મંત્રાલયની કાયાપલટ કરવા માટે સરકાર નવેસરથી બિડ મગાવશે

Published: 27th October, 2012 05:44 IST

હાલના સંભવિત કૉન્ટ્રૅક્ટરો તેમની નક્કી કરેલી રકમમાં ઘટાડો કરવા તૈયાર ન થાય તો મંત્રાલયના કાયાપલટ માટે મહારાષ્ટ્ર સરકાર ફરીથી બિડ મગાવશે.


ગુરુવારે ચીફ સેક્રેટરી જયંતકુમાર બાંઠિયાની અધ્યક્ષતા હેઠળ એક સમિતિએ ત્રણેય બિડરોને તેમની રકમમાં ફેરબદલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. સમગ્ર કામકાજ માટે શાપુરજી પાલનજી ગ્રુપે ૧૬૭ કરોડ રૂપિયા, લાર્સન ઍન્ડ ટુબ્રોએ ૧૭૭ કરોડ રૂપિયા અને યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ૧૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એમ કહ્યું હતું. સરકારે મંત્રાલયની કાયાપલટ માટે ૧૧૦ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ બાંધ્યો હતો.

કૉન્ટ્રૅક્ટરોએ ૧૦૦૦ કરતાં વધુ મજૂરોના ટ્રાન્સપોર્ટેશન તથા પોલીસ-વ્યવસ્થાના ખર્ચનો પણ બિડમાં સમાવેશ કર્યો હતો. સરકાર ખર્ચમાં ઘટાડા માટે સમગ્ર પ્રોજેક્ટને અલગ-અલગ ત્રણ તબક્કામાં વહેંચી નાખે એવી પણ શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK