માણિકરાવ ઠાકરેની પોઝિશન ખતરામાં : શિવસેના

Published: 31st July, 2012 04:43 IST

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ સામે બળવો કરનારી એનસીપીને મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષ માણિકરાવ ઠાકરેનું છૂપું સમર્થન હોવાનું શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું.

માણિકરાવના આ છૂપા સમર્થનને પગલે તેમનું સ્થાન જોખમમાં આવી શકે છે એવું પણ ‘સામના’માં લખવામાં આવ્યું છે. જાહેરમાં માણિકરાવ ઠાકરે મુખ્ય પ્રધાનનું સમર્થન કરતાં થાકતા નહોતા, પણ અંદરખાને તેમને પણ મુખ્ય પ્રધાન સામે અસંતોષ હતો અને તેમની સાથે ૪૨ વિધાનસભ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. માણિકરાવ એટલા બધા ચાલાક હતા કે જો એનસીપીનો વિરોધ પૃથ્વીરાજ ચવાણ સામે કામ ન આવ્યો તો ૪૨ વિધાનસભ્યોએ હાઇ કમાન્ડને લખેલો પત્ર કામ કરી જશે એવું પણ ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે.

 

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK