સુરતની લિંબાયત બેઠક પરથી મરાઠી ઉમેદવાર સંગીતા પાટીલ વિજયી

Published: 21st December, 2012 03:22 IST

સુરત વિધાનસભા બેઠકની ચૂંટણીની ટિકિટની ફાળવણી વખતે ૩૭ વર્ષની સંગીતા રાજેન્દ્ર પાટીલને લિંબાયત બેઠક પરથી ટિકિટ આપવામાં આવી ત્યારે ત્યાં ભારે ઊહાપોહ થયો હતો.

એમ છતાં તે પોતાના પૉલિટિકલ ગૉડફાધર સંસદસભ્ય સી. આર. પાટીલના સમર્થનને કારણે હરીફ ઉમેદવાર કૉન્ગ્રેસના સુરેશ સોનવણેને ૩૦,૩૨૧ મતથી પરાજય આપવામાં સફળ થઈ હતી. તે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના શહાદાની રહેવાસી છે અને છેલ્લાં ૨૦ વર્ષથી સુરતમાં સ્થાયી થઈ છે. મોદી-સમર્થક મહિલા મંડળના હોદ્દેદાર તરીકે તે સક્રિય હતાં. મતદાન વખતે પણ બીજેપીના આંતરિક ઝઘડાને કારણે આ બેઠક ભારે વિવાદાસ્પદ રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK