Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વાઇફને આ બધી વાતમાં રસ જ નથી : આવી દલીલો કરનારા પતિદેવો ખાસ વાંચે

વાઇફને આ બધી વાતમાં રસ જ નથી : આવી દલીલો કરનારા પતિદેવો ખાસ વાંચે

18 June, 2019 10:17 AM IST | મુંબઈ
મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વાઇફને આ બધી વાતમાં રસ જ નથી : આવી દલીલો કરનારા પતિદેવો ખાસ વાંચે

વાઇફને આ બધી વાતમાં રસ જ નથી : આવી દલીલો કરનારા પતિદેવો ખાસ વાંચે


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આપણે ત્યાં હંમેશાં એક આદત રહી છે, ખાસ કરીને ગુજરાતીઓમાં, ઘરના પુરુષસભ્યો બધી વાત કરશે, નાનામાં નાની અને ભાઈબંધના ભાઈબંધની પણ બધી વાત કરશે, પણ અગત્યની કહેવાય કે અગમચેતીના સ્વરૂપની હશે એવી કોઈ વાત એ નહીં કરે. ઘરના ડૉક્યુમેન્ટ્સ ક્યાં પડ્યા છે એ મોટા ભાગની ગુજરાતી વાઇફને નહીં ખબર હોય. એવી દલીલ પણ થતી રહે છે કે એને આ બધી વાતમાં રસ જ નથી હોતો, પણ મારું કહેવું છે કે રસ નથી એ વાતને આવી રીતે સિનેમાસ્કૉપ કરવાને બદલે બહેતર છે કે એને રસ પડે, સમજણ પડે એ રીતે એના વિચારોને વાળો અને એને આ અને આ પ્રકારની વાતોમાં રસ લેતી કરો. તેમને કિચનમાં પણ ક્યારેય રસ નહોતો અને ક્યારેય બાળકો મોટા કરવામાં પણ ઇન્ટ્રેસ્ટ નહોતો અને એ પછી પણ તેમણે એ કામ કર્યું છે અને ખૂબ સારી રીતે કયુંર્ છે. રસ ન હોવો કે પછી રસ ન લેવો એ ક્યારેય સ્થાયી પ્રક્રિયા નથી, એ અસ્થાયી છે. જીવનમાં ઘણાં કામો કરવા તમે રાજી નથી હોતાં પણ સમય આવ્યે તમારે એ કામો કરવાં પણ પડે છે અને તમે એ કરી પણ લેતાં હો છો. એટલું જ નહીં તમે, એમાં પારંગત પણ બનતાં હો છો. આ વાસ્તવિકતા સૌ કોઈએ સમજવાની અને સ્વીકારવાની જરૂર છે.



ભારેખમ લાગતી કે પછી સૂફિયાણી લાગતી આ સલાહનો સૌથી મોટો હેતુ એ જ છે કે જો લાઇફ અચોક્કસ હોય તો તમારે તમારી ચોક્સાઇની, તકેદારીની માત્રા વધારી દેવી જોઈએ. ગઈ કાલે આપણે વાત કરી જયપુરની ફ્લાઇટમાં સાથે ટ્રાવેલ કરતાં એક પેસેન્જરની અને એ જ વાત પરથી આજનો આ વિષય ખુલ્યો છે.


અગમચેતી જીવનમાં જરૂરી છે અને આ બાબતમાં જ આપણે થોડા લઘરાં છીએ. ઘણાને પોતાની આ અસ્તવ્યસ્ત નીતિ-રીતિનો ગર્વ પણ છે, પણ એ ગર્વ લેવાની વાત બિલકુલ નથી. જીવનને જો સરળ રાખવું હોય અને જીવનનો અંત આવે ત્યારે પાછળ રહેલાં સૌ કોઈને સરળતા અને સહજતા આપવી હોય તો તમારે આ લઘરાંપણું છોડવું પડશે. જરા દૃઢતા સાથે અને મક્કમતા સાથે જયપુરની ફ્લાઇટમાં ટ્રાવેલ કરતાં પેલા મહાશયના સ્થાને તમારી જાતને મૂકીને વિચારજો કે તેમની ગેરહાજરીમાં હવે તેમના પરિવારની પરિસ્થિતિ કેવી હશે. શું તેની વાઇફને તેના હસબન્ડની બૅન્ક ડિટેઇલ ખબર હશે? ખબર હશે એને કે ઘરના ડૉક્યુમેન્ટ્સ ક્યાં પડ્યાં છે? એ પણ ખબર હશે એને કે તેના પતિદેવે કેટલા મિત્રોને પૈસા આપ્યા છે અને કોની-કોની પાસેથી ઉધારી લેવાની છે? આ જ નહીં, આવી તો અઢળક વાતો છે જે આપણા પરિવારમાં, આપણી વાઇફને પણ ખબર નથી હોતી. શું આપણે ઈચ્છીએ છીએ કે આપણી ગેરહાજરીમાં આપણી વ્યક્તિ હેરાન થાય અને છતે પૈસે દુ:ખી થાય? શું ઈચ્છીએ છીએ આપણે કે આપણે આપણી ગેરહાજરી સમયે લાગણીશીલ યાદો વચ્ચે આપણો પરિવાર આર્થિક અને સામાજિક રીતે પણ હેરાન થાય?

આ પણ વાંચો : વો અંતિમ પલ : જીવનની અંતિમ ક્ષણ પહેલાંની તૈયારી તમે કરી ખરી?


જો જવાબ ‘ના’ હોય તો તમારે અમુક બાબતમાં વધારે ચોક્સાઈ લઈ આવવાની છે અને એ ચોક્સાઈ કેવી-કેવી હોવી જોઈએ એની માટે આવતી કાલે ફરી અહીંયા જ મળવાનું છે. આવતી કાલે વાત કરીશું, અણધારી ઍક્ઝિટની સામે આપણે કઈ રીતે સક્ષમ બનીશું?

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 10:17 AM IST | મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK