Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Mann Ki Baat: ભારતની લડાઈ People Driven છે

Mann Ki Baat: ભારતની લડાઈ People Driven છે

26 April, 2020 12:11 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mann Ki Baat: ભારતની લડાઈ People Driven છે

વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે 'મન કી બાત' કરે છે

વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે 'મન કી બાત' કરે છે


માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અગિયાર વાગે ઓલ ઈન્ડિયા રેડિયોના માધ્યમથી દેશવાસીઓ સાથે 'મન કી બાત' કરી હતી. કોરોનાના સંકટ દરમ્યાન વડાપ્રધાનનો 'મન કી બાત'ની આ બીજી આવૃત્તિ હતી. જ્યારે કુલ 64મી આવૃત્તિ અને આ વર્ષની ચોથી આવૃત્તિ હતી. કોરોના વાયરસ (COVID-19)ને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે ત્યારે તેમણે લોકોને વિશેષ અપીલ કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વિરદ્ધ અસલી લડાઈ જનતા લડી રહી છે. આજે સમગ્ર દેશ એક સાથે ચાલી રહ્યો છે. તાળી, થાળી, મીણબત્તીએ દેશને એકજૂથ કરવાનો સંદેશ આપ્યો. એવું લાગી રહ્યું છે કે જાણે એક મહાયજ્ઞ ચાલી રહ્યો છે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે લડી રહ્યો છે.

વડાપ્રધાનેક કહ્યું હતું કે, તમે ક્યાંય પણ નજર કરો, તમને અહેસાસ થઈ જશે કે ભારતની લડાઈ People Driven છે. આપણે પૂરા વિશ્વાસ સાથે આ મહમારીના સંકટનો સામનો કરી રહ્યા છીએ એટલે ભવિષ્યમાં જ્યારે તેની ચર્ચા થશે, તેની પદ્ધતિની ચર્ચા થશે. મને વિશ્વાસ છે કે ભારતની આ People Driven લડાઈની ચોકકસ ચર્ચા થશે. ભારતમાં કોરોનાની વિરુદ્ધ લડાઈ જનતા લડી રહી છે, તમે લડી રહ્યા છો. જનતાની સાથે મળીને શાસન, પ્રશાસન લડી રહ્યું છે. સમગ્ર દેશમાં ગલલી- મોહલ્લામાં, અનેક સ્થળે આજે લોકો એક બીજાની સહાયતા માટે આગળ આવ્યા છે. ગરીબો માટે ભોજનથી લઈને, રાશનની વ્યવસ્થા હોય, લૉકડાઉનનું પાલન હોય, હૉસ્પિટલની વ્યવસ્થા હોય, મેડિકલ સાધનોનું દેશમાં નિર્માણ હોય આજે સમગ્ર દેશ એક લક્ષ્ય, એક દિશા, સાથેસાથે ચાલી રહ્યો છે. બીજાની મદદ માટે, આપની અંદર, હૃદયના કોઈ ખૂણામાં જે ભાવ ઉદભવે છે તે જ કોરોનાની વિરુદ્ધ ભારતની લડાઈને તાકાત આપી રહી છે. બીજી તરફ, લડાઈને સાચા અર્થમાં People Driven બનાવી રહી છે.



પ્રકૃતિ, વિક્રૃતિ અને સંસ્કૃતિને એક ભાવથી જોવામાં આવે તો આપણને જીવનનો એક નવો દ્વાર ખુલતો દેખાશે. પોતાના હિસ્સાની વસ્તુઓ અન્ય વચ્ચે વહેચીએ તેને જ તો સંસ્કૃતિ કહેવાય છે. ભારતે તેના સંશાધનો અને વિચારોને અનુરૂપ કેટલાક નિર્ણયો કર્યા છે. ભારતની આવશ્યકતા અને સુરક્ષા માટે યોગ્ય નિર્ણયો લીધા છે. આપણે વિશ્વમાં દરેક ખૂણે આવશ્યક દવાઓ પૂરી પાડી છે. આજે જ્યારે હું બીજા દેશના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત કરું છું ત્યારે તેઓ ભારતની જનતાનો આભાર ચોકક્સ વ્યક્ત કરે છે. જ્યારે તેઓ કહે છે કે, Thank You India, Thank You People of India ત્યારે દેશ માટે ગર્વ વધી જાય છે, તેમ વડાપ્રધાને કહ્યું હતું.


અક્ષય તૃતીયાની શુભેચ્છા આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આ એક સુખદ સહયોગ છે કે આજે અક્ષય તૃતિયાં. ક્ષયનો અર્થ થાય છે વિનાશ, પણ અક્ષયનો અર્થ થાય છે કે જેનો નાશ ન થાય. આ દિવસ આપણે એ યાદ અપાવે છે કે ગમે તેવી મુશ્કેલી પડે તેનો સામનો કરવાનો અને જુઝવાની ભાવના અક્ષય છે. આ એજ દિવસ છે કે શ્રી કૃષ્ણ અને સુર્ય ભગવાનના આર્શીવાદથી અક્ષય પાત્ર મળ્યું હતું. આજે ખેડૂતોની મહેનતથી આજે દેશ પાસે અનાજના અક્ષય ભંડાર છે. આપણે જંગલ, નદી વગેરેની ભૂમિકા અંગે વિચાર કરવો પડશે. આપણે આપણી ધરતી અક્ષય રહે તે સુનિશ્ચિત કરવી પડશે. સંકટના સમયમાં આપણી નાની એવી મદદ અન્ય માટે મોટી રાહત મળે છે.

અંતે અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, હું તમારા પરિવારના સભ્ય તરીકે હું કેટલાક સૂચન આપવા માંગુ છું. આપણે ક્યારેય વધારે પડતા આત્મવિશ્વાસમાં ન આવી જઈએ. આપણા શહેર, ગામ કે વિસ્તારમાં કોરોના પહોંચ્યો નથી અને તે આવશે નહીં. આ ભૂલ ન કરતા. આપણે વિશ્વના અનુભવને ધ્યાનમાં રાખવાનો છે. તે પ્રત્યે લાપરવાહી દાખવવાની નથી. આગ, દેવુ અને રોગને ક્યારેય હળવાશથી ન લો.


વડાપ્રધાને કહ્યું હતું કે, આવતા મહિને 'મન કી બાત' કાર્યક્રમમાં મળીયે ત્યાં સુધીમાં કોરોનામાંથી રાહત મળી હોવાના સમાચાર આવ્યા હોય એવી આશા રાખું છું. 

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 12:11 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK