પર્ફેક્શનની જરૂરિયાત: ભૂલ સ્વીકારો, તેનું પુનરાવર્તન ક્યારેય માફ ન કરો

મનોજ નવનીત જોષી | Apr 13, 2019, 11:26 IST

સમાન સ્તરની બૌદ્ધિકતા હશે તો તમે એનો અને એ તમારો પૂરતો લાભ લેશે અને એ લાભનો સહિયારો વિકાસ પણ મળશે.

પર્ફેક્શનની જરૂરિયાત: ભૂલ સ્વીકારો, તેનું પુનરાવર્તન ક્યારેય માફ ન કરો

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પર્ફેક્શનનો આગ્રહ ત્યારે જ રાખી શકાય જ્યારે પર્ફેક્શનના માર્ક સુધી પહોંચવાની તૈયારીઓ તમે રાખી હોય. ચાણક્યએ જ કહ્યું છે, કોઈ વ્યક્તિ જન્મથી નહીં પણ પોતાનાં કર્મોથી મહાન બને છે. મહાન બનવાની ક્ષમતા હશે તો નહીં ચાલે, મહાન બનવા માટેની તૈયારી પણ હોવી જોઈશે અને એને માટે પૂરતી માનસિકતા પણ જોઈશે. ઍરકન્ડિશન્ડ વાતાવરણમાં મહાન બનનારાઓ તમને ક્યારેય જોવા નહીં મળે. ધીરુભાઈ અંબાણીએ જેકંઈ હાંસલ કર્યું હતું એ બધું ભરતડકે કર્યું હતું અને ચોમાસાના અથાક વરસાદ વચ્ચે પલળતાં-પલળતાં કયુર્ં હતું. આ જ કારણ છે કે અદી ગોદરેજ કરતાં આજે ધીરુભાઈ અંબાણીની મહાનતા ચાર ચાસણી ચડે એવી છે.

મહાનતા હાંસલ કરવા માટે તકની નહીં, તપવાની જરૂર હોય છે. જો મહાન બનવું હોય તો ભૂલ કરનારાઓને (પહેલી ભૂલ કરનારાઓને) પાસે રાખી તેને તૈયાર કરો, પણ જો ભૂલ કરવી એ તેનો સ્વભાવ હોય તો કાં તો તેનાથી અંતર કરી લો અને કાં તો તમારાથી તેને દૂર ધકેલી દો. ભૂલ હંમેશાં માફ હોય, પણ ભૂલનું પુનરાવર્તન ક્યારેય માફ ન થઈ શકે. જો તમે આ પુનરાવર્તનને સ્વીકારીને ચાલ્યા કરશો તો નિિત રીતે એ ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડશે. સક્સેસફુલ મૅનેજમેન્ટની પહેલી શરત છે, નબળી વ્યક્તિને આજુબાજુમાં રાખવી નહીં અને ભૂલોની ભરમાર કરનારાઓને ચોક્કસ અંતર પર રાખવો. આગળ કહ્યું એમ, પહેલી વારની ભૂલ કે પછી નવા પ્રકારની ભૂલને સ્વીકારી શકાય પણ વારંવાર થનારી ભૂલમાં માત્ર અને માત્ર ઇરાદા પર સંદેહ થઈ શકે છે. અસફળ રહો તો સમજી શકાય, નિષ્ફળતા મળે તો પણ સ્વીકારી શકાય પણ જો સામાન્ય વાત પણ ન સમજાય તો એને ચલાવી ન શકાય. આપણે ત્યાં ભૂલ જો કોઈ એક વાતની થતી હોય તો એ જ કે આપણે અજાણતાં જ બીજાને નબળા દેખાડવા માટે જાતનો પર્ફોર્મન્સ નબળો પાડી દેતા હોઈએ છીએ પણ આવું કરનારાઓએ એક વાત યાદ રાખવાની છે, તમારા બેચાર રન નહીં બનાવવાથી જે હાર મળશે એ હાર ગણાશે તો ટીમની જ અને ટીમની જ નાલેશી થવાની છે. જો ઇચ્છતા હો કે ટીમની નાલેશી ન થાય તો તમારે શ્રેષ્ઠ રીતે પ્રદર્શન કરવું પડશે અને પ્રદર્શન કરતી વખતે તમારું સંર્પૂણ આપવાની ભાવના પણ કેળવવી પડશે. ચાણક્યએ આ જ કારણસર સમાન બૌદ્ધિક સ્તરના સાથીઓની વાત કરી છે. ચાણક્યએ કહ્યું છે, સમાન બૌદ્ધિકતા ન હોય એવી જગ્યાએથી અંતર બનાવીને રાખવું. વધુ બુદ્ધિશાળી હશે એને માટે તમારું કોઈ મૂલ્ય રહેશે નહીં અને નિમ્ન બૌદ્ધિકતા હશે એ તમને કાદવમાં ખેંચવાનું કામ કરશે, પણ જો સમાન સ્તરની બૌદ્ધિકતા હશે તો તમે એનો અને એ તમારો પૂરતો લાભ લેશે અને એ લાભનો સહિયારો વિકાસ પણ મળશે.

આ પણ વાંચો : #metoo: હવે કેમ બધું શાંત છે, હવે કેમ કોઈ કશું બોલતું નથી?

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK