કોરોના-કાળ- કોરોના વાઇરસને જીવનનો એક હિસ્સો ગણીને જીવન શરૂ કરવું પડશે

Published: May 13, 2020, 23:14 IST | Manoj Joshi | Mumbai

મેરે દિલ મેં આજ ક્યા હૈ? - જો તમે કોરોના ભૂલી ગયા તો મરી ગયા. ધારો કે તમે કોરોના ગયો એમ સમજીને પણ આગળ વધી ગયા તો પણ ફસાયા. કોરોનાને હવે ભૂલવાનો નથી અને એને કદાચ ક્યારેય ભૂલી પણ નહીં શકાય.

ઍટ લીસ્ટ અત્યારના તબક્કે તો એવું નથી જ બનવાનું. નજીકના સમયમાં જો લૉકડાઉન ખૂલે તો પણ એ ભૂલવાનું નથી કે કોરોના વાઇરસ હવે જીવનનો એક હિસ્સો બની ગયો છે
ઍટ લીસ્ટ અત્યારના તબક્કે તો એવું નથી જ બનવાનું. નજીકના સમયમાં જો લૉકડાઉન ખૂલે તો પણ એ ભૂલવાનું નથી કે કોરોના વાઇરસ હવે જીવનનો એક હિસ્સો બની ગયો છે

આ જેકોઈ વાત કહેવાઈ રહી છે એ જરાય નવી નથી, બિલકુલ નહીં. એઇમ્સના ડૉક્ટરથી માંડીને વિશ્વના શ્રેષ્ઠ સાયન્ટિસ્ટ સુધ્ધાં આ વાત કહી ચૂક્યા છે કે તમારે હવે લાઇફને પહેલાંની જેમ સામાન્ય રીતે જોવાની આવવાની નથી. ઍટ લીસ્ટ અત્યારના તબક્કે તો એવું નથી જ બનવાનું. નજીકના સમયમાં જો લૉકડાઉન ખૂલે તો પણ એ ભૂલવાનું નથી કે કોરોના વાઇરસ હવે જીવનનો એક હિસ્સો બની ગયો છે અને આ હિસ્સાને સાથે રાખીને જ હવે જીવવાનું છે. જો કોરોનાની અવગણના કરી તો તમે એની અડફેટમાં આવી ગયા. જો તમે કોરોના ભૂલી ગયા તો મરી ગયા. ધારો કે તમે કોરોના ગયો એમ સમજીને પણ આગળ વધી ગયા તો પણ ફસાયા. કોરોનાને હવે ભૂલવાનો નથી અને એને કદાચ ક્યારેય ભૂલી પણ નહીં શકાય.

કોરોનાએ જીવનમાં એવાં-એવાં ચેન્જ આપ્યાં છે અને એવી-એવી તકલીફ દેખાડી છે કે તમે કલ્પના પણ નહોતા કરી શકતા. એક માણસ બીજા માણસને મળતાં ડરવા માંડે એવા દિવસો આ કોરોનાએ દેખાડી દીધા છે અને આ ડર અકબંધ રાખવાનો છે તમારે. કોરોના વાઇરસ હવે તમારી લાઇફનો એક અવિભાજ્ય અંગ બની ગયો છે એ કોઈએ ભૂલવાનું નથી. કોરોનાથી બચવું હોય તો એક વાત મનમાં ઘર કરવી પડશે કે સામેની દરેક વ્યક્તિને કોરોના છે. જો આવું સમજીને અને આવું ધારીને ચાલશો તો જ સોશ્યલ ડિસ્ટન્સ પણ યોગ્ય રીતે જળવાશે અને કોરોનાથી અજાણ હશે એવા લોકોથી પણ તમે સેફ રહેશો.
કોરોનાને લાઇફસ્ટાઇલમાં વણી લેવાનો છે. જો એ વણી શકશો તો જ તમે જીવી શકવાના છો અને તો જ તમે હેરાનગતિથી બચી શકશો. બહેતર છે કે એને લાઇફ સ્ટાઇલ માની લો અને કોરોના માટેની સજ્જતા અકબંધ રાખો. રવિવારે ધારો કે લૉકડાઉન ખૂલે તો પણ એક વાત સમજીને રાખવાની છે કે અમુક નિયમો પાળવાના છે. લોકલ ટ્રેનને અવગણવાની છે અને એની સાથોસાથ એ પણ સમજવાનું છે કે કામ બમણું કરવું પણ શક્ય હોય અને મૅનેજમેન્ટ હા પાડે તો ઘરેથી જ કામ કરવાની નીતિ રાખવી.
ઘરમાં રહેશો તો પણ તમારે યાદ રાખવાનું છે કે તમે એ ઘરમાં છો જે ઘરના હક તમારા નહીં, તમારા પરિવારના છે. તમારે આ ઘરમાં તેમના કહ્યા મુજબ રહેવાનું છે અને તેમના નિયમો પાળવાના છે. જો તમે એ કરી શકશો તો જ ઘરમાં રહેવાનું અને લૉકડાઉનનું પાલન કરવાનું શક્ય બનશે. આ શક્યને વાજબી રીતે પાળવા માટે એક વાત મનમાં સ્ટોર કરી લો અને સાથોસાથ નક્કી કરી લો કે તમારે કોરોનાના કેરમાં સપડાવું નથી. જો તમે સપડાશો તો અને તો જ તમારા પરિવારે પણ એમાં સપડાવું પડશે. કોરોના મહામારી છે, પણ એ કૅન્સર જેવો ભયાનક નથી એ પણ તમે સમજી લેજો. કોરોના સામે લડવાની ક્ષમતા હોવી જોઈએ અને એ લડત આપવાની માનસિકતા કેળવતાં પહેલાં એનાથી બચવાની તૈયારી રાખવી પડશે. ચાણક્યએ કહ્યું છે કે બચાવ એ લડતની એક સ્ટ્રૅટેજી છે અને આ સ્ટ્રૅટેજી જ અત્યારે કામે લગાડવાની છે.
કોરોના સામે જંગ મંડાઈ ચૂક્યો છે અને તમારે એની સામે બચાવની સ્ટ્રૅટેજી સાથે આગળ વધવાનું છે. આ બચાવની નીતિ તમને કહી દીધી કે જેને મળો એ સૌને કોરોના છે. જો આ નીતિ રાખી તો આગંતુકને મળવામાં સંકોચ પણ રહેશે અને એક ચોક્કસ અંતર પણ આપોઆપ જળવાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK