફ રાખવા તૈયાર
21st January, 2021 13:31 IST