ટોચનો માઓવાદી નેતા કિશનજી પશ્ચિમબંગનાજંગલમાં ઠાર મરાયો

Published: 25th November, 2011 05:22 IST

કલકત્તા: માઓવાદીઓને સજ્જડ પછડાટ આપતાં સુરક્ષા દળોએ પશ્ચિમબંગના પશ્ચિમ મિદનાપોર જિલ્લાના એક જંગલમાં નક્સલવાદીઓના ટોચના લીડર કિશનજીને ઠાર માર્યો હતો.

 

૫૮ વર્ષનો મોલાજુલા કોટેશ્વરરાવ ઉર્ફે કિશનજી જે જંગલમાં બુધવારે થોડાક માટે બચી ગયો હતો એ જ જંગલમાં ગઈ કાલે ગનબૅટલમાં ઠાર થયો હતો. સુરક્ષા દળોના જૉઇન્ટ ઑપરેશનમાં મોટા બંડખોરની ડેડ બૉડી મળી હતી અને એને ઓળïખી કાઢવામાં આવી હતી. માઓવાદીઓની રૅન્કમાં તેનો ત્રીજો નંબર હતો. કિશનજી તેલુગુ હતો અને માઓવાદી પોલિટ બ્યુરોનો સભ્ય હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK