માનવેન્દ્રસિંહ ઈચ્છે છે કે કોઈ સમલૈંગિક પણ બને સાંસદ

Mar 14, 2019, 17:08 IST

રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે ઈચ્છા વ્યક્ત કરી છે કે કોઈ સમલૈંગિક વ્યક્તિ પણ પ્રતિનિધિ બનીને સંસદ સુધી પહોંચે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન માનવેન્દ્રસિંહે આ ઈચ્છા વ્યક્ત કરી.

માનવેન્દ્રસિંહ ઈચ્છે છે કે કોઈ સમલૈંગિક પણ બને સાંસદ
રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ

રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે ઈચ્છા વ્યક્ત કરી છે કે કોઈ સમલૈંગિક વ્યક્તિ પણ પ્રતિનિધિ બનીને સંસદ સુધી પહોંચે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન માનવેન્દ્રસિંહે આ ઈચ્છા વ્યક્ત કરી.

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યુ છે. અને તમામ પક્ષો ઉમેદવાર પસંદ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. ત્યારે રાજપીપળાના સમલૈંગિક પ્રિન્સ માનવેન્દ્રસિંહના આ નિવેદનને સૂચક મનાઈ રહ્યું છે. માનવેન્દ્રસિંહે કોઈ સમલૈંગિક વ્યક્તિને સાંસદ ઉમેદવાર બનાવી સંસદ સુધી પહોંચાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

એક ન્યૂઝ ચેનલ સાથે ઈન્ટરવ્યુ દરમિયાન માનવેન્દ્રસિંહે કહ્યું કે હું લોકસભાની ચૂંટણીમાં સમલૈંગિક ઉમેદવારને ટેકો આપું છું. મારી અપીલ છે કે સમલૈંગિકો સામે આવીને ચૂંટણી લડે અને સંસદ સુધી પહોંચે. તેમનું કહેવું છે કે સંસદમાં સમલૈંગિકોનું પણ પ્રતિનિધિ હોય તેવી મારી ઈચ્છા છે.

ઉલ્લેખનીય છે કે રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ ગે છે. આ વાતને તેઓ જાહેરમાં સ્વીકારી પણ ચૂક્યા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK