(ગુરુવારની ગુફ્તગો-રોહિત શાહ)
બ્યુટિફુલ અને યંગ લેડી પોતાના શરીરનો ઉપયોગ કરન્સીની જેમ કરવા લાગે તો પોતાનું ધાર્યું બધું જ ખરીદી શકે છે. સંપત્તિ, શોહરત અને તમામ વૈભવી સુખો તેનાં કદમોમાં આળોટવા લાગે છે. મેનકા દ્વારા વિશ્વામિત્રના તપભંગની વાત હોય, પાર્વતી દ્વારા ભીલડીરૂપે શિવજીને ચલિત કરવાની કથા હોય કે પછી ‘ધ ડર્ટી પિક્ચર’ની સ્ટોરી હોય. આવી કથામાં માત્ર પાત્રો જ બદલાય છે, બાકીનું તો બધું એનું એ જ હોય છેને.
ક્યારેક યુવતી પુરુષને લલચાવે છે તો ક્યારેક પુરુષ યુવતીને મજબૂર કરે છે. યુવતી કૅરૅક્ટરના બદલામાં કરીઅર મેળવે છે અને પુરુષ કરીઅર કરી આપવાના બહાને યુવતીનું કરપ્શન કરે છે. બન્નેને પોતપોતાની જરૂરિયાતો સંતોષવી હોય છે. જેની પાસે આપવા જેવું કશુંક ખાસ હોય છે તેને પોતાની ધારેલી સફળતા મેળવવામાં સગવડ રહે છે.
‘ધ ડર્ટી પિક્ચર’નું ભવિષ્ય જે હોય તે, પરંતુ માનવસમાજનું ભવિષ્ય ડર્ટી છે એમાં બેમત નથી. સ્વાર્થનાં સમીકરણો હોય ત્યાં શરીરના સોદા થાય જ. ‘ધ ડર્ટી પિક્ચર’માં વિદ્યા બાલન છેલ્લે આત્મહત્યા કરે છે. તે એકલી છે. પોતાની લાગણીઓ શૅર કરી શકે એવું કોઈ પાત્ર તેની પાસે નથી. તેને ચપટી હૂંફ જોઈએ છે, પણ એ આપનાર કોઈ નથી. સર્વત્ર સોદાબાજી ચાલે છે. સોદાબાજીમાં પણ કૉમ્પિટિશન તો ખરી જ. પોતાના ફીલ્ડમાં, પોતાના જેવી જ સફળતા મેળવવા માટે બીજી યુવતી વધારે બોલ્ડરૂપે આવે છે ત્યારે પોતાને પાછા પડવું પડે છે. પાછા પડવામાં નિરાશા અને હતાશા તો હોય છે જ, પ્લસ પોતાનો ઈગો પણ હર્ટ થયો હોય છે. પોતાની હકૂમતમાં તિરાડ પડતી હોય એ સહન કરવાનું મુશ્કેલ બને છે.
આજકાલ અખબારોમાં અને ટીવીની ન્યુઝચૅનલોમાં સામૂહિક આત્મહત્યાના સમાચારો દરરોજ વાંચવા-સાંભળવા અને જોવા મળે છે. કોઈ જગ્યાએ માતા પોતાનાં સંતાનો સાથે આત્મહત્યા કરે છે તો ક્યાંક પતિ-પત્ની અને તેમનાં બાળકોની સામૂહિક આત્મહત્યાના ન્યુઝ મળે છે.
એક વાત યાદ રાખવી જોઈએ કે દરેક માણસ જીવવા ઝંખે છે અને જીવવા માટે ઝઝૂમે છે. મોત કોઈને પ્રિય નથી હોતું છતાં જ્યારે કોઈ વ્યક્તિ એકલી કે પરિવાર સાથે આત્મહત્યા કરે ત્યારે તેની મજબૂરી કેવી એક્સ્ટ્રીમ હશે.
માણસની જરૂરિયાતો કમ હોય છે, પણ તેની અપેક્ષાઓ અધિક હોય છે. જરૂરિયાતો હાથીની પણ સંતોષાઈ શકે, પણ અપેક્ષાઓ કીડીનીયે પૂરી ન થઈ શકે. જરૂરિયાતો સાથે જીવવાનું મુશ્કેલ નથી હોતું અને અપેક્ષાઓ સાથે જીવવાનું સરળ નથી હોતું.
કોઈ પણ માણસ આત્મહત્યા ક્યારે કરે? થોડાંક કારણો વિચારીએ:
૧. વ્યક્તિની સહનશક્તિ ઓછી હોય.
૨. વ્યક્તિમાં સામનો કરવાની-ઝઝૂમવાની શક્તિ ન હોય.
૩. લાઇફમાં કયારેક કંઈક એવું બન્યું હોય કે જેમાં પોતાની પ્રતિષ્ઠા દાવ પર લાગી જવાની હોય.
૪. બૅન્કલોન કે અન્ય કોઈની પાસેથી વ્યાજે પૈસા લઈને દેવું વધાર્યું હોય. એના વ્યાજ કે હપ્તાની રકમ આપી શકાતી ન હોય અને લેણદારો પાછળ પડી ગયા હોય.
૫. સેક્સ-સ્કૅન્ડલ કે અન્ય કોઈ ગંભીર ગુનામાં પોતાનું નામ સંડોવાયેલું હોય.
૬. પ્રેમમાં નિરાશા મળી હોય.
૭. ઘરનો કાયમી કંકાસ હોય.
૮. વ્યક્તિ પોતે અત્યંત સંવેદનશીલ હોય અને તેની સાથે કોઈકે વિશ્વાસઘાત કર્યો હોય.
૯. કોઈનો ભય હોય કે તનાવ હોય, જેમ કે પરીક્ષામાં નાપાસ થતાં પરિવારમાંથી ઠપકો મળવાનો ભય અથવા હવે હું ઘરે જઈને શું મોઢું બતાવીશ એવી ચિંતા.
આ ઉપરાંત વારંવાર ઉપેક્ષા વેઠવી પડતી હોય, કોઈ નજીકનું સ્વજન આપણા માટે ગેરસમજ કરતું હોય, પાત્રતા હોય - પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છતાં જૉબ ન મળતી હોય, જવાબદારીઓ પૂરી કરવા વિશે પોતે આત્મવિશ્વાસ ખોઈ બેઠા હોઈએ. આવાં અનેક કારણો વ્યક્તિને આત્મહત્યા કરવા મજબૂર કરે છે.
પરંતુ આજે તો સમસ્યા એ પેદા થઈ છે કે હવે લોકો સામૂહિક આત્મહત્યા કરતા થયા છે. જેમનું જીવન પોતાના આધારે ચાલતું હોય - જેઓ પોતાના આશ્રિત હોય તેમને પણ સાથે લઈને આત્મહત્યા કરવાના બનાવો સતત વધી રહ્યા છે.
આર્થિક વહેવારમાં અલર્ટનેસ જરૂરી
એક સર્વે પ્રમાણે ભારતમાંથી ત્રીસ વર્ષ પહેલાં નોકરી ન મળવાને કારણે અને પ્રેમમાં નિષ્ફળતા (વિશ્વાસઘાત) મળતાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા પાંસઠ ટકા હતી, આજે દેવું વધી જવાને કારણે આત્મહત્યા કરનારાઓની ટકાવારી હાઇએસ્ટ એટલે કે અઠ્ઠાવન ટકા છે. પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ કે પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ કદી સામૂહિક આત્મહત્યા નથી કરતી. સામૂહિક હત્યા એ લોકો જ કરે છે કે જેમણે તગડા વ્યાજે લોન લીધી હોય અને પછી એ ચૂકવવાની ત્રેવડ ન રહી હોય તથા લેણદારના તકાદા વધી ગયા હોય. જો લોન લેતાં પહેલાં માણસ થોડો વિચાર કરવા થોભે તો કદાચ આ પરિણામ ન આવે. દેવું કરતાં પહેલાં એનાં પરિણામો વિશે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. પોતાના સમગ્ર પરિવારને જેનાં માઠાં પરિણામો વેઠવાં પડવાનાં હોય એવી લોન લેવાનું ટાળવું જોઈએ. ખોટાં ખ્વાબ જોવાને બદલે કરકસર કરીને ધીરે-ધીરે આર્થિક સંકટનો ઉકેલ લાવવા કોશિશ કરવી જોઈએ. દેખાદેખીથી કે મોટાઈ બતાવવા મોટી રકમની લોન લઈને મોટી સમસ્યા હેઠળ કચડાઈ મરવું પડે એના કરતાં નૉર્મલ લાઇફ જીવવાની હૅબિટ કેળવવી જોઈએ.
મારા એક સ્નેહી તો કહે છે કે હવે જમાનો એવો આવ્યો છે કે દેવું કરનારે નહીં પણ લોન આપનારે જ આત્મહત્યા કરવી પડે છે. વ્યાજે આપેલી મોટી રકમ પાછી મળતી ન હોય, વ્યાજ પણ ન મળતું હોય, કડક ઉઘરાણી કરો તો ર્કોટમાં કેસ કરવાની ધમકી મળતી હોય ત્યારે લોન આપનારે જ આત્મહત્યા કરવી પડતી હોય છે. જો આ સમસ્યાથી બચવું હોય તો આર્થિક વ્યવહારમાં ખૂબ અલર્ટ રહેવું આવશ્યક છે.
વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ
4th March, 2021 10:00 ISTકોરોનાથી ડરીને મુલુંડના 20 વર્ષના યુવકે કરી આત્મહત્યા
25th February, 2021 07:30 ISTદાદરા અને નગર હવેલીના મોહન ડેલકરની મોત પાછળ પોલીસને મૂંઝવી રહ્યા છે અનેક સવાલ
24th February, 2021 09:16 ISTTamil Actor Indra Kumarનું નિધન, ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા
21st February, 2021 11:50 IST