સાધ્વી પ્રજ્ઞા ઉવાચ :ક્યારે શું બોલો છો, કયા પદથી બોલો છો મહત્વનું છે.

Updated: Apr 22, 2019, 09:14 IST | મનોજ નવનીત જોષી | મુંબઈ

manoj joshi daily column mere dil me aaj kya hain writes abour sadhvi pragna and abour her statement of police office hemant karkare

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સાધ્વી પ્રજ્ઞાજીએ બે દિવસ પહેલાં પોલીસ ઓફિસર હેમંત કરકરે વિરુદ્ધ થોડાં સ્ટેટમેન્ટ્સ કર્યા અને એક આખો નવો વિવાદ શરૂ થયો. સાધ્વીજીએ પોતાના સ્ટેટમેન્ટને પાછું પણ લઈ લીધું અને વિવાદ થોડા સમયમાં સમી પણ ગયો, પરંતુ સમી ગયેલા આ વિવાદ સાથે પ્રશ્ન સમતો નથી, પ્રશ્નએ જે વંટોળ ઊભો કર્યો છે એ સમતો નથી. સાધ્વીજીએ જે વાત કરી, જે વિવાદ કર્યો, જે મુદ્દે તેમણે અવાજ ઉઠાવ્યો એ મુદ્દા પર શું તેમણે પહેલી વાર વાત કરી હતી? હેમંત કરકરે વિશે એ અગાઉ ક્યારેય બોલ્યાં નહોતાં ?

બોલ્યાં હતાં, અગાઉ પણ તેમણે આ જ વાત કહી હતી અને અગાઉ પણ તેમણે આ જ પ્રકારના, કહોને, આ જ આક્ષેપ કર્યા હતા અને એ પછી પણ આ વખતે તેમણે જે વાત કહી એ વાતની અસર વધારે પડી. કારણ શું આનું? આનું કારણ એ જ કે તમે કઈ જગ્યાએથી શું બોલો છો અને કેવા સમયે શું બોલો છો એ મહત્વનું છે. સાધ્વી પ્રજ્ઞાએ અગાઉ જે કોઈ સ્ટેટમેન્ટ કર્યા હતાં કે આક્ષેપો કર્યા હતા એ સ્ટેટમેન્ટ અને આક્ષેપોમાં એક આરોપીનો બળાપો હતો, એમાં ક્યાંક અને ક્યાંક કાઉન્ટર અટૅકની લાગણી પણ હતી અને સાથોસાથ એમાં ક્યાંક અને કોઈ ખૂણે બચાવની ભાવના પણ હતી. તેમની સાથે કોઈ પદ જોડાયેલું નહોતું અને તેમની સાથે કોઈ પાર્ટીનું કનેક્શન પણ નહોતું, પરંતુ હમણાં તેમણે જ્યારે આ પ્રકારનાં સ્ટેટમેન્ટ્સ કર્યા ત્યારે એ માત્ર સાધ્વી નથી રહ્યાં, હવે તે લોકસભા ઇલેક્શનના એક કૅન્ડિડેટ પણ છે અને દેશની અત્યારની શાસક એવી પાર્ટીનું નામ પણ તેમની સાથે જોડાયેલું છે. સાધ્વી પ્રજ્ઞા માટે મારા અહોભાવ અત્યંત આદરણીય છે અને વેંત ઊંચા છે, પણ એનો અર્થ એવો નથી સરતો કે તેમણે જે પ્રકારનાં સ્ટેટમેન્ટ્સ કર્યા છે એ સ્ટેટમેન્ટ્સ જાહેરજીવન માટે ઉચિત છે. હેમંત કરકરે એક બહાદુર પોલીસ ઍફિસર હતા, છે અને કાયમ રહેશે. તેમણે દેશ માટે પોતાનો જીવ આપ્યો એ પણ એટલું જ સાચું છે અને તેમના આ બલિદાનને દેશ ક્યારેય વિસરી ન શકે એ પણ એટલું જ સાચું છે.

 

આ પણ વાંચો : લોકસભા અને વિધાનસભા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે, યાદ રાખજો

 

એક નાનકડી સ્પષ્ટતા, અહીંયા મારો કહેવાનો ભાવાર્થ ક્યાંય એવો નથી કે સાધ્વી પ્રજ્ઞાજીની વાતો કપોળ કલ્પિત છે પણ હા, હું એવું ચોક્કસ કહેવા માગું છું કે જે પ્રકારનાં સ્ટેટમેન્ટ્સ તેમણે કર્યા એ આ તબક્કે યોગ્ય હોય એવું મને અંગતપણે લાગતું નથી. સાધ્વીજી આપણી માટે જેટલા અનિવાર્ય છે એટલું જ અનિવાર્યપણુ હેમંત કરકરેમાં પણ છે. તેમના જેવા બહાદુર અને બાહોશ પોલીસ અધિકારીએ મુંબઈની એક મોટી અને વિકરાળ દુર્ઘટનામાં પોતાનો જીવ આપીને શહીદી વહોરી એ કોઈએ ભૂલવું ન જોઈએ. જો તમને એવું લાગતું હોય કે હેમંત કરકરેએ સાધ્વીજી સાથે દુરવ્યવહાર કર્યો હતો તો મારે પ્રામાણિક ભાવ સાથે એટલું જ કહેવું છે કે એ સમયે સાધ્વીજી પર જે આરોપ લાગ્યા હતા એ આરોપ કોઈ નાનાસૂના નહોતા. એ આરોપની એક પોલીસ અધિકારી તરીકે તેમણે તપાસ કરવાની હતી અને એ તપાસ દરમ્યાન કદાચ પણ તેમણે જો કોઈ કરડાકી દાખવી હોય તો એ ખોટી પણ ન હોઈ શકે. દેશ માટે પહેલાં કાયદો અને સુરક્ષા હોય છે અને એનું જ પાલન કરવાનું હોય. બીજી વાત, કેવા સમયે કઈ વાત કેવા પદ પરથી કરવામાં આવે છે એ બહુ મહત્વનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK