કિવીવાળો પીત્ઝા બનાવવાનું પતિને એટલું ભારે પડ્યું, તેના છૂટાછેડા થઈ ગયા

Published: Sep 11, 2020, 08:24 IST | Mumbai correspondent | Mumbai

સ્વીડનના સ્ટૉક્રોપમાં રહેતા સ્ટેલન જૉનસનને ક્રિસમસમાં ૧૦ કિલો કિવી ફ્રૂટ ભેટ મળ્યાં ત્યારે તેને એક તુક્કો સૂઝ્‍યો હતો. સ્ટેલને કિવી ફ્રૂટના ટૉપિંગ સાથે પીત્ઝા બનાવ્યો અને એની તસવીરો તથા વિગતો સોશ્યલ મીડિયા પર મૂકી

કિવીવાળો પીત્ઝા બનાવવાનું પતિને એટલું ભારે પડ્યું, તેના છૂટાછેડા થઈ ગયા
કિવીવાળો પીત્ઝા બનાવવાનું પતિને એટલું ભારે પડ્યું, તેના છૂટાછેડા થઈ ગયા

ગયા વર્ષે ક્રિસમસની સીઝન ચાલી રહી હતી ત્યારે  સ્વીડનના એક અખતરાબાજ પતિએ કિચનમાં અખતરો કરવાના નામે કિવીવાળા પીત્ઝા બનાવ્યા હતા. વાત એમ હતી કે  સ્વીડનના સ્ટૉક્રોપમાં રહેતા  સ્ટેલન જૉનસનને ક્રિસમસમાં ૧૦ કિલો કિવી ફ્રૂટ ભેટ મળ્યાં ત્યારે તેને એક તુક્કો સૂઝ્‍યો હતો. સ્ટેલને કિવી ફ્રૂટના ટૉપિંગ સાથે પીત્ઝા બનાવ્યો અને એની તસવીરો તથા વિગતો સોશ્યલ મીડિયા પર મૂકી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ ટ્વિટર અને રેડિટ પર એ પીત્ઝાની તસવીરો નીચેની કમેન્ટ્સમાં વાનગીને નકામી અને અપ્રિય ગણતા ઘણા શબ્દો લખાયા હતા. લોકોએ તો સ્ટેલન માટે પણ ધિક્કાર દર્શાવતી એલફેલ કમેન્ટ્સ લખી હતી. સ્ટેલનભાઈએ કબૂલ પણ કર્યું કે એ ફૂડ ફિયાસ્કો હતો અને એ મજાકિયો પ્રયોગ જ હતો, પરંતુ એને કારણે સોશ્યલ મીડિયા પર આટલી બધી ધાંધલ થશે,એ જૉનસને ધાર્યું નહોતું. સાવ હળવી વાતે કેવું ગંભીર રૂપ ધારણ કર્યું એનું સ્ટેલન જૉનસનને આશ્ચર્ય થાય છે. કારણ કે જાન્યુઆરી મહિનામાં બનાવેલા પીત્ઝાની રેસિપી સોશ્યલ મીડિયા પર વાઇરલ થવાને કારણે અને એનો વિવાદ જાગવાને કારણે તેના પતિ સાથે ઝઘડા વધી ગયા હતા અને આખરે મામલો એટલો બિચક્યો કે પત્નીએ છૂટાછેડા લઈ લીધા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK