ઑન્ટેરિયોના ૩૨ વર્ષના ચકી મૅડી નામના વ્યક્તિએ એક મિનિટમાં દાંત નહીં, મોઢા વડે ઠંડાં પીણાંનાં ૨૪ કૅન ખોલીને નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. આ ઘટનાનો તેણે વિડિયો પણ ઉતાર્યો છે. ચકી મૅડીનું કહેવું છે કે ૧૬ વર્ષની વયથી જ તેને પાર્ટીઓમાં આ રીતે કૅનનાં ઢાંકણ ખોલીને મોજ કરવાની આદત હતી. જોકે આ વિષયને લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કરવાનો ખ્યાલ તેને થોડાં વર્ષ પહેલાં જ આવ્યો હતો, જ્યારે ટીવી પર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો કાર્યક્રમ જોતી વખતે રાયન સ્ટૉક નામની વ્યક્તિએ એક મિનિટમાં ૧૧ કૅનનાં ઢાંકણ ખોલતી જોઈ હતી. ચકી મૅડી કૅનનું ઢાંકણ ખોલતી વખતે કપાયેલા ઍલ્યુમિનિયમથી તેનું મોઢું ન કપાઈ જાય એનો વિશેષ ખ્યાલ રાખે છે. હવે ચકી મૅડીને પોતાનો જ રેકૉર્ડ તોડવો છે. જોકે આને માટે તેને પાંચથી દસ વર્ષ લાગી શકે છે.
હાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો આ માણસ સોશ્યલ મીડિયામાં હિટ
3rd March, 2021 07:13 ISTકલકત્તાના ટી સ્ટૉલમાં એક કપ ચાનો ભાવ 1000 રૂપિયા!
3rd March, 2021 07:13 ISTમંગાવ્યો ફોન ઍપલનો, મળ્યું ઍપલ ફ્લેવર્ડ યોગર્ટ
3rd March, 2021 07:13 ISTઆ ટેણકી માઉન્ટ કિલિમાન્જારો શિખર સર કરનારી સૌથી નાની પર્વતારોહક બની
3rd March, 2021 07:13 IST