ફેસબુક સિવાય તમામ એકાઉન્ટના આઈડી-પાસવર્ડ આપી દેવાના છે

Updated: Jun 22, 2019, 10:06 IST | મનોજ નવનીત જોશી- મેરે દિલમે આજ ક્યા હૈ

ગઈ કાલે તમને એક એવા મિત્રને શોધી લેવાની વાત કરી, જેને તમે તમારા હાથ-ઊછીના વ્યવહારની વાતો કરી શકો, પણ અહીંયા વાત પૂરી નથી થતી. જીવન અસ્થાયી છે, જીવન સત્ય છે અને એની અચોક્કસતા પણ અકબંધ છે એવા સમયે પરિવારના સભ્યોને પણ અમુક બાબતોમાં જાગૃત રાખવા જરૂરી છે

ફેસબુક સિવાયના તમામ અકાઉન્ટના આઇડી-પાસવર્ડ આપી દેવા
ફેસબુક સિવાયના તમામ અકાઉન્ટના આઇડી-પાસવર્ડ આપી દેવા

ગઈ કાલે તમને એક એવા મિત્રને શોધી લેવાની વાત કરી, જેને તમે તમારા હાથ-ઊછીના વ્યવહારની વાતો કરી શકો, પણ અહીંયા વાત પૂરી નથી થતી. જીવન અસ્થાયી છે, જીવન સત્ય છે અને એની અચોક્કસતા પણ અકબંધ છે એવા સમયે પરિવારના સભ્યોને પણ અમુક બાબતોમાં જાગૃત રાખવા જરૂરી છે. તમે જુઓ તો ખરા, આપણે ગુજરાતીઓ કેવા છીએ. આપણે જ મૂકેલી વસ્તુ આપણને સમયે નથી મળતી ત્યારે આપણી ગેરહાજરીમાં પરિવારના સભ્યોની હાલત કેવી કફોડી થશે એના વિશે પણ નથી વિચારતા. વાઇફને ઇન્ટ્રેસ્ટ નથી, માતાને આવી બધી વાતોમાં રસ પડે નહીં કે પછી પપ્પા હવે નિવૃત્ત થઈ ગયા છે ત્યારે ક્યાં તેમને બધું કહેવું. આ અને આવી દલીલો વચ્ચે આપણે એવી જ રીતે વર્તીએ છીએ જાણે કે આપણી પાસે અમરપટ્ટો છે. ના, આવો કોઈ અમરપટ્ટો નથી. આવતી કાલ આવશે જ એવી ગૅરન્ટી પણ કોઈ આપી શકતું નથી. આ સચ્ચાઈને સ્વીકારી લેશો તો આજ ખુશનુમા બની જશે અને સાથોસાથ આ સત્ય સ્વીકારી લેશો તો એની માટે જરૂરી પગલાં પણ યોગ્ય રીતે લઈ શકશો.

સૌથી પહેલાં એ જોવાનું છે કે તમારા જીવન સાથે જોડાયેલી વ્યક્તિને તમારા બૅન્કના વહીવટની બધી ખબર છે કે નહીં? મોટાભાગના ગુજરાતી પરિવારોને તો પોતાના હસબન્ડના અકાઉન્ટ કેટલી બૅન્કમાં છે એની પણ ખબર નથી હોતી અને એ પણ ખબર નથી હોતી કે એનો હસબન્ડ સ્ટૉકમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે. પહેલાં વાત કરીએ બૅન્કની, તો લાઇફ પાર્ટનરને બાજુમાં બેસાડીને તેના જ અક્ષરોમાં એક યાદી બનાવીને એને બૅન્કની બધી જ વિગતો આપી દો. આ વાતને જરા પણ ઇમોશન્સ સાથે જોડવાની જરૂર નથી અને જો તે જોડવાનું કામ કરે તો એને પણ કહી દો, આવતી કાલની તકલીફો દૂર કરવા માટે પણ આ જરૂરી છે.

કઈ-કઈ બૅન્કમાં અકાઉન્ટ છે, એના નંબરો શું છે, એના એટીએમ કાર્ડના પાસવર્ડ શું છે એ પણ જણાવી દો અને સાથોસાથ નેટબૅન્કિંગ કરતાં હો તો એના આઇડી-પાસવર્ડ પણ આપી દો અને ઈ-મેઇલ હોય તો એના આઇડી-પાસવર્ડ પણ આપીને રાખો. ફેસબુકની કોઈ ડિટેઇલ નહીં આપો તો ચાલશે, ત્યાં તમતમારે તમારું ફ્લર્ટ અકબંધ રાખો, પણ જે વિગતો તમારા ફેમિલી માટે આવશ્યક છે એ બધી જ વિગતો આપી દો... અને બીજું કામ કરો નોમિનેશન ભરી દેવાનું. આમ તો મોટા ભાગની બૅન્ક અને ફાઇનાશ્યલ ઇãન્સ્ટટuૂટે હવે સિસ્ટમ કરી નાખી છે અને નોમિનેશન ફૉર્મ પહેલાં જ ભરાવી દે છે, પણ આપણે ત્યાં ખાટલે મોટી ખોડ એ છે કે આપણે એ નોમિનેશનમાં બાળકોને નોમિનેટ કરીએ છીએ. જો બાળકો નાનાં હોય તો વાઇફ કે ફેમિલી મેમ્બરને બહુ હેરાનગતી થઈ શકે છે. સારું એ જ છે કે નાનાં બાળકો હોય એવા સમયે નોમિનેશનમાં વાઇફનું નામ જ રાખો, જેથી તમારી ગેરહાજરીમાં તેને જરા પણ હેરાન ન થવું પડે.

આ પણ વાંચો: આવ દોસ્ત, કાનમાં તને એક વાત કહું

આપણો મુદ્દો એ જ છે કે ગેરહાજરીમાં આવી બધી વાતો પરિવારને હેરાન ન કરે અને એ પારિવારીક ધર્મ છે, આ ધર્મ નિભાવવામાં જ આપણે પાછા પડીએ છીએ. આ જ વિષયની વધુ વાતો કરીશું આવતી કાલે... પણ ભૂલવાનું નથી, આ બધું તાત્કાલિક અમલમાં મૂકવાનું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK