Gujarat Fire: અમદાવાદની કોવિડ-19 હૉસ્પિટમાં આગ, 8 દર્દીઓના મોત

Published: Aug 06, 2020, 12:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

ગુજરાતના અમદાવાદના એક હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે 8 કોરોના દર્દીઓના મોત થયા છે. અહીં કોરોના પૉઝિટીવ દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.

અમદાવાદ હૉસ્પિટલમાં આગ
અમદાવાદ હૉસ્પિટલમાં આગ

અમદાવાદ(Ahmedabad)ના નવરંગપુરામાં ગુરુવારે એક કોવિડ(Covid-19) ડેડિકેટડ હૉસ્પિટલના આઇસીયૂમાં આગ(Fire) લાગી ગઈ છે. આ અગ્નિકાંડમાં 8 કોરોના દર્દીઓનના મોત થયા છે. મૃત્યુ પામનાર બધાં દર્દીઓ કોવિડ-19 પૉઝિટીવ(Covid-19 Positive) હતા એવું કહેવામાં આવી રહ્યું છે. જો કે, અત્યાર સુધી હૉસ્પિટલ(Hospital) તરફથી આ બાબતે અધિકારિક પુષ્ઠિ કરવામાં આવી નથીય આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ પણ સંવેદનાઓ વ્યક્ત કરી છે. સીએમએ તપાસના આદેશ આપ્યા છે

સીએમ વિજય રૂપાણીએ આ અકસ્માતને લઈને તપાસના આદેશ આપ્યા છે. મુખ્ય સચિવ સંગીતા સિંહની આગેવાનીમાં ટીમને 3 દિવસની અંદર ઇન્વેસ્ટિગેશન રિપૉર્ટ સોંપી દેવાનું કહેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે નવરંગપુરાના કોવિડ-19 ડેડિકેટેડ શ્રેય હૉસ્પિટલમાં સવારે લગભગ સાડા-ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી. ચોથા માળના આઇસીયૂ વૉર્ડમાં આ આગ લાગી હતી. શરૂઆતના રિપોર્ટમાં આગનું કારણ શૉર્ટ સર્કિટ કહેવામાં આવી રહ્યું છે.

આગ આઇસીયૂમાં લાગી અને ફેલાતી ગઈ
એક ન્યૂઝ વેબસાઇટ પ્રમાણે આગ આઇસીયૂમાં લાગી અને પછી ત્યાંથી ફેલાતી ગઈ। આને કારણે હૉસ્પિટલમાં અફરાતફરી મચી. દર્દીઓ અહીંથી ત્યાં દોડવા લાગ્યા. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી.

આ અગ્નિકાંડમાં આઠ દર્દીના મોત થયાં છે. જેમાં 5 પુરુષો અને 3 મહિલાઓ સામેલ છે. બધાં દર્દીઓ કોરોના પૉઝિટીવ હતા એવું કહેવામાં આવી રહ્યું છે. 50થી વધારે દર્દીઓને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે 40 દર્દીઓને હૉસ્પિટલના બીજા વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે સંવેદનાઓ વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટર પણ લખ્યું છે કે, "અમદાવાદના હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાથી દુઃખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના. અકસ્માતમાં જોખમી લોકો જલ્દી સ્વસ્થ થાય. સ્થિતિ વિશે સીએમ વિજય રૂપાણીજી અને અમદાવાદના મેયર બિજલ પટેલજી સાથે વાત કરી છે. પ્રભાવિત લોકોને પણ પ્રશાસન શક્ય મદદ કરે છે."

પરિવારજનો દોડ્યા હૉસ્પિટલ તરફ
હૉસ્પિટલમાં આગના સમાચાર મળતાં કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારમાં હડકંપ મચ્યો. કેટલાય દર્દીઓના પરિવારજનો હૉસ્પિટલ તરફ દોડી ગયા. હૉસ્પિટલની બહાર ઉભેલી એક વ્યક્તિએ જણાવ્યું કે, "મારા જાણીતાં હૉસ્પિટલમાં દાખલ છે. મને જેવી ખબર પડી કે હૉસ્પિટલમાં આગ લાગી છે, હું તરત અહીં આવી ગયો."

નોંધનીય છે કે અકસ્માતની ઘટનાની માહિતી મળતાં જ મેયર બીજલ પટેલ, અમદાવાદ નગર નિગમના કમિશનર મુકેશ કુમાર તથા અન્ય સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK