Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફ્રી સમયનો સદુપયોગ કરવાનું પણ આપણે તો શીખવા જવું પડે એમ છે

ફ્રી સમયનો સદુપયોગ કરવાનું પણ આપણે તો શીખવા જવું પડે એમ છે

28 September, 2019 02:33 PM IST | મુંબઈ
મનોજ નવનીત જોષી: મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફ્રી સમયનો સદુપયોગ કરવાનું પણ આપણે તો શીખવા જવું પડે એમ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સરેરાશ બીજો ઑસ્ટ્રેલિયન ૬ કલાક કામ કરે છે અને ૨૪માંથી આ ૬ કલાકને બાદ કરો એટલે બાકી બચ્યા ૧૮ કલાક. આ ૧૮ કલાકનો ઉપયોગ ઑસ્ટ્રેલિયન પોતાને માટે, પોતાના પરિવાર માટે કરે છે. તમને મહત્તમ ઑસ્ટ્રેલિયનના હાથમાં બુક જોવા મળશે. એ જેવો નવરો પડશે કે તરત જ ફટાક દઈને પોતાની બુક ખોલીને વાંચવા બેસી જશે. એવું જરા પણ નથી કે તેની પાસે મોબાઇલ નથી હોતા. મોબાઇલ પણ છે તેની પાસે, આઇપૅડ પણ છે તેની પાસે, લૅપટૉપ પણ સાથે હોય છે અને એ બધા પછી પણ તે તરત જ બુક ખોલે છે. અહીં વાત તમારી માનસિકતાની આવે છે. આપણી પાસે આ બધું હોય તો આપણે સૌથી પહેલાં મોબાઇલ ખોલીએ છીએ અને મોબાઇલની ગૅલરીથી માંડીને ઑનલાઇન શોઝ કે પછી ઇન્ટરનેટ પર બીજાં બધાં કામમાં લાગી જઈએ છીએ. મહત્ત્વનું એ નથી કે આપણે કામ જ કરીએ છીએ. મહત્ત્વનું એ છે કે આપણે આપણી જાત સાથે કેટલો સમય રહી શકીએ છીએ?



ઑસ્ટ્રેલિયામાં ક્યાંય પબ્લિકેશન ઇન્ડસ્ટ્રીમાં મંદી જોવા નથી મળતી. આપણે ત્યાં બુક્સ વાંચવામાં નથી આવતી એવી ફરિયાદ પબ્લિશર્સ કરતા થઈ ગયા છે અને આ ફરિયાદ છેલ્લાં ૧૦ વર્ષથી ચાલતી આવે છે, પણ અહીં એવું નથી. અમેરિકામાં સરેરાશ ત્રીજો અમેરિકન ટ્રેનમાં બેસે કે પછી બસમાં ટ્રાવેલ કરતી વખતે ન્યુઝપેપર વાંચતો હોય છે અને એ ન્યુઝપેપર તેણે પોતે ખરીદેલું હોય છે. મોબાઇલ હાથમાં જ છે અને એમાં ઈ-પેપર ઉપલબ્ધ પણ છે અને એ પછી પણ એ ફિઝિકલ કૉપી લઈને વાંચે છે. ગૅજેટ્સથી દૂર રહેવાની આ માનસિકતા છે અને આ માનસિકતા આપણે પણ કેળવવી પડશે.
કહેવાનો અર્થ એ નથી કે મોબાઇલ હાથમાં લઈને બધા ટાઇમપાસ જ કરે છે. ના, જરાય નહીં, પણ હાથમાં રહેલો મોબાઇલ લાચાર બનાવી રહ્યો છે એ વાત કોઈને સમજાતી નથી એ પણ એટલું જ સાચું છે. મોબાઇલ પહેલાં તમને લાચાર બનાવે છે અને પછી તમને સોશ્યલ મીડિયાની દુનિયામાં દાખલ કરી દે છે. આજે પણ અનેક એવા મિત્રો છે જેમની પાસે મોબાઇલ છે, પણ એનો ઉપયોગ એ દિવસમાં માંડ અડધો કલાક કરતા હશે. અમુક મિત્રો એવા પણ છે જેઓ મોબાઇલ હોવા છતાં ઇમર્જન્સી વિના મોબાઇલનો ઉપયોગ કરતા નથી અને અમુક મિત્રો એવા પણ છે જેઓ મોબાઇલના ત્રાસને પોતાનાથી દૂર રાખવાની હિંમત આજે પણ કરી શકે છે. જુનવાણી મોબાઇલ પાસે રાખનારા મિત્રો આજે પણ લિસ્ટમાં છે. મોબાઇલથી દૂર રહી ન શકાય એ પ્રૅક્ટિકલ વાત છે, પણ મોબાઇલના દૂષણથી દૂર રહેવું જોઈએ એ સકારાત્મક વાત છે. આ સકારાત્મકતા લાવવી પડશે. જગતઆખા માટે જે ઉપલબ્ધ છે એ પોતાને માટે જ હાજર નથી હોતો, પોતાના પરિવાર માટે જ નથી હોતો. હવે તો આપણે થાકી ગયા એવાં કાર્ટૂન જોઈને જેમાં આખું ઘર એક જ જગ્યાએ બેઠું હોય અને બધાનું ધ્યાન મોબાઇલમાં હોય. મોબાઇલ હોવો આવશ્યકતા હોઈ શકે, પણ મોબાઇલમાં ખૂંપેલા રહેવું એ અનિવાર્યતા નથી જ નથી.
તમારા ફ્રી સમયને મોબાઇલમાં ઇન્વેસ્ટ કરવાને બદલે એનો સદુપયોગ કરવાનું શીખી જશો તો જીવન જીવવાલાયક અને પરિવાર ચાહવાલાયક લાગતો થઈ જશે. એક વખત પ્રયાસ કરી જુઓ.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 02:33 PM IST | મુંબઈ | મનોજ નવનીત જોષી: મેરે દિલ મેં આજ ક્યા હૈ?

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK