મૅરિલિન મનરોને ૧૬ વર્ષની કિશોરી સાથે ગે રિલેશન હતા

Published: 29th July, 2012 04:20 IST

૨૯ વર્ષની ઉંમરે હૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી તેની ફૅન પ્રત્યે આકર્ષાઈ હતી

merlin-manaroહૉલીવુડની અભિનેત્રી અને મૉડલ મૅરિલિન મનરો છેલ્લાં ૫૦ વર્ષથી સેક્સ-સિમ્બૉલ તરીકે વિખ્યાત છે. લાખો પુરુષો તેની પાછળ પાગલ હતા. હાલમાં જ એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મૅરિલિન મનરો ૧૬ વર્ષની એક કિશોરીથી આકર્ષાઈ હતી અને તેમની વચ્ચે સજાતીય સંબંધો હતા.

‘મૅરિલિન મનરો : માય લિટલ સીક્રેટ’ નામના પુસ્તકના લેખક ટોની જેરિસે હૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રીના જીવનનાં અનેક અજાણ્યાં પાસાંઓ બહાર પાડ્યાં હોવાનો દાવો કર્યો છે. જેરિસના જણાવ્યા પ્રમાણે જેન લૉરેન્સ નામની ૧૬ વર્ષની કિશોરી મૅરિલિનની ફૅન ક્લબ ચલાવતી હતી. જેનને દત્તક લેનાર તેના પિતા હૉલીવુડના એક સ્ટુડિયોમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. આ સ્ટુડિયોમાં જ જેન અને મૅરિલિન વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ બન્ને ક્લોઝ ફ્રેન્ડ બની ગઈ હતી. જેન અને મૅરિલિન બન્ને જુદા-જુદા સમયે એક જ અનાથાશ્રમમાં રહી ચૂકી હોવાથી બન્નેનો સંબંધ ગાઢ બન્યો હતો. એ વખતે મૅરિલિન ૨૯ વર્ષની હતી. લેખક જેરિસના જણાવ્યા પ્રમાણે જેન અવારનવાર પોતાની સેક્સ્યુઅલિટીને લઈને મૅરિલિન સાથે ચર્ચા કરતી હતી. એક ચર્ચામાં મૅરિલિને તેને કહ્યું હતું કે સેક્સ માટેની પસંદ ગમે તે હોય, પ્રેમ આખરે પ્રેમ છે. જેરિસે એવો દાવો કર્યો હતો કે મૅરિલિન અને જેન વચ્ચે શારીરિક સંબંધો પણ હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK