કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે સંસદસભ્યોને ગણાવ્યા જાનવર

Published: 1st December, 2012 08:07 IST

કૉન્ગ્રેસના સિનિયર નેતા અને સંસદસભ્ય મણિશંકર ઐયરે સંસદમાં વેલમાં ધસી જતા સંસદસભ્યોની સરખામણી જાનવરો સાથે કરતાં વિવાદ સરજાયો છે.
ગુરુવારે એક ન્યુઝ ચૅનલ સાથે વાત કરતાં ઐયરે વેલમાં ધસી જતા સંસદસભ્યો જાનવરો જેવું વર્તન કરે છે એમ કહ્યું હતું. રાજ્યસભામાં કાલે વિરોધ પક્ષના સભ્યોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. બાદમાં ઐયરે પોતાના નિવેદન બદલ માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે મને મારા સ્ટેટમેન્ટ બદલ કોઈ અફસોસ નથી.

રાજ્યસભામાં વિરોધ પક્ષના સભ્યોએ ઐયરના નિવેદનના વિરોધમાં ભારે વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી અને બીજેપીએ આ મુદ્દે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાર રજૂ કર્યો હતો. એ પછી કૉન્ગ્રેસના સંસદસભ્ય રાજીવ શુક્લાએ ઐયરના નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. શુક્લાએ એવી પણ ખાતરી આપી હતી કે તેઓ માફી માગવા માટે ઐયરને વિનંતી પણ કરશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK